અમે આવી રહ્યા છીએ, કેનેડામાં બેઠા ખાલિસ્તાનીઓની PM મોદી અને શાહને ધમકી

PC: thestatesman.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં સામેલ થવા આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર ટ્રૂડોએ પણ ભરોસો આપ્યો હતો કે તેઓ પોતાના દેશમાં અલગાવવાદી તત્વો પર લગામ કસશે. જો કે, કેનેડામાં એક્ટિવ ખાલિસ્તાનીઓની હરકત અત્યારે પણ ઓછી થઈ નથી. 10 સપ્ટેમ્બરના રોજ જ ખાલિસ્તાનના વેનકુંવરના સરે સ્થિત એક ગુરુદ્વારમાં ભારત વિરુદ્ધ જનમત સંગ્રહ થયો હતો. ત્યારબાદ હવે ખાલિસ્તાની સંગઠન સિખ્સ ફોર જસ્ટિસના સરગના ગુરૂપતવંત સિંહ પન્નૂનો એક વીડિયો સામે આવ્યો છે.

તેમાં તેણે ભારતને કેનેડામાં પોતાનું દૂતાવાસ બંધ કરવાની ધમકી આપી છે. એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને જીવથી મારવા સુધીની ધમકી આપી નાખી. ખાલિસ્તાનીનું આ દૂસ્સાહસ દેખાડે છે કે તેના પર ભારતની કેનેડા સાથે સખ્તાઈની કોઈ અસર નથી. પન્નૂને એક વીડિયોમાં કહેતો સાંભળી શકાય છે કે, આ મેસેજ એ લોકો માટે છે જેમણે હરદીપ સિંહ નિજ્જરને મરાવી નાખ્યો, મોદી, જયશંકર, ડોભાલ અને શાહ, અમે તમારા માટે આવી રહ્યા છીએ.

હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની ઉગ્રવાદી હતો, જે આ વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં જ શૂટિંગ દરમિયાન માર્યો ગયો હતો. તેના મોતને લઈને ખાલિસ્તાની આરોપ લગાવે છે કે, તે ભારત સરકારના ઇશારા પર થયું હતું. કેનેડાના ગુરુદ્વારામાં જનમત સંગ્રહના નામ પર થયેલા 5-7 હજાર લોકો ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત અંદાજમાં ખાલિસ્તાની તત્વોને લઈને આપત્તિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, બંને દેશોના સહજ અને સારા સંબંધો માટે એ જરૂરી છે કે આ લોકો પર લગામ કસવામાં આવે.

વિદેશ મંત્રાલયે વાતચીતને લઈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કેનેડામાં ભારત વિરોધી તત્વોની ગતિવિધિઓ પર આપત્તિ દર્શાવી. તેઓ ભારતીય રાજદૂતોને ધમકી આપે છે અને ભારત વિરોધી હરકતો કરે છે. એ સિવાય ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મોટા ભાગે ધમકી આપે છે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કરવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મીટિંગમાં જસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું કે તેમનો દેશ હંમેશાં શાંતિપૂર્ણ આંદોલનના હકને બનાવી રાખશે, પરંતુ તેની સાથે જ એ પણ નક્કી કરવામાં આવશે કે તેના બહાને નફરત ન ફેલાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ કેનેડા અને ભારત વચ્ચે ખાલિસ્તાની તત્વોના કારણે સંબંધો ખરાબ થવાની નોબત આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp