જાહેર સભામાં એક વ્યક્તિએ ધારાસભ્યને થપ્પડ જડી દીધી, જુઓ વીડિયો

PC: indianexpress.com

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યકિતેએ જાહેરસભામાં ધારાસભ્યને થપ્પડ જડી દેતા  હંગામો મચી ગયો છે. આ ઘટના શનિવારની છે, જ્યારે કોલકાતામાં Dearness Allowance (DA) માંગણી સાથે ભૂખ હડતાળ પર બેઠેલા કર્મચારીઓને ધારાસભ્ય સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યકિતએ મંચ પર આવીને તેમની પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઇન્ડિયન સેક્યૂલર ફ્રન્ટ (ISF)ના નેતા અને કોલકાતાના ધારાસભ્ય નૌશાદ સિદ્દિકી માઇક પર સંબોધન કરી રહ્યા હતા. તે વખતે એક વ્યકિત સ્ટેજ પર તેમની પાસે આવ્યો હતો. હજુ તો ધારાસભ્ય નૌશાદ કઇ સમજી શકે તે પહેલાં જ મંચ પર આવેલા વ્યકિતએ હાથ ઉઠાવી દીધો હતો. જો કે હાથ તેમના ગાલ પર નહોતા વાગ્યો, પરંતુ ખભા પર એટલો જોરથી લાગ્યો હતો કે નૌશાદ સ્ટેજ પર જ ગડથોલિયું ખાઇ ગયા હતા.

એ પછી નૌશાદની આસપાસ બેઠેલો લોકોએ એ વ્યકિતને પકડી લીધો હતો અને બધાએ ભેગાં થઇને તેની જબરદસ્ત પિટાઇ કરી નાંખી હતી અને પોલીસને સોંપી દીધો હતો.

ઘટના સ્થળે હાજર લોકોએ કહ્યું હતું કે, હુમલો કરનાર વ્યકિતએ સ્ટેજ પર આવીને ધારાસભ્ય નૌશાદને કહ્યું હતું કે, તમે લઘુમતીઓ માટે શું કર્યું છે? ધારાસભ્ય નૌશાદ હજુ તો જવાબ આપે તે પહેલાં જ સ્ટેજ પર આવેલા માણસે ધક્કો મારી દીધો હતો.

ધારાસભ્ય નૌશાદ પર હુમલો કરનાર વ્યકિતની ઓળખ અબ્દુલ સલામ તરીકે થઇ છે અને તે 35 વર્ષનો છે. અબ્દુલ હાવડા જિલ્લાના બાંકરા પશ્ચિમ પારા વિસ્તારનો રહેવાસી છે.

ઇન્ડિયા સેક્યુલર ફ્રન્ટ(ISF)ના નેતા અને ભાંગર ધારાસભ્ય નૌશાદ સિદ્દીકીની ISFના સ્થાપના દિવસના કાર્યક્રમ દરમિયાન હિંસા ભડકાવવાના આરોપમાં 21 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. જો કે 41 દિવસ પછી 4 માર્ચે પ્રેસિડેન્સી જેલમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા નીચલી કોર્ટમાંથી ઘણી વખત જામીન નામંજૂર થયા પછી, કલકત્તા હાઈકોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તે વખતે નૌશાદ સિદ્દીકીએ કહ્યુ હતું કે.મેં છેલ્લા 41 દિવસમાં જેલમાં ઘણી બધી બાબતોનું અવલોકન કર્યું છે. હું તેની સાથે આગળ વધીશ અને લોકો માટે બોલતો રહીશ.

છેલ્લાં ઘણા વખતથી એવું જોવા મળી રહ્યું છે કે નેતાઓ સ્ટેજ પરથી બોલતા હોય ત્યારે નારાજ લોકો સ્ટેજ પર ધસી જઇને હુમલો કરી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp