26th January selfie contest

ન ઘોડો-ન બેન્ડબાજા, જાનૈયા ઘરેથી જમીને આપ્યા, દિલ જીતી લેશે આ લગ્ન

PC: zeenews.india.com

આજકાલ જ્યાં જુઓ ત્યાં લગ્નોની ધૂમ સંભળાઈ રહી છે. લગ્નની સિઝનમાં સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા લગ્નોની તસવીરો અને વીડિયોઝ વાયરલ થતા રહે છે. ઘણા વીડિયોઝમાં લગ્નોના રીતિ-રિવોજો દેખાય છે તો ક્યાંક ભવ્ય લગ્નોની યૂનિક એન્ટ્રી બતાવવામાં આવે છે પરંતુ, રાજસ્થાનના કોટામાં એક એવા લગ્ન સામે આવ્યા છે, જેને જોઈને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે.

મજેદાર વાત તો એ છે કે, લગ્નમાં ના તો વરરાજા ઘોડા પર ચડ્યા અને ના કોઈ દહેજ આપવામાં આવ્યું. ના તો લગ્નના કાર્ડ વહેંચવામાં આવ્યા અને ના બેન્ડ બાજા વગાડવામાં આવ્યા. તેના કરતા પણ મજેદાર વાત એ છે કે, જે જાનૈયાઓ આવ્યા હતા, તે બધા જ પોતાના ઘરેથી ખાવાનું ખાઈને આવ્યા હતા. એવામાં આ લગ્નનું વાયરલ થવુ સ્વાભાવિક છે.

આજકાલના લગ્નોમાં માત્ર દેખાડો જ થાય છે. કેટલાક લોકો તો લગ્નોમાં લાખો કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે. ઘણા લોકો લગ્નને યાદગાર બનાવવા માટે એકથી એક ચડિયાતા પ્રબંધો કરે છે. સામાજિક દેખાડાને પગલે જ ઘણીવાર દીકરીઓના પિતાએ દેવુ કરવું પડે છે. દીકરો હોય કે દીકરી, કોઇના પણ લગ્નને યાદગાર બનાવવા માટે તેમના માતા-પિતા કોઈ કસર નથી છોડતા. ખાવાનામાં પણ એકથી એક ચડિયાતા વ્યંજનો હોય છે પરંતુ, રાજસ્થાનના કોટામાંથી એક એવા લગ્ન સામે આવ્યા છે, જેના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે.

લગ્નમાં વરરાજા ઘોડી પર ચડીને નહોતા આવ્યા અને ના વરઘોડામાં ધૂમધામ કરવામાં આવી. વરરાજા પોતાની સાથે જે જાનૈયાઓને લઇને આવ્યા હતા, તેઓ પણ પોતાના ઘરેથી ખાવાનું ખાઈને આવ્યા હતા. સાથે જ, જ્યારે દુલ્હનને વિદાય કરવામાં આવી તો તેને દહેજ આપ્યા વિના વિદાય કરવામાં આવી. આ ખાસ લગ્નને કરવામાં માત્ર 20000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. થોડાં દિવસ પહેલા, કોટાના ચંદ્રઘંટામાં રહેલી મરિયમ સિદ્દીકીના લગ્ન વિજ્ઞાન નગરમાં રહેતા જીશાન અલી સાથે કરવામાં આવ્યા. આ બંનેના નિકાહમાં ના તો વરરાજા-વધુને બે દિવસ પહેલા મહેંદી લગાવવામાં આવી અને ના સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

દુલ્હનના પિતાએ જણાવ્યું કે, જાનૈયાઓએ તેના પરિવાર પર કોઈપણ પ્રકારનો ખર્ચ ના નાંખ્યો. તેમનું કહેવુ હતું કે, આ કારણે તેમની દીકરીના લગ્ન ખૂબ જ ઓછાં ખર્ચામાં પૂર્ણ થઈ ગયા. પિતા નઝીમુદ્દીને એવુ પણ જણાવ્યું કે, તેમણે લગ્નનો કાર્ડ પણ નથી છપાવ્યો અને મહેમાનોને બોલાવવા માટે ફોન કર્યો હતો. સાથે જ જાનૈયાઓ માટે કોઈ રિસેપ્શન પણ અલગથી નથી રાખવામાં આવ્યું. દુલ્હનના પિતાએ એવુ પણ કહ્યું કે, જાનૈયાઓને છોકરીવાળાએ પહેલાથી જ જણાવી દીધુ હતું કે, જે પણ આવે તે પોતાના ઘરેથી ખાવાનું ખાઇને આવે. એક નાનકડી જગ્યા પર પરિવારજનોની હાજરીમાં દુલ્હા-દુલ્હને નિકાહ કુબૂલ કરી લીધા.

દુલ્હનના પિતાનું કહેવુ છે કે, સમાજમાં લોકો લગ્નમાં મોભો બતાવવા માટે વ્યાજ પર રૂપિયા લાવે છે અને પછી જીવનભર તેને ચુકવતા રહે છે. ઘણા લોકો તો દીકરીના જન્મ પર દુઃખી થાય છે. કેટલાક લોકોની સામે દેખાડો કરવા માટે દીકરીના પિતા મોટું દેવુ કરી દે છે પરંતુ, ક્યારેય દીકરીના લગ્નને બોજ ના બનાવવા જોઈએ અને સાદગીથી જ લગ્ન કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp