HDFCના પૂર્વ ચેરમેમ દિપક પારેખનો 1978મા પહેલો પગાર આટલો હતો, જાણીને ચોંકી જશો

એક જુલાઇએ HDFCના મર્જર પછી HDFC બેંક વેલ્યુએશનની દ્રષ્ટિએ દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી બેંક બની ગઇ છે. આ મર્જરના બરાબર એક દિવસ પછી દિપક પારેખે HDFCના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે 4 દશક સુધી HDFCની કમાન સંભાળી હતી. દિપક પારેખે પોતાના પદેથી રાજીનામું આપ્યા પછી તેઓ સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા છે તેનું કારણ છે તેમનો પહેલો પગાર. તેમને 1978માં મળેલો ઓફર લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમનો પહેલો પગાર દર્શાવ્યો છે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલા આ ઑફર લેટરને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને HDFC બેંકમાં જોડતી વખતે આપવામાં આવ્યો હતો. આ પત્ર ટ્વિટર પર એક યુઝરે શેર કર્યો છે. જો કે, અમે આની ચકાસણી કરી રહ્યા નથી, પરંતુ આ મુજબ, દીપક પારેખ પ્રથમ બેંકમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જોડાયા હતા અને તેમને 19મી જુલાઈ 1978ના રોજ ઓફર લેટર આપવામાં આવ્યો હતો. આ ઑફર લેટર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લગભગ 45 વર્ષ જૂના આ ઑફર લેટરમાં તેમનો પગાર મોંઘવારી ભથ્થા સંબંધિત તમામ માહિતી આપવામાં આવી છે.
ઑફર લેટર મુજબ, તેમનો 3,500 રૂપિયાના બેઝ પે પર કંપનીમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. આ સિવાય મોંઘવારી ભથ્થા તરીકે 500 રૂપિયા ઉમેરવામાં આવ્યા હતા. જો તમે અન્ય માહિતી પર નજર નાખો તો તેમાં 15 ટકા HRA અને 10 ટકા (CCA) સામેલ હતા. આ ઉપરાંત, તેમને પીએફ, ગ્રેચ્યુઇટી, તબીબી લાભો અને રજા મુસાફરીની સુવિધાઓ સાથે ટેલિફોન બિલની ભરપાઈ પણ ઓફર કરવામાં આવી હતી.
78 વર્ષીય પારેખે લગભગ ચાર દાયકા સુધી HDFC ગ્રૂપમાં સેવા આપ્યા બાદ 30 જૂન, 2023ના રોજ તેમણે અલવિદા કહ્યું. HDFC ગ્રૂપ સાથેની તેમની કારકિર્દીમાં તેઓ ડેપ્યુટી જનરલ મેનેજરથી ગ્રૂપ ચેરમેન બન્યા છે. તેમણે શેરધારકોને પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમાં તેમણે લખ્યું હતું કે હવે મારો નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે.
મારા માટે ભવિષ્ય માટે મારી આશાઓ અને સપનાઓને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. HDFCના શેરધારકો સાથે આ મારો છેલ્લો સંદેશાવ્યવહાર હશે, ત્યારે ખાતરી રાખો કે હવે અમે વૃદ્ધિ અને સમૃદ્ધિના આકર્ષક ભવિષ્યની રાહ જોઈ રહ્યા છીએ. જૂથમાં તેમના લાંબા કાર્યકાળ વિશે, તેમણે લખ્યું, HDFC માં મેળવેલ અનુભવ અમૂલ્ય રહ્યો છે. આપણો વારસો ભૂંસી શકાશે નહીં અને આપણો વારસો આગળ ધપાવવામાં આવશે. રાજીનામાની જાહેરાત કરતાં તેમણે લખ્યું, 'टाइम टू हैंग माय बूट्स’.
1 જુલાઈ 2023ના રોજ HDFC લિમિટેડ અને HDFC બેંકના મર્જર પછી હોમ ફાઇનાન્સ કંપનીનું અસ્તિત્વ બંધ થઈ ગયું. HDFC બેંક-HDFC મર્જરની અસર પછી, બેંક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 14.7 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને મૂલ્યની દ્રષ્ટિએ TCSને પાછળ છોડી દીધું છે. તમને જણાવી દઈએ કે 13 જુલાઈએ HDFC લિમિટેડના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp