BJPને વોશિંગ મશીન સાથે સરખાવી દીધું લાલુની દીકરીએ, હાલ ઇડીના કેસમાં ફંસાયેલી છે

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સિંગાપુરમાં રહેતી દીકરી રોહિણી આચાર્ય લેન્ડ ફોર જોબ સ્કેમ કેસમાં ચાલી રહેલી CBI અને EDની તપાસ ખૂબ જ નિરાશ છે. સોમવારે તેણે ભાજપ પર તીખો પ્રહાર કર્યો. તેણે કહ્યું કે, ભાજપ એ વોશિંગ મશીન છે જેમાં સામેલ થયા બાદ ભ્રષ્ટાચારના બધા આરોપ સાફ થઇ જાય છે. રોહિણીએ સોશિયલ મીડિયા પર આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (જળ કૌભાંડ), મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (વ્યાપમં કૌભાંડ), કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. એદિયુરપ્પા (ખનન કૌભાંડ), ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારી (શારદા કૌભાંડ) અને મુકુલ રૉય (નારદ કૌભાંડ)નો ઉલ્લેખ કર્યો, જેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા છે.

રોહિણી આચાર્યએ ટ્વીટ કરી કે, ‘ભાજપ એ વોશિંગ મશીન છે, જેને જોઇન્ટ કરતા જ ભ્રષ્ટાચારના બધા ડાઘ રાતોરાત ઇમાનદારીમાં બદલાઇ જાય છે. તેના ઘણા જીવંત ઉદાહરણ છે. વ્યાપમં કૌભાંડના આરોપી શિવરાજ સિંહ ચૌહાણ, સ્ટિંગ ઓપરેશનમાં લાંચ લેતા પકડાઇ ગયેલા શુભેન્દુ અધિકારી, હિમંત બિસ્વા સરમા જેવા લોકો મુખ્યમંત્રી પદ પર બિરાજમાન છે.’ તેણે આગળ કહ્યું કે, તપાસ એજન્સીઓમાં એ નેતાઓ વિરુદ્ધ છાપેમારી કરવા અને તપાસ કરવામાં સાહસ નથી. જે કથિત રૂપે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભાજપ સાથે છે. તપાસ એજન્સીઓનું ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે ભ્રષ્ટ નેતા ભાજપમાં સામેલ થાય કે જેલ મોકલવામાં આવે.’

શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ?

લેન્ડ ફોર જોબ સ્કેમ 14 વર્ષ જૂનો છે. આ કેસમાં ગયા વર્ષે 18 મેના રોજ CBIએ કેસ દાખલ કર્યો હતો. CBIના જણાવ્યા મુજબ, લોકોને પહેલા રેલવેમાં ગ્રુપ Dના પદો પર સબ્સ્ટિટ્યુટ તરીકે ભરતી કરવામાં આવ્યા અને જ્યારે તેમના પરિવારે જમીનની ડીલ કરી તો તેમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા. CBIનું કહેવું છે કે, પટનામાં લાલુ પ્રસાદ યાદવના પરિવારે 1.05 લાખ વર્ગ ફૂટ જમીન પર કથિત રીતે કબજો કરી રાખ્યો છે.

આ જમનની ડીલ રોકડમાં થઈ હતી એટલે કે લાલુ પરિવારે રોકડ આપીને આ જમીનોને ખરીદી હતી. CBI મુજબ આ જમીન ખૂબ જ ઓછી કિંમતમાં વેચી દેવામાં આવી હતી. CBIને એ પણ જાણવા મળ્યું કે, ઝોનલ રેલવેમાં સબ્સ્ટિટ્યુટની ભરતીની કોઈ જાહેરાત કે પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ જે પરિવારોએ યાદવ પરિવારને પોતાની જમીન આપી, તેમના સભ્યોને રેલવેમાં મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નિમણૂક કરવામાં આવી.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુજબ કેટલાક ઉમેદવારોની અરજીઓને અપ્રુવ કરવામાં ઉતાવળ કરવામાં આવી. કેટલીક અરજીઓને 3 દિવસમાં જ અપ્રુવ કરી દેવામાં આવી. પશ્ચિમ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ ઉમેદવારોની અરજીઓને આખા સરનામા વિના પણ અપ્રુવ કરી દેવામાં આવી અને નિમણૂક કરી દેવામાં આવી. કુલ મળાવીને લાલુ પ્રસાદ યાદવ એન્ડ ફેમિલીએ કથિત રીતે 7 ઉમેદવારોને જમીનના બદલે નોકરી આપી. તેમાંથી 5 જમીનોનું વેચાણ થયું હતું, જ્યારે 2 ગિફ્ટ તરીકે આપી દેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.