- National
- છોકરાએ પથ્થરથી કરી દીધી મહિલાની હત્યા, પછી પીંખીને ખાઈ ગયો ચહેરાનું માંસ
છોકરાએ પથ્થરથી કરી દીધી મહિલાની હત્યા, પછી પીંખીને ખાઈ ગયો ચહેરાનું માંસ
રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ખૂબ જ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. સરધના વિસ્તારના જંગલમાં બકરીઓ ચરાવી રહેલી એક મહિલાની પથ્થરોથી કચડીને હત્યા કરી દેવામાં આવી. એટલું જ નહીં, હત્યાના આરોપીએ મૃતક મહિલાના મોઢાનું માંસ પણ પીંખી પીંખીને ખાઈ ગયો. આ કૃત્ય બાદ એ યુવકનો ચહેરો લોહીથી લાલ થઈ ગયો. ઘટના બાદ ભાગતા યુવકને ગ્રામજનોએ પકડી લીધો અને પોલીસને સોંપી દીધો.

રિપોર્ટ્સ મુજબ, સરધના ગામમાં રહેનારી વૃદ્ધ મહિલા શાંતિ દેવી હંમેશાંની જેમ જંગલમાં બકરીઓ ચરાવવા ગઈ હતી. આ દરમિયાન જંગલમાં યુવકે મોટા પથ્થરથી હુમલો કરીને મહિલાનું માથું ફોડી નાખ્યું. પથ્થરથી ઘણી વખત હુમલો કરવાના કારણે મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. ત્યારબાદ આરોપી યુવક મહિલાના ચહેરાનું માંસ પીંખીને ખાઈ ગયો. ત્યારબાદ આરોપી યુવકે પોતાનું શર્ટ ઉતારીને વૃદ્ધનો ચહેરો ઢાંકી દીધો.
જંગલમાં બકરીઓ ચરાવી રહેલા લોકોએ જોયું તો તેમણે ગ્રામજનોને જાણકારી આપી. એ જોઈને આરોપી ભાગી નીકળ્યો. જેને ગ્રામજનોએ લગભગ એક કિલોમીટર સુધી પીછો કરીને પકડ્યો અને સેંદડા પોલીસને જાણકારી આપી. પોલીસે ઘટના પર પહોંચીને આરોપી યુવકને પકડ્યો અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસે પણ માન્યું કે, યુવકે પોતાના દાંતોથી મહિલાના મોચનું માંસ પીંખી નાખ્યું હતું.

પોલીસ તપાસમાં યુવકની ઓળખ મુંબઈના રહેવાસી 24 વર્ષીય સુરેન્દ્રના રૂપમાં થઈ છે. તે નશાને આદિ છે. વૃદ્ધ મહિલાની હત્યા બાદ ગ્રામજનોની સહાયતાથી પોલીસે ક્ષત-વિક્ષત અવસ્થામાં પડેલા શબને સંદેડા હોસ્પિટલની મોર્ચરીમાં રખાવી દીધું છે. આખરે વૃદ્ધની નિર્દયી હત્યા કેમ કરવામાં આવી? અને મુંબઇનો યુવક જંગલમાં શું કરી રહ્યો હતો? તેને લઈને પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
સેંડદા પોલીસે જણાવ્યું કે, કાલે બપોર બાદ આરોપી પકડાયો હતો. તે જંગલમાં બેઠો માંસ ખાઈ રહ્યો હતો. ગ્રામજનોએ પોલીસને જણાવ્યું કે, તેણે મહિલાનું નાક, હોઠ, ગાલ અને કાન ખાઈ લીધા હતા. મહિલાના ચહેરાના હાડકાં દેખાવા લાગ્યા હતા. સાંજે 4-5 કલાક તેની સારવાર કરવામાં આવી. તે બેહોશ થઈ ગયો હતો. જ્યારે હોશમાં આવ્યો તો આખી રાતમાં માત્ર 2 જ શબ્દ બોલી શક્યો. ક્યારેક પોતાનું નામ સુરેન્દ્ર કહે છે તો ક્યારેક સલીમ. એ સિવાય તે કોઈ જાણકારી આપી શક્યો નથી. તેની પાસે પોલીસને મહારાષ્ટ્રથી પાલી આવવાની બસ ટિકિટ અને એક પરચી મળી છે. જેમાં રેબિજના ઇન્જેક્શનની જાણકારી લખી છે.

