ઢોલીએ 7 ગામની યુવતીઓ સાથે દોસ્તી કરી બનાવ્યા અશ્લીલ વીડિયો

PC: aajtak.in

રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી શરીરના રુંવાટા ઉભા થઇ જાય તેવો એક મામલો સામે આવ્યો છે. જેમાં પોલીસે એક એવા યુવકની ધરપકડ કરી છે, જેણે અત્યાર સુધી અનેક મહિલાઓ અને સગીર છોકરીઓનું યૌન શોષણ કર્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી યુવક લગ્નમાં ઢોલ વગાડવાનું કામ કરે છે. તે મહિલાઓ અને છોકરીઓના અશ્લીલ વીડિયો અને ફોટોગ્રાફ્સ બનાવીને તેમને બ્લેકમેલ કરતો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી તેના કબજામાંથી પેનડ્રાઈવ અને મોબાઈલ કબજે કરી તપાસ શરૂ કરી છે. ઘટના બાડમેર જિલ્લાના સમદરી વિસ્તારની છે. વાસ્તવમાં, બાડમેર જિલ્લાના સમદરી નગરના એક ગામમાં કેટલીક મહિલાઓ અને છોકરીઓના અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા હતા.

આ અંગે ગ્રામજનોએ DSP નીરજ કુમારી શર્મા અને સમદડી પોલીસ સ્ટેશનના અધિકારી શારદા વિશ્નોઈને આ અંગે જાણ કરી હતી. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ કર્યા પછી એક ઢોલ વગાડનારા યુવકની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીના કબજામાંથી પેનડ્રાઈવ અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. જેમાં કેટલીક મહિલાઓ અને યુવતીઓના અશ્લીલ ફોટા અને વીડિયો મળી આવ્યા હતા. હાલ પોલીસ આ કેસમાં આરોપી યુવકની પૂછપરછ કરી રહી છે.

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યુવક મુકેશ દમામી પુત્ર પરસરામ આસપાસના ગામડાઓમાં ઢોલ વગાડવાનું કામ કરતો હતો. ગામમાં ઘરે-ઘરે જઈને ઢોલ વગાડતો અને આરોપી યુવક મહિલાઓ અને યુવતીઓને પોતાનો મોબાઈલ નંબર આપતો હતો અને તેમના નંબર પણ લઈ લેતો હતો.

ત્યારપછી ફોન પર વાત કરીને તેઓને પ્રેમ જાળમાં ફસાવતો હતો. ત્યારબાદ તેના ફોન પર અશ્લીલ વીડિયો બનાવતો હતો. અને ત્યાર પછી આ જ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓને બ્લેકમેઈલ કરી પૈસા પડાવી લેતો હતો અને બળજબરીથી શારીરિક સંબંધો પણ બાંધતો હતો.

કેટલીક મહિલાઓ અને યુવતીઓના ફોટા વાયરલ થતાં થતાં તે ગામના એક યુવક પાસે પણ પહોંચ્યા હતા. તેણે ગ્રામજનો સાથે મળીને પોલીસને આ બાબતની જાણ કરી હતી. ત્યાર પછી પોલીસે આરોપી મુકેશ દમામીની ધરપકડ કરી હતી.

આરોપીની ધરપકડ થયા પછી પીડિત પક્ષના ઘણા લોકોએ તેની સામે કેસ નોંધાવ્યો હતો. એક પીડિતાએ જણાવ્યું કે, મુકેશે તેને નશાની ગોળીઓ ભેળવેલું ઠંડુ પીણું પીવડાવ્યું હતું. પછી તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને તેના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. ત્યાર પછી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેના બદલામાં તેણે તેની પાસેથી ઘણી વખત પૈસા લીધા અને તેની સાથે બળાત્કાર પણ કર્યો.

જ્યારે, અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, આરોપીએ તેની સગીર પુત્રીને પણ પ્રેમ જાળમાં ફસાવી હતી. પછી વિડીયો કોલ દ્વારા અશ્લીલ ફોટા પાડીને તે જ રીતે બ્લેકમેલ કરતો હતો. આ વ્યક્તિએ કહ્યું, 'મારી પત્ની અને પુત્રી આ આઘાત સહન ન કરી શક્યા અને બદનામી થવાના ડરથી આત્મહત્યા કરી લીધી.' આરોપી મુકેશની ધરપકડ પછી 7 ગામના લોકોમાં ગભરાટનો માહોલ છે. હકીકતમાં મુકેશ આ 7 ગામમાં લગ્ન પ્રસંગે ઢોલ વગાડવાનું કામ કરતો હતો. ગામલોકોને ડર છે કે ક્યાંક તેણે તેમના ઘરની દીકરીઓ સાથે પણ આવું જ ન કર્યું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp