જૈન મૂનિનું અપહરણ અને હત્યા, લાશના ટુકડા કરીને ફેંકી દેવાયા, 2 પકડાયા

PC: tv9kannada.com

કર્ણાટકમાં એક જૈન મૂનિના અપહરણ અને હત્યાના સમાચારે જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. બુધવારથી જૈન મૂનિ ગાયબ હતા અને તેમના ગુમ થયાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે બે શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરી છે અને તેમણે જૈન મૂનિની હત્યાની કબુલાત કરી લીધી છે, પરંતુ પોલીસને હજુ સુધી જૈન મૂનિની લાશ મળી નથી. આરોપીઓ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા છે.

કર્ણાટકના બેલગાવી જિલ્લામાં મૂનિ કામકુમાર નંદી મહારાજની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મૂનિ બુધવારથી ગાયબ હતા અને ગુરુવારે ભક્તોએ પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બેલગાવી જિલ્લાના ચિક્કોડી વિસ્તારની આ ઘટના છે. ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી અને એકની પુછપરછ કરી તો તેણે કામકુમાર નંદીની હત્યાની કબુલાત કરી લીધી હતી. આરોપીએ કહ્યું કે, જૈન મૂનિનું અપહરણ કરીને તેમની લાશ ફેંકી દેવામાં આવી છે અને અન્ય એક વ્યકિત પણ હત્યામાં સામેલ છે. પોલીસે બંને વ્યકિતની ધરપકડ કરી છે.

મીડિયાન અહેવાલો મુજબ, બેલગાવી જિલ્લામાં આવેલા ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં નંદીપર્વત આશ્રમમાં આચાર્ય કામકુમાર નંદી મહારાજ છેલ્લાં 15વર્ષથી રહેતા હતા. ગુરુવારે આચાર્ય કામકુમાર નંદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમપ્પા ઉગારેએ પોલીસમાં આચાર્યના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આચાર્ય નંદીની લાશ શોધી રહી છે.

પોલીસે કહ્યું કે, આરોપીઓ જૈન મૂનિની હત્યા ક્યાં કરી અને શબને ક્યાં ફેંક્યું? એ વિશે સ્પષ્ટ માહિતી આપી નથી રહ્યા. એક વાત એ સામે આવી રહી છે કે આરોપીઓઅ જૈન મૂનિનું શબ કટકાબાવી ગામની પાસે ટુકડા કરીને ફેંકી દીધું છે. બીજી તરફ એવી વાત સામે આવે છે કે શબને કપડામાં લપેટીને નદીમાં વહાવી દેવામાં આવ્યું છે. મળેલા ઇનપૂટના આધારે પોલીસે મધરાતે કટકાબાવી ગામમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જૈન મૂનિ કામકુમાર નંદીના મૃતદેહને શોધવાની કવાયત શનિવારે પણ ચાલું રહી છે, પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી.પોલીસે કહ્યું કે, આરોપીઓએ જૈન મૂનિનું આશ્રમમાંથી અપહરણ કર્યું હતું અને હત્યા કરી હતી એ વાત કબુલી લીધી છે. પોલીસ ગામમાં  મોટા પાયે કાફલો ગોઠવી દીધો છે.

જૈન મૂનિની હત્યાને કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે એ વાતને ધ્યાનમાં રાખીને પોલીસે મોટા પાયે બંદોબસ્ત ગોઠવ્યો છે. જૈન મૂનિની હત્યા શું કામ કરવામાં આવી તે વિશે પણ હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp