એક પિતાને કોર્ટે સંભળાવી 3 વખત આજીવન કેદની સજા

કેરળની એક કોર્ટે પોતાની સગીર દીકરી સાથે વારંવાર રેપ કરવા અને તેને ગર્ભવતી બનાવવાના કેસમાં સોમવારે એક વ્યક્તિને 3 આજીવન કેદની સજા સાંભળવવામાં આવી છે. પિતા અને દીકરીના સંબંધને કલંકિત કરનારા આ વ્યક્તિએ હવે પોતાની બાકીની જિંદગી જેલના સળિયા પાછળ જ વિતાવવી પડશે. આ કેસના ફરિયાદી (SPP) એ. સોમસુંદરને કહ્યું કે, મંજેરી ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ રાજેશ કે.એ ભારતીય દંડ સંહિતા (IPC) અને યૌન અપરાધો સાથે બાળકોના સંરક્ષણ (POCSO) એક્ટ હેઠળ બળાત્કાર, ગંભીર યૌન ઉત્પીડન અને યૌન હુમલા સાથે સાથે પીડિતાને ડરાવવા ધમકાવવા માટે આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો છે.

SPP એ. સોમસુંદરને કહ્યું કે, દોષી વ્યક્તિને POCSO એક્ટ હેઠળ ગુનાઓ માટે 3 આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને કોર્ટે નિર્દેશ આપ્યો કે તે પોતાની બાકીની જિંદગી જેલમાં જ રહેશે. કોર્ટે પોતાની દીકરીનો રેપ કરનારા વ્યક્તિ પર 6.6 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. SPPએ આ કેસની જાણકારી આપતા જણાવ્યું કે, છોકરી સાથે તેના પિતાએ રેપની પહેલી ઘટનાને માર્ચ 2021માં અંજામ આપ્યો હતો, જ્યારે ઘરમાં કોઇ નહોતું.

એ સમયે કોરોના મહામારીના કારણે 15 વર્ષની છોકરીની ઓનલાઇન ક્લાસ ચાલી રહી હતી અને તે અભ્યાસ કરી રહી હતી, ત્યારે તેના પિતાએ તેને બેડરૂમમાં ખેચી લીધી અને તેની સાથે રેપ કર્યો. SPP એ. સોમસુંદરને કહ્યું કે, જ્યારે પીડિતાએ તેનો વિરોધ કર્યો તો તેના પિતાએ તેની માતાને જીવથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ દોષી વ્યક્તિએ ઓક્ટોબર 2021 સુધી પોતાની દીકરી સાથે ઘણી વખત રેપ કર્યો.

આ વ્યક્તિ પહેલા એક મદ્રેસામાં શિક્ષક હતો. નવેમ્બર 2021માં જ્યારે શાળા ફરીથી શરૂ થઇ તો પીડિતા શાળા જવા લાગી અને આ દરમિયાન પેટાં દુઃખાવો ઉપડ્યો, જેના કારણે તેને ડૉક્ટર પાસે લઇ જવામાં આવી, પરંતુ કઇ ખબર ન પડી.જ્યારે તેણે જાન્યુઆરી 2022માં ફરીથી દુઃખાવાની ફરિયાદ કરી, તો તેને એક સરાકરી મેડિકલ કોલેજ લઇ જવામાં આવી. જ્યાં ખબર પડી કે છોકરી ગર્ભવતી હતી. ત્યારબાદ છોકરીએ આખી ઘટનાનો ખુલાસો કર્યો. ત્યારબાદ પોલીસને આ બાબતની જાણકારી આપવામાં આવી.

આરોપી પિતા વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. જ્યારે પીડિત છોકરીનો ગર્ભપાત કરીને ભ્રૃણ DNAના નમૂના લેવામાં આવ્યા. ત્યારબાદ છોકરી અને તેના પિતાના DNA સાથે મેચ કરવામાં આવ્યું. પીડિતા અને તેની માતાના નિવેદનો સાથે DNA પુરાવા આરોપીને દોષી ઠેરવવા માટે જરૂરી હતા. કેસની સુનાવણી ઝડપથી કરવામાં આવી, જેથી આરોપીને જેલથી બહાર ન આવી શકે અને પીડિત કે સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.