દિલ્હીમાં ખાલિસ્તાની સ્લીપર સેલની મોટા આતંકી હુમલાની પ્લાનિંગ, ફંડ પણ મળ્યું

PC: twitter.com/ANI

દિલ્હી-NCRમાં ખતરનાક ખાલિસ્તાની આતંકી સંગઠનનો સ્લીપર સેલ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. એક ન્યૂઝ એજન્સીએ ઇન્ટેલિજેન્સ એજન્સી સાથે જોડાયેલા અધિકારીઓના સંદર્ભે આ વાત કહી છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં હાલમાં જ દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં ખાલિસ્તાનના સમર્થનમાં લખેલા પોસ્ટર મળ્યા બાદ આ જાણકારી સામે આવી રહી છે. પોલીસે 12 જાન્યુઆરીના રોજ બે લોકોને ખાલિસ્તાની પોસ્ટર લગાવવાના આરોપમાં ધરપકડ કરી છે. ત્યારબાદ દિલ્હી પોલીસ એલર્ટ થઇ ગઇ છે.

ન્યૂઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાલિસ્તાની સ્લીપર સેલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોઇ મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે. દિલ્હીના વિકાસપુરી, પશ્ચિમ વિહાર, પ્રગતિ મેદાન સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં ખાલિસ્તાન સાથે જોડાયેલા પોસ્ટર અને ભીત ચિત્ર મળ્યા છે, ત્યારબાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓની કોઇ ષડયંત્રનો હિસ્સો હોય શકે છે. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને ફેલાવવા માટે તેમને ફંડ મળ્યું હતું.

પોલીસે કહ્યું કે, આ અંગે આગળની તપાસ ચાલી રહી છે. ખાલિસ્તાનમાં પોસ્ટર મળ્યા બાદ સ્થાનિક પોલીસે આ પોસ્ટરોને દીવાલો પરથી તરત જ હટાવી દીધા અને તેનું રંગકામ કરી દીધું છે. આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153-B અને ગુનાહિત કાવતરું રચવાની કલમ 120(B) હેઠળ કેસ નોંધ્યો છે. જે વિસ્તારમાં શંકાસ્પદ પોસ્ટર મળ્યા છે, એ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધી છે. દિલ્હીની શાંતિ વ્યવસ્થા બગાડવાના આ કાવતરાને લઇને ઇન્ટેલિજેન્સ એજન્સીએ જે ઇનપુટ આપ્યા છે તેને લઇને પોલીસ ખૂબ સાવધાની રાખી રહી છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, વિદેશમાં બેઠા ગુરપંત સિંહ પન્નુના ઇશારા પર દિલ્હીમાં ખાલિસ્તાનની એન્ટ્રી થઇ હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, કસ્ટડીમાં લેવામાં આવેલા બે શંકાસ્પદોએ સિખ ફોર જસ્ટિસ રેફરેન્ડમ વર્ષ 2020 અને પ્રો. ખાલિસ્તાનના સ્લોગન દીવાલો પર ચોંટાડી દીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને શંકાસ્પદ દિલ્હીના રહેવાસી છે અને સિખ સમુદાય સાથે સનબંધ ધરાવે છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા, આ કૃત્ય પણ ખાલિસ્તાની સંગઠને કર્યું હોવાનું કહેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp