સીમા, અંજુ-જ્યોતિને છોડો, વાંચો આ લવ સ્ટોરી, પત્નીનું મંદિર બનાવી પૂજા કરે છે

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક એવા સમાચાર જાણવા મળ્યા છે, જેણે પણ તે સાંભળ્યું, તેમણે પતિ-પત્નીના સંબંધોને શિવ-પાર્વતી સાથે જોડી દીધા છે. એક તરફ પતિ સાથે બેવફાઈ માટે જ્યોતિ મૌર્ય, સીમા હૈદર અને અંજુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, તો બીજી તરફ રામ સેવક છે, જે પ્રેમમાં મંદિર બંધાવીને દરરોજ સવાર-સાંજ પોતાની પત્નીની પૂજા કરે છે.
ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં PCS ઓફિસર જ્યોતિ મૌર્ય, સીમા હૈદર જે પોતાના પ્રેમી સચિનને મળવા પાકિસ્તાનથી નોઈડા પહોંચી હતી અને નસરુલ્લા સાથે લગ્ન કરવા રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુની વાત થઈ રહી છે. લગ્ન અને બેવફાઈના આ સમાચારો વચ્ચે પ્રેમ અને સાત જન્મના સંબંધોના સમાચાર પણ છે. ફતેહપુર જિલ્લામાં, એક પતિએ તેની પત્નીની યાદમાં મંદિર બનાવીને શાહજહાંનો પ્રેમ તાજો કર્યો છે. UPના ફતેહપુરમાં, એક વ્યક્તિ મંદિરમાં તેની પત્નીની મૂર્તિ સ્થાપિત કરે છે અને સવાર-સાંજ તેની પૂજા કરે છે.
જેમ શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું, તેમ રામ સેવક રૈદાસે ફતેહપુર જિલ્લામાં પોતાની પત્નીની યાદમાં મંદિર બનાવ્યું હતું. વાસ્તવમાં આ મામલો બકેવર પોલીસ સ્ટેશન વિસ્તારના પધારા ગામમાંથી સામે આવ્યો છે. અહીં રામ સેવક રૈદાસની પત્નીનું કોરોના સમયગાળા દરમિયાન 18 મે 2020ના રોજ અવસાન થયું હતું. પત્નીના મૃત્યુ પછી તે ગુમસુમ રહેવા લાગ્યો હતો. પોતાની પત્નીની યાદને જાળવી રાખવા માટે રામ સેવકે ખેતરમાં મંદિર બનાવી દીધું. મળતી માહિતી મુજબ રામ સેવક રૈદાસ અમીનના પદ પરથી નિવૃત્ત છે. તેમના લગ્ન 18 મે 1977ના રોજ થયા હતા. પતિને પત્નીનો જન્મ દિવસ પણ યાદ છે. તેણે જણાવ્યું કે પત્નીનો જન્મ 18 મે 1961ના રોજ થયો હતો. તેણે 18 મે 2020ના રોજ તેની પત્ની ગુમાવી.
રામસેવકને 5 બાળકો, 3 છોકરા અને 2 દીકરીઓ છે. તેમનુ કહેવું છે કે, પ્રેમની નિશાની તરીકે મંદિરમાં પૂજા કરવાથી તે પત્ની હાજર હોય એવું અનુભવે છે. એટલા માટે તે દરરોજ તેની પત્નીના મંદિરે પૂજા કરવા જાય છે. શરૂઆતમાં ગામલોકોએ મંદિર બનાવવાના નિર્ણયની મજાક ઉડાવી હતી. મંદિર બનાવનાર રામ સેવકે જણાવ્યું કે, જ્યાં સુધી પત્ની જીવતી હતી ત્યાં સુધી તેમને અપાર પ્રેમ હતો. તે એટલો પ્રેમ કરતી હતી કે, તે તેનો પડછાયો બનીને તેની સાથે ચાલતી હતી. ક્યારેક હું રાત્રે મોડો ઘરે આવતો ત્યારે એક પડછાયો મારી આગળ ચાલતો દેખાતો હતો. મારા જીવનકાળમાં, તે ત્યાગની મૂર્તિ બનીને આવી હતી અને તેણે મને એક તણખું પણ ઉપાડવા દીધું ન હતું. તે કહેતી હતી કે, હું તે કરી લઈશ, તમે બેસો. આ રીતે, જ્યારે તેમનું કોરોના સમયગાળા દરમિયાન મૃત્યુ થયું, ત્યારે હું બેચેન થઈ ગયો. હું એટલો પાગલ જેવો થઇ ગયો કે, શું કરવું, તેની ખોટ મને વર્તાતી હતી. મને તે દિવસ-રાત દેખાતી હતી. અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો કે, શાહજહાંએ આગ્રામાં મુમતાઝ માટે તાજમહેલ બનાવ્યો હતો. હું તો નાનો માણસ છું, હું મારી પત્નીની યાદમાં નાનું મંદિર બનાવીશ અને તેની પૂજા કરીશ. હું મારું આખું જીવન તેની યાદમાં વિતાવીશ. તેણે જીવનભર દરેક પળે મને સાથ આપ્યો છે. હું તેને મૃત્યુ સુધી સાથ આપીશ અને મંદિર બનાવ્યા પછી અહીં રહેવાનું શરૂ કર્યું. મને એવો અહેસાસ થાય છે કે, આજે પણ તે મારી સાથે રહે છે. હવે હું ક્યારેય બેચેન નથી થતો. તેનો પડછાયો હંમેશા મારી સાથે ચાલે છે. હું અહીં રહીને રોજ તેની પૂજા કરું છું. હું સવાર-સાંજ તેમની સંભાળ રાખું છું.
રામ સેવકે જણાવ્યું કે, પત્નીની અંદર અનેક ગુણો હતા. પહેલો ગુણ એ હતો કે તેના પિતાને પણ બહેન ન હતી, તેના પિતાને પણ બહેન ન હતી, તેનો જન્મ પાંચમી પેઢીમાં થયો હતો. તે પાંચ ભાઈઓમાં સૌથી નાની હતી. બીજું, તેનો જન્મ મે મહિનામાં થયો હતો. લગ્ન મે મહિનામાં થાય હતા. તે મે મહિનામાં જ મૃત્યુ પામી છે. જે કોઈ પણ લોકો અમારે ત્યાં આવતા તે તમામ લોકો તેને માન આપતા. કારણ કે તેનું કામ જ એવું હતું, એક ત્યાગ હતો, કે તેઓ તેમને પોતાની બહેન માનતા હતા. જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે મોટા મોટા લોકો આવીને તેનું સન્માન કરતા હતા. હવે મારુ એવું વિચારવું છે કે, નવેમ્બર મહિનામાં મંદિરની સ્થાપના થઈ છે, તેથી એ જ મહિનામાં, જેવો થાય તેવો, એક નાનો કે મોટો કાર્યક્રમ યોજીશ. તેમની સાથે અહીં રહીને હું પૂજા કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp