મગજ ખાનારા અમીબાથી 15 વર્ષના યુવકનું મોત, નહાતી વખતે નાકના રસ્તે શરીરમાં પ્રવેશ

દૂષિત જળમાં જોવા મળતા એક પ્રકારની અમીબાના કારણે થનાર દુર્લભ બ્રેન ઇન્ફેક્શનથી કેરળના અલપ્પુઝા જિલ્લામાં એક કિશોરનું મોત થઈ ગયું. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે શુક્રવાર (7 જુલાઇના રોજ)એ આ જાણકારી આપી હતી. કેરળના અલપ્પુઝા જિલ્લાના પનાવલ્લીનો રહેવાસી 15 વર્ષીય કિશોર પ્રાઇમરી અમીબા મેનિંગોએન્સેફલાઇટિસ (PAM)થી સંક્રમિત હતો. મંત્રી વીણા જોર્જે કિશોરના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે રાજ્યમાં પહેલા આ દુર્લભ બીમારીના 5 કેસ સામે આવી ચૂક્યા છે.
પ્રાઇમરી અમીબા મેનિંગોએન્સેફ્લાઇટિસના શું છે લક્ષણ?
વિના જોર્જે તિરુવંતપુરમમાં મીડિયાને જણાવ્યું કે, પહેલો કેસ વર્ષ 2016માં સામે આવ્યો હતો. ત્યારબાદ ફરી વર્ષ 2019, વર્ષ 2020 અને વર્ષ 2022માં તેના કેસ સામે આવ્યા હતા. તાવ, માથાનો દુઃખાવો, ઉલ્ટી અને ખેંચ આવવી આ બીમારીના મુખ્ય લક્ષણ છે. વીણા જોર્જે કહ્યું કે, સંક્રમિત થયેલા બધા દર્દીઓના મોત થઈ ગયા.
ડૉક્ટરોએ શું કહ્યું?
ડૉક્ટરોએ કહ્યું કે, જ્યારે મુક્ત જીવિત, ગેર-પરોપજીવી અમીબા બેક્ટિરિયા નાકના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે તો વ્યક્તિનું મગજ સંક્રમિત થઈ જાય છે. આ એક ગંભીર બીમારી છે. તેને જોતા જિલ્લા સુરક્ષા અધિકારીઓએ લોકોને દૂષિત પાણીથી નાહતા બચવાની સલાહ આપી છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ, અમીબા વર્ગના રોગજનક જે પરોપજીવી પ્રકૃતિના પાણી વિના સ્વતંત્ર રૂપે રહે છે, નાળા કે તળાવમાં સ્નાન કરવાથી નાકની પાતળી ત્વચાના માધ્યમથી માનવ શરીરમાં પ્રવેશે છે અને એન્સેફલાઇટિસનું કારણ બને છે જે મસ્તિષ્કને ગંભીર રૂપે પ્રભાવિત કરે છે. તેના મુખ્ય લક્ષણ, તાવ, માથાનો દુઃખાવો, ઉલ્ટી અને ખેંચ આવવા છે. પ્રાથમિક અમીબા મેનિંગોએન્સેફલાઇટિસ એક દુર્લભ મસ્તિષ્ક સંક્રમણ છે, જે નેગાલેરિયા ફાઉલેરીનું કારણ હાય છે. તે એક અમીબા છે (એકકોષિય જીવ જે સૂક્ષ્મદર્શી ન જોઈ શકાય તેવો નાનો).
દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી 1-2 અથવાડિયાની અંદર લક્ષણ શરૂ થઈ જાય છે. ક્યારેક ક્યારેક પહેલું લક્ષણ ગંધ કે સ્વાદમાં બદલાવ હોય છે. ત્યારબાદ લોકોને માથાનો દુઃખાવો, ખેંચ આવવી અને ઊલ્ટીનો અનુભવ થાઈ શકે છે. આ બીમારીની સારવાર એમ્ફોટેરિસિન B, એજિથ્રોમાઇસિન, ફ્લૂકોનાજોલ, રિફેમ્પિન, મિલ્ટેફોસિન અને ડેક્સામેથાસોન સહિત દવાઓથી કરી શકાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દવાઓનો ઉપયોગ નેગલેરિયા ફાઉલેરી વિરુદ્ધ પ્રભાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp