શું તમારા ફોનમાં પોર્ન વીડિયો છે અને તેને શેર કરો છો, જાણી લો કાયદો શું કહે છે

PC: twitter.com

હાલમાં જ પટના રેલવે સ્ટેશન પર રવિવારે પ્લેટફોર્મ પર લાગેલા ટીવી સ્ક્રીન પર પોર્ન વીડિયો ચાલી ગયો. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને હટાવી દેવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કેસ પણ દાખલ કરી લેવામાં આવ્યો છે. આ ઘટનાની પુષ્ટિ કરતા રેલવે અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જે પ્રાઈવેટ ઓપરેટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ આરપીએફ અને જીઆરપીના અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વી મધ્ય રેલવે ચીફ પીઆર ઓફિસર વીરેન્દ્ર કુમારે જણાવ્યું કે આ ચૂકને ગંભીરતાથી લેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના તમામ ટેન્ડરને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે અને તેને બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવ્યો છે અને હવે તેને કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં નહીં આવશે.

તેમણે જણાવ્યું કે, ઓપરેટરે જે ટીવી સ્ક્રીન લગાવી હતી, તે તમામને ડિસકનેક્ટ કરી દેવામાં આવ્યા છે. આ મામલામાં આરપીએફ અને જીઆરપીએ અલગ-અલગ FIR દાખલ કરાવી છે. એવામાં એ જાણવુ જરૂરી છે કે, ભારતમાં પોર્ન જોવુ ગેરકાયદેસર છે કે નહીં? અને મોબાઇલ પર પોર્ન મળવા અને બીજાને શેર કરવા પર શું સજા થઈ શકે છે?

શું પોર્ન જોવુ ગેરકાયદેસર છે?

2015માં સુપ્રીમ કોર્ટે એક નિર્ણય સ્પષ્ટ કરી દીધો હતો કે અંગત અથવા પ્રાઇવેટ સ્પેસમાં પોર્ન જોવુ ખોટું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રાઈવેટ રૂમમાં પોર્ન જોવુ વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત આવી શકે છે.

આથી જ્યાં સુધી તમે પોતાના અંગત સ્થાન પર પોર્ન જોઈ રહ્યા હો તો તે સંપૂર્ણરીતે કાયદેસર છે. જોકે, કોર્ટે એવુ પણ કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી અથવા મહિલાઓ વિરુદ્ધ બળાત્કાર અથવા હિંસા સાથે સંકળાયેલા અશ્લીલ કન્ટેન્ટને જોવુ અથવા ભેગુ કરવું અપરાધના દાયરામાં આવે છે.

કુલ મળીને જો તમે પ્રાઈવેટ સ્પેસ અથવા એકલામાં પોર્ન જોઈ રહ્યા છો તો તે સંપૂર્ણરીતે કાયદેસર છે. પરંતુ, જો તમે પબ્લિક સ્પેસમાં પોર્ન જોઈ રહ્યા છો તો તે અશ્લીલતાની શ્રેણીમાં આવે છે અને તેને અપરાધ માનવામાં આવ્યું છે.

પોર્નોગ્રાફી પર શું છે કાયદો?

ભારતમાં પ્રાઈવેટ સ્પેસમાં પોર્ન જોવુ ભલે કાયદેસર હોય પરંતુ, અશ્લીલ વીડિયો અથવા ફોટો જોવો, ડાઉનલોડ કરી મોબાઇલમાં રાખવો અને વાયરલ કરવો અપરાધ છે.

આવુ કરવા પર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા આઈટી એક્ટની ધારા 67, 67A, 67B  અંતર્ગત જેલ અને દંડની સજા થઈ શકે છે.

ધારા 67 અંતર્ગત, પોર્ન કન્ટેન્ટ જોવુ, ડાઉનલોડ કરવુ અને વાયરલ કરવા પર પહેલીવાર 3 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાના દંડની સજા છે. બીજીવાર પકડાવા પર 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની સજા થઈ શકે છે.

ધારા 67A અંતર્ગત, મોબાઇલમાં પોર્ન કન્ટેન્ટ રાખવા અને વાયરલ કરવા પર પહેલીવાર પકડાવા પર 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની સજા થઈ શકે છે. બીજીવાર પકડાવા પર 7 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની સજાનું પ્રાવધાન છે.

તેમજ, ધારા 67B કહે છે કે જો કોઇકના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલો વીડિયો અથવા ફોટો મળે તો પહેલીવાર પકડાવા પર 5 વર્ષની જેલ અને 10 લાખના દંડની સજા હશે. બીજીવાર પકડાવા પર 7 વર્ષની જેલ અને 10 લાખનો દંડ ચુકવવો પડશે.

IPCમાં પણ છે સજાનો પ્રાવધાન

પોર્નોગ્રાફી અથવા અશ્લીલતાને લઇને ઈન્ડિયન પીનલ કોડ (IPC)માં પણ સજાનો પ્રાવધાન છે. IPCની ધારા 292 અને 293માં તેના માટે સજાનું પ્રાવધાન છે.

ધારા 292 અંતર્ગત, અશ્લીલ વસ્તુઓને વેચવુ, વહેંચવુ, પ્રદર્શિત કરવુ અથવા પ્રસારિત કરવું અપરાધ છે. આવુ કરતા પહેલીવાર પકડાવા પર 2 વર્ષ સુધીની જેલ અને 2 હજાર સુધીનો દંડ લાગી શકે છે. બીજીવાર પકડાવા પર 5 વર્ષ સુધીની જેલ અને 5 હજાર રૂપિયાનો દંડ લાગી શકે છે.

જ્યારે ધારા 293 અંતર્ગત, 20 વર્ષ કરતા ઓછી ઉંમરની વ્યક્તિને અશ્લીલ વસ્તુ બતાવવી, જોવી, ભાડા પર આપવી એક અપરાધ છે. એવુ કરવા પર પહેલીવાર દોષી જાહેર થવા પર 3 વર્ષ સુધીની જેલ અને 2 હજાર રૂપિયાના દંડની સજા છે. બીજીવાર દોષી જાહેર થવા પર 7 વર્ષની જેલ અને 5 હજાર રૂપિયા દંડની સજા થઈ શકે છે.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર કડક છે કાયદો

પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ (POCSO) એક્ટમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઈને કડક સજાનું પ્રાવધાન છે.

આ કાયદાની ધારા 14માં પ્રાવધાન છે કે, જો કોઈ વ્યક્તિ બાળક અથવા બાળકોનો અશ્લીલ કન્ટેન્ટ માટે ઉપયોગ કરે તો તેને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે. સાથે જ દંડ પણ લગાવવામાં આવી શકે છે.

તેમજ, પોક્સોની ધારા 15 કહે છે કે જો કોઈ વ્યક્તિ ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલું કન્ટેન્ટ પોતાની પાસે રાખે તો તેને ત્રણ વર્ષ સુધીની સજા અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp