લાલુનું વિચિત્ર નિવેદન-પીએમએ તેમના આવાસમાં પત્ની વિના ન રહેવું જોઇએ !

PC: indiatvnews.com

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા લાલુ પ્રસાદ યાદવે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ સવાલના જવાબ આપતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, ‘જે પણ વડાપ્રધાન બને, તે પત્ની વિનાના ન હોવા જોઈએ. વડાપ્રધાને પત્ની વિના PM આવાસમાં ન રહેવું જોઈએ, એ ખોટું છે.” મહારાષ્ટ્રની રાજનીતિના ઉતાર-ચડાવ બાબતે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, રાજનીતિથી ક્યારેય કોઈ રિટાયર થયું નથી, શરદ પવારજી ખૂબ મજબૂત નેતા છે.

લાલુ પ્રસાદ યાદવે મહાગઠબંધનની સંભવિત સીટો બાબતએ કહ્યું કે, વર્ષ 2024માં તેને 300 કરતાં વધુ સીટો મળશે. વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના દાવેદાર અને રાહુલ ગાંધીને લગ્નની સલાહના સવાલ પર લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, ‘વડાપ્રધાન જે પણ હોય, પત્ની વિના ન રહેવું જોઈએ. પ્રધાનમંત્રીના અવાસમાં પત્ની વિના રહેવું ખોટું છે. તેને સમાપ્ત કરવું જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોડી ભ્રષ્ટાચારીઓના કન્વીનર છે, જએને ભરાષ્ટ્ર કહેતા હતા તેમને મંત્રી બનાવ્યા છે.

વિપક્ષી એકતા બાબતે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, 17 પાર્ટીઓના નેતા એકજૂથ થઇ રહ્યા છે. ભાજપના નેતા જે કહે છે, તેમને કહેવા દો. તેઓ જઈ રહ્યા છે, તેમનો સફાયો થશે. શરદ પવાર ખૂબ મજબૂત નેતા છે, પરંતુ આ બધુ તેમના ભત્રીજો અજીત પવાર કરી રહ્યા છે. તેમના કહેવાથી કોઈ રિટાયર નહીં થાય, રાજનીતિમાં કોઈ પણ રિટાયર થતું નથી. આ અગાઉ બુધવારે લાલુ પ્રસાદ યાદવે શરદ પવારને લઈને કહ્યું હતું કે, તેમની મહારાષ્ટ્રમાં હેસિયત છે. અજીત પવારની કોઈ અસર નથી. તેમના અલગ થવાથી કંઈ થતું નથી.

અજીત પવારે કાકાને તેમની ઉંમર યાદ અપાવતા કહ્યું હતું કે, હવે તમે 82 વર્ષના થઈ ગયા છો, અંતે ક્યાં જઈને રોકાશો? હું 5 વખત નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યો છું, હવે મુખ્યમંત્રી બનવું છે. મારો દીકરો પણ મજાક કરતા પૂછે છે કે, ‘પિતાજી તમે ક્યાં સુધી નાયબ મુખ્યમંત્રી બનતા રહેશો.’ ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ હાલના દિવસોમાં મેડિકલ ચેકઅપ માટે દિલ્હી ગયા છે. ગત દિવસોમાં પટનામાં વિપક્ષી પાર્ટીઓની મીટિંગમમાં લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, હવે તમે વાત માનો અને લગ્ન કરી લો. તમારા મમ્મી અમને કહે છે કે તમે વાત માનતા જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp