શહીદ જવાનની કહાની: પિતા કારગિલમાં થયા શહીદ, હવે પૂંછમાં દીકરાએ આપ્યું બલિદાન

PC: livehindustan.com

જમ્મુ-કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં સર્વોચ્ચ બલિદાન આપનારા 5 જવાનોમાંથી એક લાંસ નાયક કુલવંત સિંહ પણ હતા. તેમના મોતના સમાચાર સાંભળતા જ તેમના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહીદનું પાર્થિવ શરીર ગામ પહોંચી ચૂક્યું છે. હજારોની ઉપસ્થિતિમાં પૂરા સૈન્ય સન્માન સાથે શહીદને અંતિમ વિદાઇ આપવામાં આવશે. કુલવંત સિંહ અગાઉ તેમના પિતાએ વર્ષ 1999માં કારગિલ યુદ્વમાં પોતાની કુરબાની આપી હતી. પિતાની જેમ જ દીકરો પણ વીરગતિ પામ્યો.

કારગિલની ટોચ પર પોતાના પિતાના સર્વોચ્ચ બલિદાન આપવાના 11 વર્ષ બાદ કુલવંત સિંહ વર્ષ 2010માં સેનામાં સામેલ થયા હતા. લાંસ નાયક કુલવંત સિંહના માતાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ‘ઘર છોડવા અગાઉ તેણે મને કહ્યું હતું કે, તે સારી રીતે આવી જશે અને મને ચિંતા ન કરવા કહ્યું હતું. કુલવંતની દોઢ વર્ષની દીકરી અને 3 મહિનાનો દીકરો છે, જે તેના જતા રહ્યા બાદ અનાથ થઈ ગયા છે. લાંસ નાયક કુલવંત સિંહનો પરિવાર પંજાબના મોગાના ચાડિક ગામમાં રહે છે.

ગામના સરપંચ ગુરચરણ સિંહે ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે, કુલવંત સિંહ પરિવારનો એકમાત્ર કમાનાર હતો, એટલે સરકારે તેના પરિવારની દરેક સંભવિત મદદ કરવા માટે આગળ આવવું જોઈએ. સરકારે આગળ આવવું જોઈએ અને તેમના પરિવારની મદદ કરવી જોઈએ.  સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ગુરુવારે રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચેથી પસાર થઈ રહેલા સેનાના એક વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબારી કરી.

શંકાસ્પદ લશ્કરના આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડના સંભવિત ઉપયોગના કારણે વાહનમાં આગ લાગી ગઈ. સેનાએ કહ્યું કે, વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાનો માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના 5 જવાનોની આ ઘટનામાં શહીદ થઈ ગયા. હુમલા બાદ સેનાએ લગભગ 6-7 આતંકવાદીઓના એક ગ્રુપની જાણકારી મેળવવા માટે શુક્રવારે મોટા પ્રમાણ પર અભિયાન ચલાવ્યું. 

આ અભિયાનમાં સેના, પેરામિલિટ્રી ફોર્સ અને સ્થાનિક પોલીસના લગભગ 2000 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. એક રક્ષા અધિકારીએ જણાવ્યું કે, સેના અને સુરક્ષા એજન્સીઓને રાજૌરી-પૂંછ સેક્ટરમાં એ વિસ્તાર પાસે 2 ગ્રુપમાં સક્રિય 6-7 આતંકવાદીઓની ઉપસ્થિતિ બાબતે ઈનપુટ મળ્યા છે, જ્યાં કાલે ઘટના થઈ હતી. અભિયાનમાં મદદ કરવા માટે ડ્રોન અને દેખરેખ હેલિકોપ્ટરો સાથે ઘણી વિશેષ બળોની ટીમોને વિસ્તારમાં મોકલવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp