જાણો CBI અને CID વચ્ચે શું અંતર છે

PC: twitter.com

ઘણી વખત લોકો CBI અને CIDના કામને લઇને કન્ફ્યુઝ રહે છે. સરકારના આ બે વિભાગોનું કામ ગુના સંબંધિત મુદ્દાને ઉકેલવાનું છે. પણ બન્ને વિભાગ એકબીજાથી ઘણા અલગ છે. CBI એટલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને CID એટલે ક્રાઇમ ઇનવેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ. જાણો બન્ને વચ્ચે અંતર શું છે.

CBI અને CID બે અલગ અલગ એજન્સીઓ છે. બન્નેની કામ કરવાની રીત ઘણી અલગ અલગ હોય છે. CID રાજ્ય સરકારના આદેશ પર કામ કરે છે અને CBI કેન્દ્ર સરકાર, ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પર કામ કરે છે.

CBIની સ્થાપના 1963માં થઇ હતી અને CIDની સ્થાપના બ્રિટિશ શાસનકાળ દરમિયાન 1902માં થઇ હતી CBI એક કેન્દ્રીય એજન્સી છે અને CID એ રાજ્ય સરકારની તપાસ એજન્સી છે.

CBI ભારત સરકારના આદેશ પર દેશના કોઇપણ ખૂણામાં તપાસ કરી શકે છે. જોકે, અમુક રાજ્યો જેવા કે બંગાળ વગેરેમાં રાજ્ય સરકારની અનુમતિ લેવી પડે છે.

CBI હત્યા, ગોટાળા અને ભ્રષ્ટાચારના કેસની તપાસ કરે છે, જ્યારે CID રાજ્ય સરકારના આદેશ પર હત્યા, અપહરણ, રમખાણો અને ચોરી સંબંધિત કેસોની તપાસ કરે છે.

CIDના કોઇપણ કેસની તપાસ હાઇકોર્ટના આદેશ પર પણ રાજ્ય સરકારે કરાવવી પડે છે. જ્યારે, CBI કેન્દ્ર સરકાર કે સુપ્રિમ કોર્ટના આદેશ પર આખા દેશના કોઇપણ ખૂણે તપાસ કરી શકે છે.

ઉમેદવાર રાજ્ય પોલીસ બળના માધ્યમથી CIDમાં શામેલ થઇ શકે છે, જેના સેવા રેકોર્ડના આધાર પર તેના સંબંધિત વિભાગમાં પદોન્નત કરવામાં આવે છે. તેઓ સિવિલ સેવા પરીક્ષા કે UPSC, CSE પણ ઉત્તીર્ણ કરી શકે છે.

બીજી બાજુ CBI માટેની પસંદગી સિવિલ સેવા પરીક્ષાના માધ્યમથી કરવામાં આવતી હોય છે. CBIમાં ગ્રુપ એ ઓફિસર બનવા માટે ઉમેદવારે આ પરિક્ષા ક્વોલિફાય કરવી પડે છે અને IPS ઓફિસર બનવું પડે છે. SSC CJL પરીક્ષા પાસ કરીને ઉમેદવાર CBIમાં સપ ઇન્સ્પેક્ટર પણ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp