11 મહિલાઓએ 25-25 રૂપિયા ભેગા કરીને ખરીદી લોટરીની ટિકિટ, લાગ્યો 10 કરોડનો જેકપોટ

કેરળમાં 11 મહિલાઓનું નસીબ ઉધારના થોડા પૈસાઓથી એવું ચમક્યું છે કે તેઓ રાતોરાત કરોડપતિ બની ગઈ. આ મહિલાઓ પાસે થોડા અઠવાડિયા અગાઉ લોટરીની ટિકિટ ખરીદવા માટે 250 રૂપિયા પણ નહોતા અને હવે તેમની 10 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. મહિલાઓએ થોડા અઠવાડિયા અગાઉ 250 રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા ભેગા કરવાનો નિર્ણય લીધો, તો તેમની પાસે 25 રૂપિયા પણ નહોતા. તેમાંથી એકે પોતાનું નસીબ અજમાવવા માટે એક પરિચિત પાસેથી સામાન્ય રકમ પણ ઉધાર લીધી.

કેટલના પરપ્પનંગડી નગર પાલિકા અંતર્ગત આવતી હરિત સેનામાં આ 11 મહિલાઓ કચરો ઉઠાવવાનું કામ કરે છે. આ મહિલાઓએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેઓ એક ઝટકામાં કરોડપતિ બની જશે. બુધવારે આયોજિત એક ડ્રો બાદ કેરળ લોટરી વિભાગ દ્વારા તેમને 10 કરોડ રૂપિયાના મોનસૂન બમ્પરની વિજેતા જાહેર કરી દેવામાં આવી. પોતાના સહકર્મીઓ પાસે પૈસા ભેગા કર્યા બાદ ટિકિટ ખરીદનારી રાધાએ ઉત્સાહિત થઈને કહ્યું કે, ‘અમે પહેલા પણ પૈસા ભેગા કરીને લોટરીની ટિકિટ ખરીદી છે, પરંતુ આ પહેલી વખત છે કે અમે કોઈ મોટો પુરસ્કાર જીત્યો છે.’

એક અન્ય મહિલાએ કહ્યું કે, તે ડ્રોની કાગડોળે રાહ જોઈ રહી હતી, પરંતુ જ્યારે કોઈએ જણાવ્યું કે, પાડોશી પલક્કડમાં વેચવામાં આવેલી એક ટિકિટે પહેલો પુરસ્કાર જીત્યો છે, તો તેને દુઃખ થયું. અંતે જ્યારે ખબર પડી કે અમને જ જેકપોટ મળ્યો છે તો ઉત્સાહ અને ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. અમે બધા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને પૈસા અમારી સમસ્યાઓને હલ કરવામાં ઘણી હદ સુધી રાહત આપશે. મહિલાઓને જીવન ગુજરાન ચલાવવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે અને હરિતા કર્મ સેનાના સભ્યોના રૂપમાં તેમને જે સામાન્ય વેતન મળે છે, તે તેમના પરિવારોની એકમાત્ર આવક છે.

હરિતા કર્મ સેના ઘરો અને પ્રતિષ્ઠાનોથી ગેર-બાયોડિગ્રેડેબલ કરચો ઉઠાવે છે, જેને રીસાઈકલિંગ માટે શ્રેડિંગ એકાઈઓમાં મોકલવામાં આવે છે. નગર પાલિકામાં હરિતા કર્મ સેના કન્સોર્ટિયમના અધ્યક્ષ શીજાએ કહ્યું કે, આ વખત નસીબની મહેરબાની સૌથી યોગ્ય મહિલાઓ પર થઈ છે. બધી વિજેતા ખૂબ મહેનતી છે અને પોતાના પરિવાર માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. તેમણે જણાવ્યું કે, ઘણા લોકોએ લોન ચૂકવવાની છે. દીકરીઓના લગ્ન કરવાના છે કે તેમને પોતાના પ્રિયજનોની સારવારનો ખર્ચ ઉઠાવવાનો છે. તેઓ જીવનની કઠોર વાસ્તવિકતાઓ સાથે લડતા ખૂબ જ સાધારણ ઘરોમાં રહે છે. બમ્પર લોટરી વિજેતાઓને મળવા અને તેમને શુભેચ્છા આપવા માટે ગુરુવારે મોટી સંખ્યામાં લોકો અહી નગરપાલિકા ગોદામમાં પરિસરમાં ઉમટી પડ્યા હતા.  

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.