2027 સુધીમાં બનીને તૈયાર થઈ જશે કોલકાતા-બેંગકોક હાઈવે, થશે આ ફાયદા

PC: curlytales.com

બહુપ્રતીક્ષિત કોલકાતા-બેંગકોક હાઈવે એટલે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની સરકારનું સપનું હવે આવનારા 3થી 4 વર્ષોમાં સાકાર થવા જઈ રહ્યું છે. વર્ષ 2027 સુધી આ નવા ત્રિપક્ષીય રાજમાર્ગને આધિકારીકરીતે ખુલ્લો મુકવામાં આવશે. તેનાથી ભારત, થાઇલેન્ડ અને મ્યાંમારની વચ્ચે વેપારના સંબંધોને મજબૂતી મળશે. સામાન્ય લોકોથી લઇને વેપાર કરનારાઓ રસ્તાના માર્ગે ત્રણ દેશોની વચ્ચે યાત્રા કરી શકશે. આશરે 2800 કિલોમીટરનો આ લાંબો રાજમાર્ગ ભારત અને થાઈલેન્ડની વચ્ચે સંબંધો માટે એક મહત્ત્વનો માઇલ સ્ટોન સાબિત થવાનો છે. બેંગકોક માટે પહેલા હવાઈમાર્ગે યાત્રા થતી હતી પરંતુ, હવે લોકો જમીન માર્ગે પણ પહોંચી શકશે.

આ પ્રોજેક્ટ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીનું એક સપનું હતું. તેમણે એપ્રિલ 2002માં મ્યાંમારના યાંગૂનમાં ભારત, મ્યાંમાર અને થાઈલેન્ડની વચ્ચે એક મંત્રીસ્તરીય બેઠક યોજવામાં આવી હતી અને આ દરમિયાન ત્રિપક્ષીય રાજમાર્ગ પરિયોજનાનું પ્રારૂપ તૈયાર થયુ. તેનો ઇરાદો ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંઘની વચ્ચે વેપાર વધારવાનો હતો.

વાસ્તવમાં આ ખૂબ જ મોટી પરિયોજના છે. તેનાથી ઘણા રાષ્ટ્રને લાભ મળશે. ક્ષેત્રીય વ્યાપાર અને પરિવહન વ્યવસ્થા સંપૂર્ણરીતે બદલાઈ જશે. તેનાથી ભારત અને થાઈલેન્ડની વચ્ચે સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે. તેને બહુ-ક્ષેત્રીય ટેકનિક અને આર્થિક સહયોગ (BIMSTEC) પરિયોજનાનું નામ આપવામાં આવ્યું છે. પરિયોજનાનું કામ પહેલાથી જ શરૂ થઈ ચુક્યુ છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી મળવાની આશા છે.

160 કિલોમીટર લાંબી ભારત-મ્યાંમાર મૈત્રી માર્ગ નિર્માણ પરિયોજના શરૂ થઈ જેને 2009 સુધી આ પરિયોજના પૂર્ણ થઈ જવાની હતી. ત્યારબાદ મ્યાંમારમાં પુલોનું રીપેરિંગનું કામ થવાનું હતું. પરંતુ, આગળ આર્થિક તંગીને પગલે ભારતમાં જ્યાં સુધી કામ થઈ શક્યું હતું, ત્યાં જ અટકી ગયુ. પછી મે 2012માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, ભારત આ રાજમાર્ગને ફોર લેનમાં બદલવા અને 71 પુલોનું પુનનિર્માણ કરવા માટે 100 મિલિયન ડૉલર ખર્ચ કરશે. પરંતુ, 2014 સુધી આ કામ ના થઈ શક્યું.

ઓગસ્ટ 2016માં ભારત અને મ્યાંમારે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા. જે અનુસાર નક્કી એ થયુ કે, ભારત તામૂથી કલેવા રસ્તાના 146.28 કિલોમીટરના ખંડમાં 69 પુલોના નિર્માણ માટે ધન આપશે. મ્યાંમાર ક્ષેત્રમાં રાજમાર્ગ પર તમામ બાકી કામોને પૂર્ણ કરવા માટે ભારતે ઓગસ્ટ 2017માં 256 મિલિયન ડૉલર આપ્યા. ત્યારબાદ મોદી પ્રશાસને એ જ વર્ષે સપ્ટેમ્બરમાં રાજમાર્ગના આગળના હિસ્સાની જાળવણી માટે 150 મિલિયન ડૉલરની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા. ભારત, મ્યાંમાર અને થાઈલેન્ડની વચ્ચે આંતર-સરકારી વાર્તા અંતર્ગત કાર્ગો અને યાત્રિ વાહનોના આવાગમનને સુવિધા સંપન્ન બનાવવા માટે પ્રોટોકોલ સાથે સમજૂતિ કરવામાં આવી છે.

આખો રાજમાર્ગ આશરે 2800 કિલોમીટર લાંબો હશે. જોકે, થાઈલેન્ડમાં આ રસ્તાનો સૌથી નાનો ખંડ હશે જ્યારે તેનો સૌથી લાંબો હિસ્સો ભારતમાં હશે. ત્રિપક્ષીય રાજમાર્ગ બેંગકોકમાં શરૂ થશે અને મ્યાંમારમાં સુખોથાઈ, માઈ સૉટ, માંડલે, યાંગૂન, કલેવા અને તામૂ થઈને પસાર થશે. ભારતમાં તે કોહિમા, મોરેહ, શ્રીરામપુર, ગુવાહાટી, કોલકાતા અને સિલીગુડીમાંથી પસાર થશે.

આ પ્રોજેક્ટના પ્રારૂપને જોતા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ત્રિપક્ષીય રાજમાર્ગ યાત્રા સુવિધા અને પરિવહનને સારું બનાવવાની દિશામાં નવી સંભાવનાઓના દ્વાર ખોલશે. સરહદ પાર નિવેશ વધશે અને આર્થિક વિકાસને ગતિ મળશે. કોલકાતા-બેંગકોક રાજમાર્ગ બાદ અનુમાન એ લગાવવામાં આવ્યો છે કે, ભારત અને થાઈલેન્ડની વચ્ચે પર્યટન વધશે કારણ કે, યાત્રા સુલભ થઈ જશે.

ભારતીય વ્યાપાર મંડળ (ICC) અને વિદેશ મંત્રાલય (MEA) તરફથી આયોજિત એક વ્યાપારિક સંમેલનમાં ભાગ લેનારા વ્યાપારના વિદેશ મંત્રિઓના જણાવ્યા અનુસાર, ત્રિપક્ષીય રાજમાર્ગ આવનારા 3થી 4 વર્ષોમાં આધિકારીકરૂપથી ખુલી જશે. થાઈલેન્ડ સરકાર અનુસાર, પરિયોજનાનું મોટાભાગનું કામ થાઈલેન્ડમાં પૂરું થઈ ચુક્યુ છે. તેમજ, મ્યાંમારનું પણ કહેવુ છે કે, તેમના દેશમાં 1512 કિમીના મોટાભાગના રાજમાર્ગનું નિર્માણ કરી લેવામાં આવ્યું છે, બાકીનું કામ આવનારા ત્રણ વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp