રાહુલની જેમ જ ફૈઝલનું પણ ગયુ હતું સભ્યપદ, 2 મહિનામાં આ રીતે પાછુ મળ્યું સભ્યપદ

PC: madhyamam.com

લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું લોકસભાનું સભ્યપદ ફરી પૂર્વવત્ થઈ ગયુ છે. કેરળ હાઈકોર્ટ દ્વારા તેમના કન્વિક્શન રદ્દ કરાયા બાદ સભ્યપદ ચાલુ રાખવાની તેમની પ્રક્રિયા પેન્ડિંગ હતી, જેને લઇને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થઈ. તેના એક દિવસ બાદ લોકસભા તરફથી તેમનું સભ્યપદ પૂર્વવત્ કરી દેવામાં આવ્યું અને હવે તેઓ ફરીવાર લક્ષદ્વીપના સાંસદ છે. આ સમગ્ર મામલાને રાહુલ ગાંધીના સભ્યપદ જવાના નવા તાજા મામલા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

આ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે, હાલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનું લોકસભા સભ્યપદ ગુમાવ્યુ છે. મોદી સરનેમ કેસમાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષી માન્યા અને બે વર્ષની સજા સંભળાવી. રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ હતા. ત્યારબાદથી કયાસ અને અટકળો ચાલુ છે કે, શું રાહુલ ગાંધીનું સભ્ય પદ પૂર્વવત્ થઈ શકશે? શું રાહુલ ગાંધી આવનારી સામાન્ય ચૂંટણી લડી શકશે? આ તમામ સવાલોના કારણે NCPના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સભ્યપદ જાણો અને પછી તેનું પૂર્વપત્ થવુ એટલા માટે મહત્ત્વપૂર્ણ બની જાય છે કે શું એ જ આધાર પર રાહુલ ગાંધી પણ સંસદમાં પાછા આવી શકશે.

રાહુલ ગાંધી અને મોહમ્મદ ફૈઝલના મામલાની સરખામણી માટે આપણે NCP સાંસદની સમગ્ર પ્રક્રિયાને પહેલા સમજવી પડશે કે તેમની સાથે શું થયુ અને તેમણે કઇ કાયદાકીય પ્રક્રિયા દ્વારા પોતાનું સભ્યપદ પાછું મેળવી લીધુ છે.

11 જાન્યુઆરી 2023: કવરત્તી સેશન્સ કોર્ટે સાંસદ ફૈઝલને હત્યાના પ્રયાસ મામલામાં દોષી માન્યા અને 10 વર્ષ જેલની સજા સંભળાવી.

12 જાન્યુઆરી 2023: મોહમ્મદ ફૈઝલે સત્ર કોર્ટના નિર્ણય વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં અપીલ કરી.

13 જાન્યુઆરી 2023: લોકસભા સચિવાલયે નોટિફિકેશન જાહેર કરી સભ્યપદ રદ્દ કર્યું અને તેને સજાની તારીખથી જ પ્રભાવી ગણાવ્યું.

18 જાન્યુઆરી 2023: ચૂંટણી આયોગે લક્ષદ્વીપમાં ઉપચૂંટણીની જાહેરાત કરી. ફૈઝલે આયોગની પ્રેસનોટને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો.

25 જાન્યુઆરી 2023: કેરળ હાઈકોર્ટે કન્વિક્શન રદ્દ કરી દીધુ.

27 જાન્યુઆરી 2023: ચૂંટણી આયોગે કોર્ટમાં કહ્યું કે, તે હાઈકોર્ટના આદેશના આધાર પર કાયદા અંતર્ગત નિર્ણય લેશે.

ત્યારબાદ સતત મોહમ્મદ ફૈઝલે ઘણા આવેદન આપ્યા હતા, પરંતુ લોકસભા સભ્યપદ ગુમાવવાના 13 જાન્યુઆરીના નોટિફિકેશનને પાછું નહોતું લેવામાં આવ્યું. ત્યારબાદ આ મામલામાં વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલના આધાર પર મુખ્ય જજ ડી વાઈ ચંદ્રચૂડ અને જજ પીએસ નરસિમ્હા અને જે બી પાદીવાલાની બેન્ચે તેમના મામલાની સુનાવણી માટે રાજી થઈ ગયા હતા. મંગળવારે આ મામલાની સુનાવણી થઈ અને તેના એક દિવસ બાદ સાંસદનું સભ્યપદ પૂર્વવત્ થઈ ગયુ.

હવે રાહુલ ગાંધીના મામલા પર નજર કરીએ તો સુરત સેશન્સ કોર્ટે મોદી સરનેમ ટિપ્પણી પર રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી છે. હાલ 30 દિવસની મોહલત મળી છે. આ મોહલત મોટી વાત છે. રાહુલ ગાંધી મામલામાં એક્સપર્ટનું કહેવુ છે કે, જનપ્રતિનિધિત્વ કાયદા અંતર્ગત સાંસદ અથવા ધારાસભ્ય સજાના સસ્પેન્ડ રહેવા અને દોષી જાહેર થવાના નિર્ણય પર પ્રતિબંધ બાદ જ અયોગ્યતાથી બચી શકાય છે. બે વર્ષ અથવા તેના કરતા વધુની સજા પર કોઈ પણ જનપ્રતિનિધિ આપમેળે અયોગ્ય થઈ જશે.

જો અપીલ કરવા પર સજા નિલંબિત થાય તો અયોગ્યતા પણ આપમેળે સમાપ્ત થઈ જશે. જો એવુ ના થયુ તો સજા કાપ્યા બાદ રાહુલ ગાંધી પર 2029 સુધીના રાજકીય કરિયર પર ગ્રહણ છે. એવામાં ઘણુ બધુ આ 30 દિવસોમાં નિર્ભર કરવાનું છે. સભ્ય પદ ગયા બાદ કોંગ્રેસ સંસદના રસ્તા સુધી આ મામલાની લડાઈ લડી રહી છે. જોવુ એ છે કે, જો રાહુલ ગાંધીનો મામલો પણ ટોચની કોર્ટો તરફથી વધે છે તો તેનું કયુ વલણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp