પતિ જેલમાં હતો, ટીચર પત્નીને થઈ ગયો પ્રોફેસર સાથે પ્રેમ, પણ ત્રીજા આશિકે...

PC: news18.com

કહેવાય છે કે પ્રેમ અને પૈસો હત્યા કરવા કે થવા માટે સૌથી વધુ જવાબદાર હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે રાજસ્થાનથી. રાજસ્થાનના અજમેરમાં એક મહિલા શિક્ષિકાને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આરોપીએ મહિલાને છરાના ઘા મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરીને તેનો જીવ લઈ લીધો. આ આખી ઘટના એક તરફી પ્રેમની હોવાની કહેવામાં આવી રહી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો, જેની શોધખોળ પોલીસ કરી રહી છે.

ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોનું કહેવું છે કે, મહિલા પોતાની સ્કૂટીથી પોલીસ સ્ટેશન સામે પહોંચી. ત્યારે પાછળથી એક વ્યક્તિ પહોંચ્યો અને તેના પર તાબડતોપ પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી. આસપાસ ઉપસ્થિત લોકો તાત્કાલિક મહિલાને હૉસ્પિટલ લઈને તો પહોંચ્યા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હૉસ્પિટલના ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી દીધી. અલવર ગેટ વિસ્તારની રહેવાસી કીર્તિ સોનીની હત્યા વિવેક નામના આરોપીએ કરી છે.

પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, કીર્તિ ખાનગી શાળાની શિક્ષિકા હતી. ચેક બાઉન્સ થવાના કેસમાં તેના પતિને જેલ થઈ ગઈ હતી. થોડા મહિના અગાઉ તેની મુલાકાત એક પ્રોફેસર સાથે થઈ. બંનેની મિત્રતા વધી અને વાતચીત થવા લાગી. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં પરિણમી ગઈ. આ દરમિયાન વિવેક નામનો વ્યક્તિ પણ કીર્તિને પ્રેમ કરવા લાગ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી વિવેક, કીર્તિ પર લગ્ન કરવાનો દબાવ બનાવી રહ્યો હતો. તે આ વાતથી ખૂબ પરેશાન હતી. તેણે તેની જાણકારી પોતાના પ્રોફેસર પ્રેમીને પણ આપી હતી.

ત્યારબાદ વિવેકને સમજાવવા માટે પ્રોફેસરે કોઈ જગ્યાએ મળવા કહ્યું. ત્યારબાદ કીર્તિ, પ્રોફેસર અને વિવેકની મુલાકાત થઈ. મુલાકાત બાદ ત્રણેય ત્યાંથી નીકળી ગયા. કીર્તિ પોતાની ગાડીથી આગળ વધી, તે પોલીસ સ્ટેશન પાસે પહોંચી જ હતી કે પાછળથી વિવેક પણ ત્યાં પહોંચી ગયો. કીર્તિ કંઇ સમજી શકે એ અગાઉ જ આરોપીએ તેને પર છરા વડે હુમલો કરવાની શરૂઆત કરી દીધી. તેણે મહિલા શિક્ષિકા પર ઘણા વાર કર્યા. જો કે, થોડે દૂર પ્રોફેસર હતો.

તેણે પોતાની આંખોથી આખી ઘટના જોઈ. છરાના વારથી ઇજાગ્રસ્ત કીર્તિને હૉસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તે બચી ન શકી. ઉલ્લેખનીય છે કે, મૃતક કીર્તિ પરિણીત હતી. ચેક બાઉન્સના કેસમાં તેના પતિને જેલની સજા થઇ હતી અને તે જેલમાં હતો. હવે પોલીસ મહિલાની હત્યાના આરોપી વિવેકની શોધખોળ કરી રહી છે. એ વિસ્તારના CCTV ફૂટેજ શોધવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp