7 વર્ષના માસૂમનો હત્યારો 40 વર્ષ બાદ ઝડપાયો, જાણો સમગ્ર મામલો

PC: newstrack.com

ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે 40 વર્ષ બાદ હત્યાના આરોપીની ધરપકડ કરી છે. આ મામલો ખેરાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ, 1982માં 7 વર્ષના બાળક હરેન્દ્રની હત્યા કરવામાં આવી હતી. તેની લાશને ગામના બગીચામાં ફેંકી દેવામાં આવી હતી. 

મૃતક હરેન્દ્રના સંબંધીઓએ ગામના જ રહેવાસી ચંદ્રભાન ઉર્ફે પન્ના અને અંતરામ ઉર્ફે અન્ના સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. અંતારામ ઉર્ફે અંતા હવે 60 વર્ષની ઉંમરનો છે. 1982માં અંતરામે તેના સાથી ચંદ્રપાલ સાથે મળીને ખેરાગઢ શહેરના ઉંટાગીરી ચોક પાસે રહેતા એડવોકેટ નાહર સિંહના 7 વર્ષના પુત્ર હરેન્દ્રનું અપહરણ કર્યું હતું. મળતી માહિતી મુજબ બાળકના પિતા પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ખંડણી ન આપવા બદલ નિર્દોષ બાળકની હત્યા કરી દીધી હતી, હત્યા કર્યા બાદ લાશ ગામમાં આવેલા બાગમાં ફેંકી દીધી હતી. 

મૃતદેહ ખુબ ખરાબ રીતે સડી ગયો હતો અને તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગી હતી. શરૂઆતમાં, સ્થાનિક લોકોને લાગ્યું કે, કોઈ મારેલું પ્રાણી સડી ગયું છે. પરંતુ, તેને ધ્યાનથી જોતા જાણવા મળ્યું કે, આ લાશ તો કોઈ બાળકની છે અને તેનું માથું કપાયેલું છે. 

આ અંગે ગ્રામજનોએ તાત્કાલિક ખેરાગઢ પોલીસને જાણ કરી હતી. મૃતદેહની ઓળખ ગામમાં રહેતા બાળક હરેન્દ્ર તરીકે થઈ હતી. તેના પિતાએ ગામના જ ચંદ્રભાન અને અંતરામ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે ચંદ્રભાનની ધરપકડ કરી હતી, પરંતુ અંતરામ ફરાર હતો. 

તેને શોધવા માટે પોલીસે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા અને તેનું ઘર પણ કબજે કરાવ્યું હતું. જોકે, તેની કોઈ ખબર મળી ન હતી. 

આ દરમિયાન સમય પસાર થતો ગયો થયો અને જોત જોતામાં 40 વર્ષ પણ વીતી ગયા. ગામમાં બધાએ બીજો અન્ય આરોપી પકડાવાની તમામ આશા છોડી દીધી હતી. ચાલાક આરોપી દિલ્હી આવીને પોલીસથી બચવા છુપાઈ ગયો હતો. તેણે અહીં બીજા લગ્ન કર્યા અને પોતાની ઓળખ બદલી અને કડિયાકામ કરવાનું શરૂ કર્યું હતું. 

વર્ષ 2023માં એટલે કે 40 વર્ષ પછી વાર્તામાં એક નવો વળાંક આવ્યો. પોલીસને ખબરી પાસેથી માહિતી મળી કે, કેસ નંબર 32/1982નો આરોપી અંતરામ દિલ્હીમાં રહે છે. આ સમયે તે આગ્રા આવ્યો છે. પોલીસે સૈયા નગર પાસેના તિહારે ગામ પાસે ઘેરો ઘાલ્યો અને આરોપી અંતરામને પકડી લીધો. 

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, અંતાએ નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. તે દિલ્હીમાં શ્રીનિવાસ નામથી રહેતો હતો. દિલ્હીમાં રહીને કડિયાકામ કરતો હતો. તેમણે દિલ્હીમાં બીજા લગ્ન પણ કર્યા હતા અને તેમને બે પુત્રી અને એક પુત્ર છે. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, અંતા 20 વર્ષનો હતો અને ચંદા 19 વર્ષનો હતો જ્યારે તેણે એડવોકેટના બાળકને માર્યો હતો. ફરાર જાહેર થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને કાયમી વોરંટ પણ નીકાળવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે 1996 પછી તેને કોઈએ જોયો ન હતો. હવે 60 વર્ષની ઉંમરે અંતા જેલમાં ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp