નવો પ્રેમી મળ્યો તો જૂનાને સૂતો હતો ત્યારે દુપટ્ટો ગળામાં લપેટી યુવતીએ પતાવી દીધ

લખીમપુર ખેરીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક યુવતીએ દુપટ્ટા વડે તેના પ્રેમીની ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રિંકીના મુક્તપણે રહેવાના વિચારો ધરાવતી હોવાના કારણે અમિત તેને બળજબરીથી અંબાલાથી ઘરે લઈ આવ્યો હતો. આનાથી ગુસ્સે થયેલી રિંકીએ અમિત જ્યારે સૂતો હતો ત્યારે તેના ગળામાં પોતાના દુપટ્ટાની ગાંઠ બાંધીને દબાવીને મારી નાખ્યો હતો.
લખીમપુર ખેરીના ફરદાન વિસ્તારના કોરૈયા ચમરૂના રહેવાસી અમિતની તેની પ્રેમિકાએ દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાતની સાબિતી થઇ હતી. હત્યાનું કારણ અમિત અને પ્રેમિકા રિંકીની એકબીજા પર શંકા હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અમિત રિંકીને તેના મુક્તપણે રહેવાના વિચારો ધરાવતી હોવાના કારણે બળજબરીથી અંબાલાથી ઘરે લઈ આવ્યો હતો. આનાથી ગુસ્સે થઈને રિંકીએ અમિત જ્યારે સુઈ ગયો હતો ત્યારે તેના ગળામાં દુપટ્ટાની ગાંઠ મારીને ખેંચી હતી. પોલીસે રિંકી સામે ગુનો નોંધીને શુક્રવારે તેને જેલમાં મોકલી આપી હતી.
કોરૈયા ચમરુનો રહેવાસી અમિત કુમાર ગુરુવારે સવારે લગભગ આઠ વાગ્યે તેની ગર્લફ્રેન્ડ સાથે અંબાલા (હરિયાણા)થી ઘરે પરત ફર્યો હતો. લગભગ એક કલાક પછી તેની લાશ ઘરની અંદર પડેલી મળી આવી હતી. ગળામાં દુપટ્ટાનો એક છેડો ખાટલા સાથે બાંધ્યો હતો અને રિંકી ઘરમાંથી ગાયબ હતી.
શુક્રવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થયાની પુષ્ટિ થતાં પોલીસે રિંકીની કડક પૂછપરછ કરી હતી. કડકાઈ કરવાથી રિંકી એકદમ ભાંગી પડી અને પોલીસની સામે ગુનો કબૂલી લીધો. પોલીસે મૃતક અમિતના પિતાની અરજી પર કેસ નોંધીને પ્રેમિકાની ધરપકડ કરી છે. SO અનિલ સૈનીએ જણાવ્યું કે, પ્રેમિકાને તેના પ્રેમીની હત્યાના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં ગર્લફ્રેન્ડ રિંકીએ જણાવ્યું કે, તે અંબાલાથી આવવા માંગતી ન હતી. ગુરુવારે સવારે અમિત તેને બળજબરીથી ઘરે લઈ આવ્યો હતો. આ દરમિયાન અંબાલામાં અન્ય પ્રેમી સાથે વાતચીત કરવાને લઈને અમિતે તેની સાથે ઝઘડો પણ કર્યો હતો. ઝઘડા પછી મારામારી પણ થઈ હતી.
અમિત સૂઈ ગયો પછી, તેણે તેને ધક્કો માર્યો અને તેને આંગણામાં પાડી દીધો હતો અને પછી દુપટ્ટા વડે તેના ગળામાં ઘણા ફાંસો બાંધ્યા. જેના કારણે અમિતનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નીપજ્યું હતું. ત્યાર પછી, હત્યાને આત્મહત્યા બનાવવા માટે, તેણે ગળામાં ફાંસો એમ જ રહેવા દીધો અને દુપટ્ટો પણ ખાટલા સાથે બાંધી દીધો. તેણે જણાવ્યું કે હત્યા કર્યા બાદ તે ત્યાંથી અંબાલા ભાગી જવાના ઈરાદાથી નીકળી ગઈ હતી. પરંતુ પોલીસે તેની LRP ચોક પરથી ધરપકડ કરી હતી.
અમિત કુમાર અને તેની પ્રેમિકા અંબાલામાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. અમિતની ડ્યુટી દરમિયાન રિંકી રૂમમાં એકલી રહેતી હતી અને રિંકની ડ્યુટી દરમિયાન અમિત રૂમમાં એકલો રહેતો હતો. આનો ફાયદો ઉઠાવીને પ્રેમિકા રિંકીએ અન્ય યુવક સાથે વાત કરવાનું શરૂ કર્યું.
અમિતને આ વાતની જાણ થતાં તેણે રિંકીને માર માર્યો હતો. આ પછી બંને વચ્ચે અવાર નવાર ઝઘડો થવા લાગ્યો. ચાર દિવસ પહેલા રિંકીએ તેના નવા બોયફ્રેન્ડ સાથે મળીને અમિતને માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ અમિતના પિતાએ તેને ઘરે બોલાવી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp