
સંસદમાં અદાણી મુદ્દે ચાલી રહેલા હોબાળો વચ્ચે બુધવારે કેટલીક હળવી ક્ષણો પણ જોવા મળી હતી. કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કંઈક એવું કહ્યું કે ગૃહમાં બેઠેલા PM મોદી ખડખડાટ હસી પડ્યા હતા.
રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર બોલતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજયસભામાં વિપક્ષ નેતા મલ્લિકાજૂર્ન ખડગેએ ફરિયાદના સૂરમાં કહ્યુ કે PM મોદી ગૃહમાં ઓછી વખત દેખાતા હોય છે. તેમણે કહ્યું કે, જ્યારે સંસદ ચાલતી હોય. ત્યારે PM મોદી સંસદ તરફ પણ ધ્યાન આપે તો વધારે સારું રહેશે.
તેમણે આગળ કહ્યુ કે PM મોદી હંમેશા ચૂંટણી મોડમાં જ જોવા મળતા હોય છે. અહીં સંસદ ચાલતી રહે છે અને તેઓ મારા સંસદીય મત વિસ્તાર કલબુર્ગા પહોંચી ગયા હતા. ખડગેએ આગળ કહ્યું કે અરે ભાઇ, શું તમને માત્ર એક મારો જ સંસદીય મત વિસ્તાર દેખાઇ છે. ખડગેએ કહ્યું કે, પાછું મારા વિસ્તારમાં બબ્બે રેલી કરે છે. ખડગે આટલું બોલ્યા તેમાં સંસદમાં હાસ્યનો છોડો ઉડી હતી. PM મોદી પણ ખડખડાટ હસી પડ્યા હતા.
રાજ્ય સભાના અધ્યક્ષ જગદીપ ધનખરે પણ આ અંગે કટાક્ષ કરતા કહ્યું કે આ ઊંડી તપાસનો વિષય છે. તેમણે મજાકમાં કહ્યું કે આમાં કોઈ ગાઢ સંબંધ હોય તેવું લાગે છે.
આ પછી કોંગ્રેસ નેતા મલ્લિકાજૂર્ન ખડગેએ PM મોદીને સીધું સંબોધતા કહ્યું કે તેઓ પહેલીવાર હસી રહ્યા છે. મોદી સાહેબ પહેલીવાર હસી રહ્યા છે, તમે તેમને હસવા પણ નથી દેતા.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar in exchange with LoP Mallikarjun Kharge who is demanding JPC on the Adani issue says, "it seems you will set up a JPC on me."
— ANI (@ANI) February 8, 2023
(Video source: Sansad TV) pic.twitter.com/hGEt7oPeGz
રાજ્યસભામાં અદાણીના મુદ્દે સરકારને ઘેરતી વખતે ખડગે શાયરના અંદાજમાં આવી ગયા હતા. તેમણે કહ્યુ કે,'नजर नहीं है नजारों की बात करते हैं, जमीं पर चांद सितारों की बात करतें हैं, वो हाथ जोड़कर बस्ती को लूटने वाले, भरी सभा में सुधारों की बात करते हैं! बड़ा हसीन हैं उनकी जबान का जादू, लगा के आग बहारों की बात करते हैं, मिली कमान तो अटकी नजर खजानों पर, नदी सुखाकर किनारों की बात करते हैं! गरीब बनाते हैं आम लोगों को, वही नसीब के मारों की बात करते हैं।
તો રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરેએ કહ્યુ કે, ખડગેની વાત સાંભળીને મારા અંદરનો શાયર પણ જાગી ઉઠ્યો છે. ધનખરેએ કહ્યુ કે,'उम्र भर गालिब यही भूल करता रहा, धूल चेहरे पर थी, आईना साफ करता रहा'।
સ્પીકરે ઇશારા ઇશારામાં ખડગેને કહ્યું હતું કે પુરાવા વિના કોઇની પર આરોપ લગાવવો યોગ્ય નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp