'લડકી ચીઝ હી ઐસી હૈ...', ફિલ્મ 'અજમેર 92' પર સરવર ચિશ્તીનું વિવાદાસ્પદ નિવેદન

PC: etvbharat.com

અજમેરના સરવર ચિશ્તીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. ચિશ્તીએ કહ્યું, છોકરી વસ્તુ જ એવી છે, મોટામાં મોટા પણ લપસી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચિશ્તીએ આ નિવેદન ફિલ્મ 'અજમેર 92'ને લઈને આપ્યું છે. આ નિવેદનને લઈને વિશ્વ હિન્દુ પરિષદે સરવર ચિશ્તી પર નિશાન સાધ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, જે લોકો મહિલાઓને ખેતી માનતા હોય, જેઓ તેમને હલાલા કરાવતા હોય, તેઓ એક મહિલાને એક ઉપભોગની વસ્તુ સિવાય બીજું શું ગણશે. શરમ આવે છે કે તે ભારતીય છે.

સરવર ચિશ્તીએ કહ્યું, 'માણસને પૈસાથી ભ્રષ્ટ કરી શકાતો નથી, મૂલ્યોથી ભ્રષ્ટ થઈ શકતો નથી. છોકરી વસ્તુ એવી છે કે મોટામાં મોટા પણ લપસી જાય છે. વિશ્વામિત્રની જેમ ભટકી શકે છે. તમે જ જુઓ, જેલમાં રહેલા તમામ બાબાઓ માત્ર એ જ છે જેઓ છોકરીના કેસમાં ફસાયેલા છે. આ એક એવો વિષય છે કે જેમાં મોટા થી મોટા પણ લપસી જાય છે.'

આ અગાઉ સરવર ચિશ્તીએ કહ્યું હતું કે, પહેલા કાશ્મીરની ફાઇલ. તે પછી ધ કેરળ સ્ટોરી અને હવે અજમેર ફાઇલ્સ 92 બની રહી છે. જ્યાં પણ ચૂંટણી થાય છે તેની પહેલા આ પ્રકારની ફિલ્મ તૈયાર કરવામાં આવે છે, પરંતુ કર્ણાટકની ચૂંટણીમાં જનતાએ તેને ફગાવી દીધી હતી. તેવી જ રીતે, અજમેર 92 ફિલ્મમાં 250 છોકરીઓને બળાત્કાર અને બ્લેકમેલનો શિકાર ગણાવવામાં આવી રહી છે, જ્યારે તે સમયે માત્ર 12 છોકરીઓએ ફરિયાદ કરી હતી.

તેમણે આરોપ લગાવ્યો કે આ ફિલ્મમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ અને એક શૈક્ષણિક સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે દરગાહમાં આવી કોઈ ઘટના બની નથી અને દરગાહ સાથે સંકળાયેલા ખાદિમ સમુદાય ચિશ્તીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બ્લેકમેલમાં ઘણા લોકો સામેલ હતા, પરંતુ ખાદિમ સમાજને બદનામ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં આગામી ચૂંટણીને લઈને વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે.

વિનોદ બંસલે કહ્યું, ફિલ્મ અજમેર 92 પર અજમેર દરગાહ ખાદિમ સરવર ચિશ્તીના આ ઘૃણાસ્પદ નિવેદનથી ફિલ્મની પ્રાસંગિકતા પર આપોઆપ મહોર લાગી ગઈ છે. બંસલે કહ્યું, સરવર ચિશ્તીએ કહ્યું કે, છોકરી વસ્તુ જ એવી છે, ભલભલા લાપસી જાય, શું આ વ્યક્તિ તેની માતાને ભ્રષ્ટ નથી કહેતો, જેનાથી તે જન્મ્યો હતો?

વિનોદ બંસલે કહ્યું કે, જેઓ મહિલાઓને ખેતી માનતા હોય, જેઓ તેમને હલાલા કરાવતા હોય, તેઓ સ્ત્રીને ઉપભોગની વસ્તુ સિવાય બીજું શું સમજશે. શરમ આવે છે કે તે ભારતીય છે. સ્વર્ગમાં ગયા પછી પણ, તેઓ 72 પરીઓની સાથે મોજમજા કરવાના સપનાઓ જ જોતા હોય છે, જેઓ તેમને ટ્રિપલ તલાક, હિજાબ અને કાળી કોથળામાં કેદ રાખવા દબાણ કરતા હોય; તેઓ એક સ્ત્રીને ઉપભોગની વસ્તુ સિવાય બીજું શું માનતા હોય..., તેને શરમ આવે છે કે, તે ભારતીય છે.

ફિલ્મ 'અજમેર 92' 14 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સેક્સ સ્કેન્ડલ બ્લેકમેલિંગ પર આધારિત છે. ફિલ્મ નિર્માતાઓનો દાવો છે કે, આ ફિલ્મ 250 છોકરીઓની વાર્તા છે જેમને ફસાવવામાં આવી હતી, બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એક પછી એક એમ તબક્કાવાર બ્લેકમેલ કરવામાં આવી હતી. આ મામલામાં અજમેરની એક સ્કૂલ ગર્લને પહેલા ફસાવીને તેના ન્યૂડ ફોટા ક્લિક કરવામાં આવ્યા હતા અને પછી ફોટોના આધારે તેને બ્લેકમેઈલ કરીને અન્ય છોકરીઓને આ ગેમમાં સામેલ કરવામાં આવી હતી અને પછી એક ચેઈન બનતી ગઈ હતી, જેમાં ઘણી છોકરીઓ શિકાર બની હતી. સત્ય ઘટના પર આધારિત ફિલ્મ 'અજમેર 92'નું નિર્દેશન પુષ્પેન્દ્ર સિંહે કર્યું છે. ફિલ્મમાં કરણ વર્મા, સુમિત સિંહ, અલકા અમીન, રાજેશ શર્મા, ઈશાન શર્મા, મહેશ બલરાજ, બ્રિજેન્દ્ર કાલા, મનોજ જોશી વગેરે ઘણા કલાકારો સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp