જી-20 પછી બધા જતા રહ્યા કેનેડાના પીએમ વધુ 48 કલાક દિલ્હી જ રહ્યા

Gભારતમાં આયોજિત G-20 શિખર સંમેલનમાં હાજર રહેલા વિદેશના બધા નેતાઓ એક પછી એક રવાના થઇ ગયા છે.પરંતુ કેનેડાના પ્રધાનમંત્રી સાથે એવું શું થયુ કે તેમણે ભારતામાં 48 કલાક રોકાવવુ પડ્યું? વાત એમ હતી કે કેનેડાના પ્રધાનમંત્રીના વિમાનમાં ટેક્નિકલ ખામી ઉભી થઇ હતી. એટલે તેમણે ભારતમા જ રોકાવવાની ફરજ પડી હતી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનને આખરે રિપેર કરીને ઉડવા માટે મંજૂરી આપવામાં આવી હતી. PM ટ્રુડો અને તેમની સાથેની ટીમ આજે બપોરે દિલ્હીથી રવાના થવા જઈ રહી છે કેનેડાના PMOએ કહ્યું કે પ્લેનની ટેકનિકલ સમસ્યાને ઠીક કરી દેવામાં આવી છે. પ્લેનને ટેક ઓફ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો G20 સમિટ સમાપ્ત થયા પછી પણ લગભગ 2 દિવસ સુધી ભારતમાં ફસાયા હતા. જ્યારે દિલ્હી એરપોર્ટ પર 36 વર્ષ જૂના એરબસ A310માં ખામીને સુધારી લેવામાં આવી હતી, ત્યારે કેનેડાથી મોકલવામાં આવેલા વૈકલ્પિક વિમાનને લંડન તરફ રવાના કરાયું હતું. ગઈકાલ સુધી, કેનેડાએ વડા પ્રધાનની પરત ફરવાની યોજનાને અસમર્થ ગણાવી હતી. કેનેડા પાસે જૂના એરક્રાફ્ટનો VVIP કાફલો છે, જેને ભૂતકાળમાં સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ રવિવારે વિમાન મારફતે કેનેડા પરત ફરવાના હતા. પરંતુ 30 વર્ષથી વધુ જૂનું વિમાન પ્રસ્થાન પહેલાં જ ખરાબ થઈ ગયું હતું. 8 સપ્ટેમ્બરના રોજ ટ્રુડો આ એરબસ A310માં સિંગાપોર થઈને દિલ્હી પહોંચ્યા હતા. તેઓ રવિવારે રોમ થઈને ઓટાવા જવાના હતા,ત્યારે વિમાનમાં ખામી સામે આવી હતી.
યોગાનુયોગ, 2018 ના ઉનાળામાં, જ્યારે ટ્રુડો દિલ્હી આવવાના હતા, ત્યારે વિમાનમાં ખામી સર્જાઈ હતી. તે વખતે પણ ફ્લાઈટ મોડી પડી હતી. આ જૂના એરક્રાફ્ટ સાથે સમસ્યાઓના અન્ય ઉદાહરણો છે. કેનેડા સરકાર હવે જૂના VVIP વિમાનોને બદલવાની તૈયારી કરી રહી છે.
તાજેતરના સમયમાં જૂના વિમાનોમાં ખામીને કારણે VVIP ફ્લાઈટ મોડી પડવાનો આ એકમાત્ર કિસ્સો નથી. ગયા મહિને જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેરબોકે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ફિજીનો તેમનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો. તેના 23 વર્ષીય એરબસ A340 માં અબુ ધાબીમાં રિફ્યુઅલિંગ દરમિયાન ફરીથી ખામી સર્જાઈ હતી. જર્મની પણ તેના જૂના VVIP કાફલાને નિવૃત્ત કરી રહ્યું છે.
તાજેતરમાં ભારતમાં VVIP માટે બે અત્યાધુનિક બોઇંગ 777 ખરીદવામાં આવ્યા છે. જેણે એર ઈન્ડિયાના ત્રણ દાયકાથી વધુ જૂના જમ્બો જેટનું સ્થાન લીધું છે. આનો ઉપયોગ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ઉડાન ભરવા માટે થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp