Video: મંત્રીના દીકરાનો કોલર પકડીને ધક્કો માર્યો, SP બોલ્યા- હું ઓળખતો નહોતો

PC: navbharattimes.indiatimes.com

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કાર્યક્રમનો છે. કાર્યક્રમ દરમિયાન એક યુવકને કેટલાક પોલીસકર્મી પકડીને ધક્કો મારતા નજરે પડી રહ્યા છે. યુવક મંચ પર ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ કોઈ બીજો નહીં મધ્ય પ્રદેશના વન મંત્રી વિજય કે. શાહનો દીકરો છે. મંત્રીનો દીકરો હોવા સાથે સાથે દિવ્યાદિત્ય શાહ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ પણ છે. તેમણે ખંડવા SP પર અભદ્રતાનો આરોપ લગાવ્યો છે.

દિવ્યાદિત્ય શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી આવવા અગાઉ જ્યારે હું મંચ પર ચડી રહ્યો હતો તો SPએ મારો કોલર પકડ્યો અને મંચ પરથી ઉતારી દીધો. વન મંત્રી અજય શાહના પુત્ર સિવાય બીજા પ્રતિનિધિઓએ પણ SP પર અભદ્રતાનો આરોપ લગાવ્યો છે. તેને લઈને બુધવારે ભાજયુમો કાર્યકર્તાઓએ SP ઓફિસનો ઘેરાવ કર્યો હતો. સાથે જ ત્યાં પ્રદર્શન પણ કર્યું હતું. તો દીકરા સાથે બનેલી ઘટનાની વન મંત્રી વિજય શાહે નિંદા કરી છે. સાથે જ સરકાર પાસે ભાજયુમો નેતાઓએ SPને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

વીડિયો સામે આવ્યા બાદ ખંડવાના SP સત્યેન્દ્ર શુક્લાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મેં કોઈ સાથે કોઈ અભદ્રતા કરી નથી. હું થોડા દિવસ અગાઉ જ જિલ્લામાં આવ્યો છું. હું મંત્રીજીના દીકરાને ઓળખતો નહોતો. આખા પ્રકરણ પર વન મંત્રી વિજય શાહે એમ પણ કહ્યું છે કે યુવા નેતાઓ સાથે એવો વ્યવહાર રહેશે તો SP વધારે દિવસ ખંડવામાં નહીં રહી શકે, હું તેની ફરિયાદ મુખ્યમંત્રીને કરીશ. દિવ્યાદિત્ય શાહ માત્ર મારો દીકરો જ નહીં, આ વિસ્તારનો યુવા નેતા છે.

પંધાનાના ધારાસભ્ય રામ દાંગોરેએ પણ SP પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે SPએ પંધાના જનપદના અધ્યક્ષને ગેટ પર ધક્કો આપ્યો તો હું તેમને લાવવા માટે ત્યાં પહોંચ્યો તો SPએ મને પણ મંચ પરથી નીચે ઉતારવા ન દીધો. આ દરમિયાન મારે કલેક્ટર અનુપ કુમાર સિંહને બોલાવવા પડ્યા. ભાયયુમો જિલ્લા અધ્યક્ષે કહ્યું કે, દિવ્યાદિત્ય જિલ્લા પંચાયતનો ઉપાધ્યક્ષ છે. સન્માનિત સભ્ય છે, તેમની સાથે આ પ્રકારની હરકત સહન નહીં કરવામાં આવે. એવામાં SPને ખંડવામાં રોકાવા નહીં દઈએ. સરકાર પાસે અમારી માગ છે કે તેમને અહીથી માત્ર હટાવવામાં ન આવે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp