CM-PMની ધરપકડના શું છે નિયમ, શું CBI સીધી કરી શકે છે અરેસ્ટ?

PC: deshgujarat.com

દિલ્હીના કથિત આબકારી નીતિ કૌભાંડની આંચ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી આવી ગઈ છે. રવિવારે CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરી. CBI ઓફિસથી નીકળ્યા બાદ રવિવારે રાત્રે કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે, ‘મને 56 સવાલ પૂછવામાં આવ્યા. મેં બધાના જવાબ આપ્યા. જેમ કે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે અમારી પાસે છુપાવવા માટે કશું જ નથી. આ આખો દારૂ કૌભાંડ નકલી અને બકવાસ રાજનીતિથી પ્રેરિત છે. અમે મરી જઈશું, પરંતુ ઈમાનદારી સાથે સમજૂતી નહીં કરીએ.’

રવિવારે જે સમયે CBI ઓફિસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ ચાલી રહી હતી, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ આશંકા વ્યક્ત કરી કે તેમની ધરપકડ કરી શકાય છે. તેને લઈને પાર્ટીએ મોડી સાંજે મીટિંગ પણ બોલાવી હતો. જો કે, CBIએ પૂછપરછ બાદ કેજરીવાલને પાછા મોકલ્યા. જો કે, આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાય છે? આ તો ક્યારે અને કેવી રીતે? કાયદામાં પ્રવધાન શું છે?

મુખ્યમંત્રીની ક્યારે ધરપકડ કરી શકાય છે?

કોડ ઓફ સિવિલ પ્રોસિજરની કલમ 135 હેઠળ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, લોકસભા અને રાજ્યસભાના સભ્ય, મુખ્યમંત્રી, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોને ધરપકડથી છૂટ મળી છે. આ છૂટ માત્ર સિવિલ કેસોમાં છે, ક્રિમિનલ કેસોમાં નહીં. આ કલમ હેઠળ સંસદ, વિધાનસભા કે વિધાનપરિષદના કોઈ સભ્યની ધરપકડ કે કસ્ટડીમાં લેવાનું છે, તો સદનના અધ્યક્ષ કે સભાપતિ પાસે મંજૂરી લેવી જરૂરી છે. કલમ એ કહે છે કે, સત્રથી 40 દિવસ અગાઉ, આ દરમિયાન અને તેના 40 દિવસ બાદ સુધી ન તો કોઈ સભ્યની ધરપકડ કરી શકાય છે અને ન તો કસ્ટડીમાં લઈ શકાય છે.

એટલું જ નહીં, સંસદ, વિધાનસભા કે વિધાનસભા પરિસરની અંદરથી પણ કોઈ સભ્યની ધરપકડ કે કસ્ટડીમાં નહીં લઈ શકાય કેમ કે અધ્યક્ષ કે સભાપતિનો આદેશ ચાલે છે. જો કે, વડાપ્રધાન સંસદના, મુખ્યમંત્રી વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય હોય છે એટલે તેના પર પણ નિયમ લાગૂ થાય છે. આ છૂટ માત્ર સિવિલ કેસોમાં મળી છે, ક્રિમિનલ કેસોમાં નહીં. એટલે કે ક્રિમિનલ કેસોમાં સંસદના સભ્ય, વિધાનસભાના સભ્ય કે વિધાનપરિષદના સભ્યની ધરપકડ કે કસ્ટડીમાં લઈ શકાય છે, પરંતુ તેની જાણકારી અધ્યક્ષ કે સભાપતિને આપવાની હોય છે.

રાષ્ટ્રપતિ-રાજ્યપાલની ધરપકડ પર શું છે નિયમ?

સંવિધાનના અનુચ્છેદ 361 હેઠળ  રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને છૂટ આપી છે. એ હેઠળ રાષ્ટ્રપતિ કે કોઈ રાજ્યપાલની પદ પર રહેતા ધરપકડ કે કસ્ટડીમાં નહીં લઈ શકાય. કોઈ કોર્ટ તેમની વિરુદ્ધ કોઈ આદેશ પણ જાહેર નહીં કરી શકે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સિવિલ અને ક્રિમિનલ બંને જ કેસોમાં છૂટ મળી છે. જો કે, પદ પરથી હટ્યા બાદ તેમની ધરપકડ કે કસ્ટડીમાં લઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp