26th January selfie contest

હવે લેબમાં બનશે હીરા, ચમક એવી કે જે લેબના હીરાને આપશે ટક્કર

PC: yadavjewelry.com

હીરાની ચમકથી દુનિયા વાકેફ છે. હીરો એટલે કે ડાયમંડ હવે લેબમાં જ બને તેના પર કામ શરૂ થઈ ચુક્યુ છે. ઘણા દેશ આગળ નીકળી ચુક્યા છે. ભારત હાલ હીરાની આયાત કરે છે અને આ જ કારણ છે કે ડાયમંડ ખરીદવો બધા માટે શક્ય નથી. બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, ભારતમાં લેબ ગ્રોન ડાયમંડ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ શરૂ થશે. ભારત પોતાનો લેબ ગ્રોન ડાયમંડ બનાવશે અને આ કામ IIT કરશે. તેને કારણે આયાત પર નિર્ભરતા ઓછી થશે અને રોજગારમાં મદદ મળશે.

શું હોય છે લેબ ગ્રોન ડાયમંડ?

આ ડાયમંડ લેબમાં બને છે. લાંબા સમયથી ખાણો દ્વારા હીરા કાઢવામાં આવે છે. પરંતુ, હવે તે લેબની અંદર બની રહ્યા છે. રાસાયણિક રૂપથી હીરા શુદ્ધ કાર્બનથી બનેલા હોય છે. હીરાને ખાણમાંથી કાઢવામાં ઘણી મહેનત, સમયની બરબાદી અને પાણી લાગે છે. જ્યાં હીરાનું ખનન કરવામાં આવે છે ત્યાં હજારો વૃક્ષો કાપી નાંખવામાં આવે છે. ખાણોમાં કામ કરતા મજૂરોની હાલત ખરાબ હોય છે અને હીરા મળશે જ એવી કોઈ ગેરેંટી નથી. એવામાં પ્રયોગશાળામાં બનેલા હીરા ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

લેબ ગ્રોન ડાયમંડનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં પણ આ કામ ચાલી રહ્યું છે. ભારતમાં સૌથી પહેલા 2004માં લેબ ગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો હતો અને તેનો શ્રેય ટેક્નોલોજીને જાય છે. આ એક એવી ટેક્નોલોજી છે, જેના દ્વારા પ્રયોગશાળામાં હીરા બનાવવામાં આવે છે. ભારત આ ક્ષેત્રમાં પાછળ રહેવા નથી માંગતું આથી, નાણા મંત્રીએ બજેટમાં તેનું રિસર્ચ સેન્ટર ખોલવાની વાત કહી છે. તેનાથી રોજગાર વધશે સાથે જ જે આયાત ભારતે કરવાની હોય છે તેમા ઘણો ઘટાડો આવશે.

એલાઈડ માર્કેટ રિસર્ચના એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, વર્ષ 2021થી 2030 સુધી લેબ ગ્રોન ડાયમંડનું બજાર દર વર્ષે આશરે 9 ટકાની સ્પીડથી વધશે. પ્રયોગશાળામાં વિકસિત હીરાનું બજાર વર્ષ 2030 સુધી 49.9 બિલિયન ડૉલર એટલે કે 4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે.

કઈ રીતે બને છે હીરો?

પૃથ્વીના ગર્ભમાં જ્યારે તાપમાન ખૂબ જ ગરમ હોય છે, તે સમયે કાર્બનના એટમ એકબીજા સાથે જોડાવા માંડે છે અને હીરો તૈયાર થવા માંડે છે. એ જ રીતે લેબમાં પણ કાર્બનના એટમ (અણુઓ)ને ખૂબ જ પ્રેશર અને તાપમાન પર ઠાંસી-ઠાંસીને ભેગા કરવામાં આવે છે અને તે હીરો બને છે. કોલસાની જેમ માણસ અને પ્રાણીઓના ટીશ્યૂને પણ હીરામાં બદલી શકાય છે. પ્રયોગશાળામાં હાઈડ્રોકાર્બન ગેસના મિશ્રણને 800 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરે છે. આ કારણે કાર્બનના એટમ તૂટવા માંડે છે અને પરત પર પરત હીરાના આકારના મોલ્ડમાં જમા થવા માંડે છે અને તે જ પછી ક્રિસ્ટલના રૂપમાં બદલાઈ જાય છે. આ રીતે લેબ ગ્રોન ડાયમંડનો જન્મ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp