ચૂંટણી અગાઉ તેલંગણામાં કોંગ્રેસનો મોટો દાવ, KCRના ડઝનબંધ નેતાને ખેંચી લાવ્યા

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) અને તેમની રાજનૈતિક પાર્ટી માટે સામવારનો દિવસ મોટા ઝટકા લઈને આવ્યો હતો. સોમવારે તેમની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના લગભગ એક ડઝન કરતા વધુ નેતા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. આ નેતાઓમાં પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સામેલ છે. આ બધા નેતાઓએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્યતા લીધી છે.
કોંગ્રેસમાં સામેલ થનારા નેતાઓમાં પૂર્વ સાંસદ પોંગુલેટી શ્રીનિવાસન રેડ્ડી, પૂર્વ મંત્રી સપલ્લી કૃષ્ણ રાવ, પૂર્વ ધારાસભ્ય પન્યામ વેંકતેશ્વરલુ, કોરમ કેનકૈયા અને કોટા રામ બાબુ સામેલ છે. ભારત રાષ્ટ્ર સમિતિના MLC નરસા રેડ્ડીના પુત્ર રાકેશ રેડ્ડી પણ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. વર્ષ 2023ના અંતમાં તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં ચૂંટણીના થોડા મહિના અગાઉ પાર્ટી છોડીને જનારા નેતાઓએ ભારત રાષ્ટ્ર સમિતિને મોટો ઝટકો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 23 જૂનના રોજ બિહારની રાજધાની પટનામાં વિપક્ષી પાર્ટીઓની મીટિંગમાં ભારત રાષ્ટ્ર સમિતિના કોઈ નેતા સામેલ થયા નહોતા. એવામાં આ મીટિંગના તુરંત બાદ ભારત રાષ્ટ્ર સમિતિના નેતાઓએ કોંગ્રેસ જોઈન કરી છે. વિપક્ષી બેઠકમાં સામેલ થવા માટે પોતાની પાર્ટીનું સમર્થન કરતા મુખ્યમંત્રી KCRના મંત્રીના પુત્ર KTRએ કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓ સત્તાથી કોઈને બેદખલ કરવા માટે ઝનૂની થઈ ગઈ છે. ભાજપ વિરુદ્ધ લડાઈ દેશ સામે ઊભા મુખ્ય પડકારો પર થવી જોઈએ. દુર્ભાગ્યથી આપણે ત્યાં હારી રહ્યા છીએ.
તેમણે આગળ કહ્યું હતું કે, એમ લાગી રહ્યું છે કે આપણે કોઈને બળજબરપૂર્વક હટાવવા કે કોઈને ત્યાં બેસાડવા માટે ઝનૂની અને ચિંતિત છીએ. આ એજન્ડા ન હોવા જોઈએ. KTRએ એવા પણ સંકેત આપ્યા કે ભારત રાષ્ટ્ર સમિતિ પોતાના દમ પર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છે અને મોટી સંખ્યામાં સીટો જીતવાના લક્ષ્ય રાખતા એક પ્રભાવશાળી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે પટનાની વિપક્ષી બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે, આગામી બેઠક કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં જલદી જ શિમલામાં થઈ શકે છે. એવામાં વિપક્ષી એકતાથી અલગ માર્ગ પસંદ કર્યા બાદ તેલંગાણાના મુખ્યમંત્રી KCR વિરુદ્ધ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી અગાઉ રણનીતિ બનાવવામાં લાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp