કેદીને દિલ આપી બેઠી મહિલા જેલર, બેરેકમાં આરામથી રહેતો હતો પ્રેમી, ખુલાસો થયા પછી

PC: aajtak.in

એક મહિલા જેલરને પોતાની જેલમાં જ બંધ એક કેદી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમમાં ડૂબેલી મહિલા જેલરે કેદી માટે ઘણા આઈફોનનું સ્મગલિંગ પણ કર્યું હતું. જેલર પોતાના પ્રેમીને આ વાતની પણ જાણ કરી દેતી કે ક્યારે જેલમાં ચેકિંગ થશે, જેથી સ્મગલિંગનો સામાન છૂપાવામાં આવી શકે પરંતુ હવે આ જેલ પોતે જેલની અંદર સજા કાપી રહી છે. મહિલા જેલર એમા જોનસનને ડર્બી ક્રાઉન કોર્ટના જજ જોનાથન બેનેટે 15 મહિનાની જેલની સજા સંભળાવી હતી, જ્યારે તેમની નોકરીમાં કાઢી મૂકવામાં આવી છે. આ ઘટના બ્રિટનની છે.

એમાના જેલમાં બનેલા પ્રેમી માર્કસ સોલોમોનને પણ 13 મહિનાની વધુ જેલની સજા આપવામાં આવી છે. જજે પોતાના નિર્ણયમાં કહ્યું હતું- હું આ વાતનો સ્વીકાર કરું છું કે તમને કેદી સાથે પ્રેમ થઈ ગયો. પરંતુ જેલર પોતાની નોકરી ગર્વથી કરે છે. જ્યારે આ રીતના વિશ્વાસનો દુરુપયોગ કરવામાં આવે તો એવા લોકોને પણ સજા મળવી જોઈએ. જજે એ પણ કહ્યું કે કેદી મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે સંસદ તેને અપરાધ જાહેર કરી ચૂકી છે. મોબાઈલ ફોનના સ્મગલિંગની સંખ્યામાં ઘણો વધારો છે.

કોર્ટમાં સુનવણી દરમિયાન એ પણ સામે આવ્યું કે જેલર એમા જોનસન અને કેદી માર્કસ સોલોમનની વચ્ચે ઘણી વાતો થતી હતી. માર્કસ સ્મગલિંગ થઈને આવેલા ફોન જેલની અંદર વેચતો હતો.તેનાથી જે કમાણી થતી હતી, તેમા પૈસા જોનસનના ખાતામાં  જતા હતા. બંનેના મેસેજ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બંને ઘણી રીતના આઈફોન ખરીદવા અને વેચવાની વાતો કરી રહ્યા હતા. આવી જ ઘટના થોડા સમય પહેલા બ્રિટનની 26 વર્ષની નાઓમી વાઈસ અમેરિકાની જેલમાં બંધ 31 વર્ષના વિક્ટર ઓક્વેન્ડો નામના કેદીને પ્રેમ કરી બેઠી હતી. હાલમાં જ બંનેની પહેલી મુલાકાત થઈ હતી. જ્યાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. બંનેની વાતચીત પેન પલ સ્કીમ દ્વારા થઈ હતી. બંને એકબીજાના સંપર્કમાં બે વર્ષથી હતા. વિક્ટરે બે લોકોની હત્યા કરી હોવાથી જેલમાં સજા કાપી રહ્યો છે. વિક્ટરને 2034માં પેરોલ મળી શકે છે પરંતુ તેને તેની સજા માટે 2052 સુધી જેલમાં રહેવું પડી શકે છે. નાઓમીએ વિક્ટરના જલદીથી જેલમાંથી બહાર કાઢવા માટે પિટીશન શરૂ કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 26000 લોકો સાઈન કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp