26th January selfie contest

લલિત મોદીની વિરાસત 90 વર્ષ જૂની, ઘરેથી 400 રૂપિયા લઈને નીકળ્યા હતા દાદા ગુજરમલ

PC: aajtak.in

ક્રિકેટની દુનિયાને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવો રત્ન આપનાર બિઝનેસમેન લલિત મોદી હાલના દિવસોમાં ફરી ચર્ચામાં છે. પૂર્વ મિસ યુનિવર્સ અને ફિલ્મ અભિનેત્રી સુષ્મિતાની સેન સાથે સંબંધોની જાહેરાત કર્યા પછી તેઓ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. જો કે લલિત મોદીને દેશમાંથી ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને હવે તે લંડનમાં વસી રહ્યો છે, પરંતુ ભારતમાં તેનો બિઝનેસ ઘણો મોટો છે અને તેની આ વિરાસત લગભગ 90 વર્ષ જૂની છે. આવો જાણીએ આ વિશે...

 

ઘરેથી ફક્ત 400 રૂપિયા લઈને નીકળ્યા હતા દાદા ગુજરમલ

લલિત મોદીના દાદા રાય બહાદુર શેઠ ગુજરમલ મોદી હરિયાણા સાથે સંબંધ ધરાવે છે. તેમણે ફક્ત 17 વર્ષની ઉંમરે જ બિઝનેસની દુનિયામાં પગ મૂકી દીધો હતો. 1919મા, તેઓ પોતાના પિતા સાથે ઘરનો બિઝનેસ કરવા લાગ્યા હતા, પરંતુ તેમનું નસીબ તેમને દૂર લઈ જવાનું હતું. તેઓ ખિસ્સામાં ફક્ત 400 રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયા અને વનસ્પતિનું (વનસ્પતિ ઘી/તેલ) કામ કરવા લાગ્યા.

ગુજરમલ મોદીના જીવનમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે તેમણે દિલ્હીથી લગભગ 50 કિલોમીટર દૂર બેગમાબાદ વિસ્તારમાં 100 વીઘા જમીન ખરીદી. વર્ષ હતું 1933, ઈંગ્લેન્ડથી લાવેલા મશીનોની સાથે તેમણે આ વિસ્તારમાં ખાંડની મિલ શરૂ કરી. બેગમાબાદનો આ વિસ્તાર આજના સમયે ગાઝિયાબાદના 'મોદીનગર' તરીકે ઓળખાય છે

દાઈ મા સાથે હતો અટૂટ પ્રેમ, બદલાઈ ગયું નામ પણ

ગુજરમલ મોદીનું બાળપણનું નામ રામ પ્રસાદ હતું, તેમનો ઉછેર તેમની દાઈ મા ગુજરી દેવીએ કર્યો. તેમનો દાઈ મા સાથેનો પ્રેમ એટલો અતૂટ હતો કે, બાદમાં તેમનું નામ પણ ગુજરમલ પડી ગયું. તેમના પિતા મુલ્તાનીન મલના અનેક લગ્ન થયા અને તેમની ચોથી પત્નીએ ગુજરમલના ભાઈ કેદારનાથ સિંહને જન્મ આપ્યો. ગુજરમલના 19 વર્ષ નાના ભાઈએ પણ પાછળથી તેમના બિઝનેસમાં હાથ મેળવ્યો.

સાબુથી લઈને ફાનસ પણ બનાવ્યા

સુગર મિલ સફળ થયા પછી, ગુજરમલ 1939મા પોતાના પહેલા બિઝનેસમાં પાછા ફર્યા અને વનસ્પતિનું કામ કરવા લાગ્યા. ત્યાર બાદ, ગુજરમલના હાથે મોટી સફળતા 1941મા લાગી, જ્યારે તેણે વનસ્પતિની મદદથી સાબુ બનાવવાનું કામ શરૂ કર્યું. 1942મા, તેમના બિઝનેસના યોગદાન અને મોદીનગર જેવી ભવ્ય ટાઉનશિપને સ્થાપિત કરવા માટે તેમને બ્રિટિશ સરકારે 'રાય બહાદુર'નું બિરુદ આપ્યું.

ગુજરમલ મોદી સાથે શરૂ થયેલા આ બિઝનેસ સફરમાં તેલ, કાપડ, રંગ અને વાર્નિશ, ગ્લિસરીન, ફાનસ, બિસ્કિટ, ટોર્ચ, રબર, સ્ટીલ, રેશમ જેવા બિઝનેસ જોડાતા ગયા. 1963 સુધી ગુજરમલ મોદીની આ વિરાસત Modi Groupમાં બદલાઈ ગઈ. તેમને ભારત સરકાર દ્વારા 1968મા પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા.

જ્યારે વહેંચાય ગયો મોદી પરિવારનો બિઝનેસ

મોદી ગ્રૂપ, ભારતના એ પ્રથમ બિઝનેસ પરિવારોમાંનું એક છે જ્યાં પારિવારિક ભાગલાની આંચ ગ્રૂપની કંપનીઓએ પણ જેલવી પડી. 80ના દાયકાના મધ્યમાં, મોદી ગ્રુપનો બિઝનેસ ગુજરમલ મોદી અને તેમના ભાઈ કેદારનાથ મોદીના પરિવારો વચ્ચે વહેંચાય ગયો. ત્યાર પછી ગુજરમલ મોદીની વિરાસતને તેમના પુત્ર K.K.મોદીએ સંભાળી. લલિત મોદી, K.K.મોદીના સૌથી મોટા પુત્ર છે.

હવે આ છે મોદી ગ્રુપનો બિઝનેસ

K.K.મોદીએ મોદી ગ્રુપના બિઝનેસને ઘણા નવા આયામ આપ્યા. હવે આ ગ્રુપ Marlboro, Four Square અને Red & White જેવી સિગારેટ બનાવે છે. Pan Vilas બ્રાન્ડના પાન મસાલા હોવાની સાથો-સાથ, આ ગ્રુપ રિટેલ ક્ષેત્રમાં પણ કામ કરે છે. સમગ્ર દેશમાં આ ગ્રુપ 24x7 નામના ઓલ પર્પઝ સ્ટોર ચલાવે છે. સાથે જ કન્ફેક્શનરી સેક્ટરનું કામ પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp