આ રાજ્યમાં નિપાહ વાયરસને લઇ એલર્ટ,સંક્રમણથી 2 લોકોના મોત

PC: deccanchronicle.com

કેરળમાં નિપાહ વાયરસના કારણે હડકંપ છે. 2 મોતો પછી અધિકારીઓએ સાત પંચાયતોના ઘણાં વોર્ડોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવા પડ્યા છે. લોકોને ન ડરવાની અપીલ કરતા કેરળ સરકારે મંગળવારે કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસથી 2 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

બીજી બાજુ પરિસ્થિતિને જોતા કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને બુધવારે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ મંગળવારે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઇ છે. સંક્રમણથી બે લોકોના મોત થયા છે. જે 4 લોકોના સલાઇવા(લાળ) ટેસ્ટ મોકલવામાં આવી હતી, જેમાંથી બે લોકો પોઝિટિવ હતા તો બે નેગેટિવ હતા.

આ પ્રતિબંધો

સ્વાસ્થ્ય વિભાગે એ વોર્ડોની લિસ્ટ બહાર પાડી છે, જેને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઝોનમાંથી લોકોને બહાર જવાની પરવાનગી રહેશે નહીં. નહીં કે કોઇ બહારનો વ્યક્તિ આ ઝોનમાં પ્રવેશ કરી શકશે. પોલીસ અને સ્થાનીય વિભાગને એ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે કે યોગ્ય રીતે બેરિકેડિંગ થાય.

માત્ર ભોજન અને જરૂરી વસ્તુઓ વેચતી દુકાનોને સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે મેડિકલ દુકાનો અને અન્ય સ્વાસ્થ્ય કેન્દ્રો માટે કોઇ સમય મર્યાદા કે પ્રતિબંધ નથી.

આ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઓફિસ, બેંક, સ્કૂલ, આંગણવાડી બંધ રહેશે. આ ઝોનમાં સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી કરી આ અપીલ

કેરળના મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી કે, સૌ કોઇ સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસના નિર્દેશોનું પાલન કરે અને પ્રતિબંધોનો અમલ કરવામાં સહયોગ કરે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણેમાં, જ્યાં સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા હતા ત્યાંથી પુષ્ટિ મળ્યા બાદ કોઝિકોડ જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું કે, વાયરસથી સંક્રમિત લોકોમાંથી એક 9 વર્ષનો છોકરો છે. 5 સેમ્પલમાંથી 3 પોઝિટિવ આવ્યા છે.

નિપાહ એક એવો વાયરસ છે જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. આ વાયરસ ચામાચીડિયા અને ડુક્કરો દ્વારા માણસોમાં ફેલાય શકે છે. રાજ્યમાં નિપાહના વધતા કેસોને જોતા કેરળ સરકારે રાજ્યના 7 ગામોની સ્કૂલો અને બેંક બંધ કરવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp