પંજાબ પોલીસે ખાલીસ્તાની અમૃતપાલ સિંહને પકડ્યો, પંજાબમાં ઈન્ટરનેટ બંધ

PC: ptcnews.tv

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના મુખિયા અમૃતપાલ સિંહને નકોદર પાસેથી કસ્ટડીમાં લીધો છે. આ અગાઉ અમૃતપાલ સિંહના 6 સાથીઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ત્યારે અમૃતપાલ સિંહ ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ કરવા માટે પોલીસની ઘણી ટીમ અલગ-અલગ વિસ્તારમાં છાપેમારી કરી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે ધરપકડ થયેલા લોકો પાસેથી હથિયાર અને 2 ગાડીઓ જપ્ત કરી છે.

તેની સાથે જ પંજાબના ઘણા જિલ્લાઓમાં રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયા છે, જેમાંથી 2 હેટ સ્પીચ સંબંધિત છે. રિપોર્ટ્સ મુજબ, ધર્મકોટના નજીક મહિતપુર પોલીસ સ્ટેશન પાસે પોલીસે આ 6 ધરપકડ કરી છે. સુરક્ષાના હિસાબે અમૃતપાલ સિંહના ગામ જલ્લુપુરમાં ભારે પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. નકોદર પાસે અમૃતપાલને કસ્ટડીમાં લેવામાં આવ્યો.

પંજાબ સરકાર તરફથી નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સાર્વજનિક સુરક્ષાના હિતમાં પંજાબના ક્ષેત્રીય અધિકાર  ક્ષેત્રમાં બધી ઈન્ટરનેટ સેવાઓ, બધી SMS સુવિધાઓ (બેન્કિંગ, મોબાઈલ રિચાર્જ છોડીને અને વોઇસ કોલને છોડીને) મોબાઈલ નેટવર્ક પર પ્રદાન કરવામાં આવનારી ડોંગલ સેવાઓ 18 માર્ચ (12:00 કલાક)થી 19 માર્ચ (12 કલાક) સુધી બંધ રહેશે.

ખાલિસ્તાની તાકતોને એકજૂથ કરનાર અમૃતપાલ પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ સંગઠનને સંચાલિત કરે છે. આ સંગઠન એક્ટર-એક્ટિવિસ્ટ દીપ સિદ્ધુએ બનાવ્યું હતું. 15 ફેબ્રુઆરી 2022ના રોજ તેનું મોત અકસ્માતમાં મોત થઈ ગયું હતું, ત્યારબાદ સંગઠનની કમાન થોડા મહિના અગાઉ જ દુબઈથી આવેલા અમૃતપાલ સિંહે સંભાળી અને તે તેનો પ્રમુખ બની ગયો. તેણે ખેડૂત આંદોલનમાં પણ રુચિ દેખાડી હતી. દીપ સિદ્ધુના મોત બાદ ‘વારિસ પંજાબ દે’ વેબસાઇટ બનાવી અને લોકોને જોડવાનું શરૂ કર્યું.

અમૃતપાલ વર્ષ 2012માં દુબઈ જતો રહ્યો હતો. ત્યાં તેણે ટ્રાન્સપોર્ટ કારોબાર કર્યો. તેના મોટાભાગના સંબંધી દુબઈમાં રહે છે. અમૃતપાલે પ્રાથમિક શિક્ષણ ગામની જ શાળાથી પૂરું કર્યું. તેણે 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ગયા મહિને જ અમૃતપાલ અને તેના સાથીઓએ પંજાબના અજનાલામાં હથિયારોથી લેસ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. અમૃતપાલના સમર્થકોએ અપહરણ અને દંગાઓના આરોપીઓમાંથી એક તુફાનને છોડવાને લઈને પોલીસ સ્ટેશન પર હલ્લાબૉલ કર્યો હતો. આ દરમિયાન 6 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. આરોપ હતો કે, આ બધાએ કથિત રીતે બરિન્દર સિંહ નામના વ્યક્તિનું અજનાલાથી અપહરણ કરી લીધો અને પછી મારામારી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp