રાહુલ પર ભડક્યો લલિત મોદી, કહ્યું- ગાંધી પરિવાર અસલી લૂંટેરા છે, UKની કોર્ટમાં..

PC: indianexpress.com

બધા ચોરોની સરનેમ મોદી જ શા માટે છે? કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ નિવેદન પર પોતાનું સંસદ સભ્ય પદ ગુમાવી ચુક્યા છે. પરંતુ, લાગે છે કે સુરત કોર્ટમાંથી માનહાનિ મામલામાં સજા મેળવવા અને લોકસભાનું સભ્ય પદ ગુમાવ્યા બાદ પણ મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે અબજોપતિ બિઝનેસમેન લલિત મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ UK માં માનહાનિનો કેસ કરવાની વાત કહી છે.

તે દેશના ખજાનાને લૂંટનારાઓના લિસ્ટમાં પોતાનું નામ વારંવાર સામેલ કરવાની વાતને લઈને ગુસ્સે છે. છેલ્લાં ઘણા વર્ષોથી વિદેશમાં રહેતા લલિત મોદીએ બુધવારે એક પછી એક ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે કે, તે રાહુલ ગાંધીને તો કોર્ટમાં ઘસડીને જ માનશે. બીજી તરફ, પટનાની કોર્ટે આ મામલામાં રાહુલ ગાંધીને 12 એપ્રિલે હાજર થવા માટે કહ્યું છે. બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને BJPના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીની ફરિયાદ પર રાહુલને સમન મોકલવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં કેટલાક નામ ગણાવીને કહ્યું હતું કે, આખરે આ બધા ચોરોની સરનેમ મોદી જ શા માટે છે? ગુજરાતમાં BJPના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર મોદી સમુદાયની માનહાનિનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસ નેતા પર ક્રિમિનલ કેસ કરી દીધો. તે મામલામાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી દીધી. એ જ સજાના કારણે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ છીનવાઇ ગયુ. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. હવે લલિત મોદીએ કહ્યું છે કે, તે પણ રાહુલ ગાંધી વિરુદ્ધ UKમાં જ કેસ દાખલ કરવાનો છે.

તેણે ટ્વિટ કર્યું, હું જોઇ રહ્યો છું કે જેને મન થાય તે મને વારંવાર ભાગેડું કહી રહ્યું છે. (રાહુલ) ગાંધીના લોકો પણ વારંવાર એ જ વાત કહે છે. શા માટે? તેના માટે મને અત્યારસુધીમાં ક્યારે દોષી જાહેર કરવામાં આવ્યો? હવે સામાન્ય નાગરિક પણ રાહુલ ગાંધીની ભાષા બોલવા માંડ્યા છે. એવુ લાગે છે કે, તેમને અને તમામ વિપક્ષી નેતાઓ પાસે કોઈ કામ નથી આથી, તેમને પણ ક્યાં તો યોગ્ય જાણકારી નથી અથવા તો પછી દુર્ભાવનાનો શિકાર છે? તેણે આગળ કહ્યું- મેં રાહુલ ગાંધીને યુકેની કોર્ટમાં લઇ જવાનો નિર્ણય કરી લીધો છે. પાક્કુ છે કે, તેમણે કેટલાક મજબૂત પુરાવા સાથે આવવુ પડશે. આશા છે કે, તેમને પોતાની જ મુર્ખતા સાબિત કરતા જોઈશ.

લલિત મોદીએ દેશ લૂંટીને વિદેશોમાં સંપત્તિઓ ભેગી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો. તેણે કેટલાક દિગ્ગજ નેતાઓના નામ લઇને દાવો કર્યો કે તેઓ તમામ ગાંધી ફેમિલીને માલ પહોંચાડનારા હતા. તેણે આ લિસ્ટમાં આરકે ધવન, સીતારામ કેસરી, મોતીલાલ વોહરા અને નારાયણ દત્ત તિવારીના નામ લીધા. તેણે લખ્યું, કમલનાથને પૂછો, તમારા બધાની વિદેશોમાં સંપત્તિ કઇ રીતે આવી ગઈ. હું એડ્રેસ અને તસવીર મોકલી શકું છું. ભારતના લોકોને મુર્ખ ના બનાવો કે અસલી લૂંટેલા કોણ છે. લલિત મોદીએ કહ્યું કે, ગાંધી પરિવાર ભારત પર પોતાનું આધિપત્ય માને છે. તેણે લખ્યું, ગાંધી પરિવાર આ બધુ કરે છે, માનો તેમને આપણા દેશ પર શાસન કરવાનો અધિકાર હોય.

તેણે કહ્યું કે, તે ભારત પાછો આવવા માટે પણ તૈયાર છે પરંતુ, ત્યાં સુધી નહીં જ્યાં સુધી અસલ દોષીઓ પર કાર્યવાહી માટે કડક કાયદો ના બની જાય. તેણે કહ્યું કે, છેલ્લાં 15 વર્ષોમાં તેના પર એક પૈસાના ગોટાળાનો પણ આરોપ સાબિત નથી થયો. પરંતુ, એ જરૂર નક્કી છે કે મેં આ દુનિયાનું સૌથી મોટું સ્પોર્ટિંગ ઇવેન્ટ તૈયાર કર્યું જેનાથી આશરે 100 અબજ ડૉલર બન્યા. તેણે કહ્યું, એક કોંગ્રેસ નેતાએ એ ભૂલવુ ના જોઈએ કે 1950ના શરૂઆતી દાયકાઓમાં મોદી પરિવારે તેમના અને પોતાના દેશ માટે તેમની કલ્પના કરતા પણ વધુ કર્યું છે. મેં પણ એટલું કર્યું જેટલું તેઓ આખા જીવનમાં કરવાનું સપનું પણ ના જોઈ શકે. આથી પોતાના ગાંધી પરિવારની જેમ ભોંકતા રહો ભારતના લૂંટેરાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp