જુઓ અંદરથી કેવું દેખાશે નવું સંસદ ભવન, એક વખતમાં બેસી શકશે 1200થી વધારે સાંસદો

PC: twitter.com

અંગ્રેજોના જમાનાનું સંસદ ભવન ટૂંક સમયમાં ઈતિહાસમાં નોંધાવવાનું છે. નવા સંસદ ભવનના નિર્માણનું કામ મોટેભાગે પૂરું થઈ ગયું છે. નવું સંસદ ભવન કેવું હશે, તેના ફોટા આવી ગયા છે. આંધ્ર પ્રદેશ BJPએ નવા સંસદ ભવનના કેટલાંક ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. નવા સંસદ ભવનમાં લોકસભા ફ્લોરનું પ્લાન રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર બનાવવામાં આવ્યું છે. નવું ભવન જૂના સંસદ ભવનથી 17000 વર્ગ મીટર મોટું છે.

તેને 64500 વર્ગ મીટર ક્ષેત્રમાં બનાવવામાં આવ્યું છે, મળેલી જાણકારી પ્રમાણે, આ કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને 2020માં 861.9 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો હતો. જેના પછી  તેનો ખર્ચો આશરે 1200 કરોડ રૂપિયા સુધી વધારી દેવામાં આવ્યો હતો.

 GST દર વધવાના લીધે કિંમતમાં વધારો થયો હતો. નવું સંસદ ભવનનેઆખું બનાવવાની સાથે જ જૂના સંસદ ભવનને મ્યુઝીયમમાં બદલી નાખવામાં આવશે.

આ ભવન પૂર્ણ રીતે ભૂકંપ વિરોધી છે. જેની ડિઝાઈન HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે. સંસદના નવા ભવન માટે એક સમયે 1200થી વધુ સાંસદનોની બેસવાની ક્ષમતા છે. તેમાં 888 સાંસદ લોકસભામાં અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકે છે. એક ભવનમાં એક સુંદર સંવિધાન કક્ષનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.  નવી બિલ્ડીંગ 13 એકરમાં બની રહ્યું છે.

આ રાષ્ટ્રપતિ ભવથી થોડેક જ દૂર છે. સેલ્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનેલા ચાર માળાના નવા સાંસદ ભવનમાં લાઈબ્રેરી, લાઉન્જ, કમિટી હોલ, કેન્ટીન અને પાર્કિંગની પણ સુવિધા આપવામાં આવી છે. અસલમાં હાલના સંસદ ભવનને 95 વર્ષ પહેલા 1927માં બનાવવામાં આવ્યું હતું. માર્ચ 2020માં સરકારે સંસદને જણાવ્યું હતું કે જૂની બિલ્ડીંગ ઓવર યુટીલાઈઝ્ડ થઈ ગઈ છે અને ખરાબ થઈ રહી છે.

તેની સાથે જ લોકસભા સીટોનું નવું સીમાંકન કર્યા પછી જે સીટો વધશે, તેના સાંસદોને બેસવા માટે જૂની બિલ્ડીંગમાં પૂરતી જગ્યા ન હતી. આ કારણે નવી બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના નવા સંસદ ભવનની આધારશિલા મૂકી હતી. નવા સંસદ ભવનની નવી બિલ્ડીંગના નિર્માણમાં અત્યાર સુધીમાં 26045 મેટ્રિક ટન સ્ટીલ, 63807 મેટ્રિક ટન સિમેન્ટ અને 9689 ક્યુબીક મીટર ફ્લાઈ એશનો ઉપયોગ કરવામાં આવી ચૂક્યો છે.

જોકે એક મોટા અધિકારીના કહેવા પ્રમાણે, નવી બિલ્ડીંગમાં હજુ પણ કામ બાકી છે પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે 12 માર્ચના અવકાશ પછી જ્યારે સંસદની મિટીંગ થાય તો નવું ભવન તૈયાર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp