આ રાજ્યમાં કોંગ્રેસે બતાવી ગુજરાત દંગા પર બનેલી BBCની ડોક્યૂમેન્ટ્રી

PC: outlookindia.com

કેરળમાં કોંગ્રેસ એકાઇએ 26મી જાન્યુઆરીના રોજ રાજધાની તિરુવનંતપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત વિવાદિત BBCની ડૉક્યૂમેન્ટ્રીની સ્ક્રિનિંગ કરી હતી. કેન્દ્ર સરકારે શુક્રવારે વડાપ્રધાનની નિંદાવાળી BBCની ડૉક્યુમેન્ટ્રી શેર કરનારી ટ્વીટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. BBCની ડૉક્યૂમેન્ટ્રીના યુટ્યુબની લિન્ક જે ટ્વીટ દ્વારા શેર કરવામાં આવી છે, તેને પણ બ્લોક કરી દેવામાં આવી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી એ.કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટની, BBCની ડૉક્યૂમેન્ટ્રી પર આપત્તિ દર્શાવ્યા બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે.અનિલ એન્ટનીએ આરોપ લગાવ્યો હતો કે, BBCની આ ડોક્યૂમેન્ટ્રી પર આપત્તિ દર્શાવ્યા બાદ તેમના પર ટ્વીટ હટાવવાને લઇને દબાવ બનાવવામાં આવ્યો. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિચારથી અલગ વિચાર દર્શાવતા અનિલ એન્ટનીએ ટ્વીટમાં લખ્યું કે, ‘બ્રિટિશ બ્રોડકસ્ટરના વિચારોને ભારતીય સંસ્થાઓ પર મહત્ત્વ આપવા, દેશની સંપ્રભુતાને નબળા કરશે.

તેમને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટીમાં કોઇ પણ સાથે કોઇ સમસ્યા નથી, પરંતુ આપણી આઝાદીના 75માં વર્ષમાં આપણે વિદેશીઓ કે તેમની સંસ્થાઓને આપણી સંપ્રભુતાને ઓછી કરવાની મંજૂરી ન આપવી જોઇએ. જુનિયર એન્ટનીનું આ નિવેદન એ દિવસે આવ્યું હતું, જ્યારે રાહુલ ગાંધીએ પોતાની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન જમ્મુમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા દેશમાં ડૉક્યુમેન્ટ્રીને ઓનલાઇન શેર કરવા પર પ્રતિબંધ લગાવવાના સરકારના પ્રયાસો પર સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘જો તમે આપણાં વેદોને વાંચશો, ભગવદ ગીતા કે ઉપનિષને વાંચશો તો તમે જોશો કે તેમાં લખ્યું છે કે, સત્યને છુપાવી શકાય નહીં. સત્ય હંમેશાં સાથે આવે છે. એટલે તમે પ્રેસને દબાવી શકો છો, તેને દબાવી શકો છો, તમે સંસ્થાઓને નિયંત્રિત કરી શકો છો. તમે CBI, ED વગેરે બધાનો ઉપયોગ કરી શકો છી, પરંતુ સત્ય તો સત્ય છે. સત્ય અલગ ચમકે છે એટલે કોઇ પ્રતિબંધ, અત્યાચાર અને લોકોને ધમકાવવાથી સત્ય સામે આવતા નહીં રોકાય.

ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયે આ BBC ડૉક્યૂમેન્ટ્રીને એવા દુરાચારનો હિસ્સો બતાવી હતી, જે ઔપનિવેશક માનસિકતા દર્શાવે છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દા પર કેન્દ્ર પર નિશાનો સાધ્યો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ત્યાં ભીષણ દંગા થયા હતા. ગુજરાત દંગાઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રચવામાં આવેલી સમિતિએ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી દીધી હતી. કમિટીને આ બાબતે મોદી વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp