ચા પીવા બેઠા 70 વર્ષીય વૃદ્ધાના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, જુઓ વીડિયો

PC: twitter.com/jayapluschannel

કેરળના ત્રિશુરમાં ડરામણી ઘટના સામે આવી છે. આ 70 વર્ષીય એક વૃદ્ધાના ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોનમાં આગ લાગી ગઈ. વૃદ્ધે તરત જ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને બહાર ફેકી દીધો. આ દરમિયાન તેના કપડામાં આગ લાગી ગઈ. જો કે તેને તરત જ હોલવી દેવામાં આવી. નસીબ રહ્યું કે, વૃદ્ધ ઇલિયાસને કઈ નુકસાન ન થયું, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વૃદ્ધ ઇલિયાસ એક ઢાબા પર ચા પીવા માટે આરામથી બેઠો છે. પાસે જ એક યુવક તેના માટે ચા બનાવી રહ્યો છે. એટલામાં અચાનક વૃદ્ધાના ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોનમાં આગ લાગી જાય છે. તે ઉઠાવીને જલદી ફોનને ખિસ્સામાંથી ફેકી દે છે અને યુવકની મદદથી કપડામાં લાગેલી આગ હોલવી દેવામાં આવે છે. વૃદ્ધે જણાવ્યું કે, તેણે આ ફોનને એક વર્ષ અગાઉ ત્રિશૂર પોસ્ટ ઓફિસ રોડની એક દુકાનમાંથી એક હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આગળ જણાવ્યું કે, આ એક સામાન્ય કીપેડવાળો ફોન હતો, જે ફાટી ગયો. પ્રાથમિક તપાસમાં જાણકારી મળી કે, ખરાબ બેટરીના કારણે આ મોબાઈલ ફાટી ગયો હતો.

ખિસ્સામાં મોબાઈલ ફોન ફાટવાની આ ઘટના કોઈ સામાન્ય નથી. આ અગાઉ પણ એવી ઘણી ઘટનાઓ જોવા મળી છે, જેમાંથી કેટલાક લોકોના જીવ પણ જતા રહ્યા છે. કેરળમાં ગયા મહિને 3 ફોનમાં બ્લાસ્ટ થયા હતા. કોઝિકોડમાં પણ એક વ્યક્તિને પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો, જેથી વ્યક્તિ દાઝી ગયો હતો. આ અગાઉ 24 એપ્રિલના રોજ ત્રિશૂરની ત્રીજા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિની મોબાઈલ પર વીડિયો જોઈ રહી હતી. છોકરીના હાથમાં જોરદાર ધમાકા સાથે ફોન ફારી ગયો અને છોકરી ઇજાગ્રસ્ત થઈ ગઈ. ત્યારબાદ તેનું મોત થઈ ગયું હતું.

આ વાતોને રોખો ધ્યાનમાં:

ફોનને ઓવરલોડ ન રાખોઃ જો સ્માર્ટફોનમાં ઘણી બધી એપ્સ અને કન્ટેન્ટ હોય તો એ ઝડપથી હિટ થવા લાગે છે, તેથી મેમરીને 75-80 ટકા ફ્રી રાખો.

ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરોઃ મોબાઇલ ખરીદતી વખતે ફોન સાથે આવેલું ચાર્જર ઓરિજિનલ હોય છે. ડુપ્લિકેટ ચાર્જરને કારણે બેટરી ખરાબ થઇ જાય છે અને ઝડપથી ગરમ થવા લાગે છે.

ચાર્જ કરતી વખતે વાત ન કરો: જ્યારે તમારો ફોન ચાર્જ થઇ રહ્યો હોય ત્યારે ગેમ રમશો નહીં કે વાત કરશો નહીં. ચાર્જિંગ દરમિયાન બેટરીમાં રાસાયણિક ફેરફારો થાય છે, તેથી એ વધુ ગરમ થાય છે

મોબાઇલ એક્સપર્ટ વિકિ અડયાની જણાવે છે કે ચાર્જિંગ દરમિયાન બેટરીના સેલ ડેડ રહે છે, જેના કારણે ફોનની અંદર રાસાયણિક ફેરફારો થાય છે અને આ દરમિયાન ફોન પર વાત કરતી વખતે અથવા ગેમ રમતી વખતે, બેટરી વધુ ગરમ થાય છે અને વિસ્ફોટ થાય છે. ચાર્જિંગ દરમિયાન ફોનની આસપાસ રેડિએશન પણ વધારે થાય છે. આવી સ્થિતિમાં કોલ આવતાની સાથે જ બેટરી ફાટી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp