શિવલિંગ હટાવવાનો ચૂકાદો લખતા સમયે રજિસ્ટ્રાર થયા બેભાન તો હાઈકોર્ટના જજે...

કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ જોય સેનગુપ્તાએ એક મામલામાં ચૂકાદો આપ્યો કે વિવાદિત જમીનથી શિવલિંગ હટાવવું જોઇએ. પણ તે શિવલિંગને હટાવવાનો ચૂકાદો રેકોર્ડ કરતા સમયે અસિસ્ટેંટ રજિસ્ટ્રાર અચાનક બેભાન થઇ ગયા. તેમને કોર્ટના સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા. તો બીજી બાજુ રજિસ્ટ્રારની સ્થિતિ જોઇ જસ્ટિસે પણ પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

કોર્ટના સૂત્રો અનુસાર, મુર્શિદાબાદના બેલડાંગા સ્થિત ખિદિપુરના સદીપ પાલ અને ગોવિંદ મંડલની વચ્ચે જમીનના એક ભાગને લઇ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં આ વિવાદ મારામારી પર ઉતરી આવ્યો હતો. કથિત પણે ત્યાર પછી ગોવિંદે વિવાદિત જમીન પર રાતો-રાત શિવલિંગની સ્થાપના કરી દીધી. સુદીપે આની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી. પોલીસે આ મામલાની તપાસનું આશ્વાસન આપ્યું. જોકે, જ્યારે પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં તો સુદીપે કલકત્તા હાઈકોર્ટમાં કેસ દાખલ કરી દીધો.

અરજીકર્તા સુદીપ પાલના વકીલ તરુણજ્યોતિ તિવારીએ કોર્ટને જણાવ્યું કે, ગોવિંદાએ જાણી-જોઇને વિવાદિત જમીન પર શિવલિંગ સ્થાપિત કર્યું હતું. પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. આ કારણે કોર્ટે આ મામલામાં દખલ કરવી જોઇએ.

ગોવિંદાના વકીલ મૃત્યુંજય ચટ્ટોપાધ્યાયે જજને કહ્યું કે, ગોવિંદા દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી નથી. બલ્કે શિવલિંગ જાતે જમીનમાંથી નીકળ્યું છે. બંને પક્ષો તરફની દલીલો સાંભળ્યા પછી જસ્ટિસ જોય સેનગુપ્તાએ શિવલિંગને જમીનમાંથી હટાવવાનો આદેશ આપ્યો. જજના આ ચૂકાદાનો આદેશ રેકોર્ડ કરતા સમયે અચાનક અસિસ્ટેંટ રજિસ્ટ્રાર વિશ્વનાથ રાય બેભાન થઇ પડી ગયા. ઘટનાના 10 મિનિટ પછી ન્યાયાધીશ સેનગુપ્તા કોર્ટમાં આવ્યા અને કહ્યું કે કોર્ટ આ મામલે કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. આ જોઇને જસ્ટિસે પણ પોતાનો ચૂકાદો બદલી નાખ્યો અને કહ્યું કે, આ કેસ નીચલી અદાલતમાં સિવિલ કેસના માધ્યમથી ચલાવવામાં આવશે.

હાલમાં અધિક માસમાં ચારેય તરફ શિવલિંગ પર પાણી અપર્ણ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. એવામાં સમયમાં કલકત્તા હાઈકોર્ટે શિવલિંગને હટાવવાના નિર્ણયને નોંધ કરવામાં પરેશાનીનો સામનો કરતા જોઇ સૌ કોઈ આશ્ચર્યમાં છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.