વાયનાડ પણ છોડાવો, નહીં તો તમારા હાલ પણ અમેઠી જેવા થઈ જશે: સ્મૃતિ ઈરાની

PC: navbharattimes.indiatimes.com

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. ભારતીય મજદૂર સંઘ (BMS) કેરળ દ્વારા આયોજિત રાજ્ય-સ્તરીય મહિલા મજૂર સંમેલનનું ઉદ્ઘાટન કર્યા બાદ કેરળમાં એક કાર્યક્રમ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે, રાહુલને અમેઠીથી દૂર વાયનાડ મોકલી આપ્યા. જ્યારે તેઓ અમેઠીના સાંસદ હતા ત્યારે 80 ટકા લોકોને વીજળી મળતી ન હતી, ત્યાં એક પણ ફાયર સ્ટેશન નહોતું, કોઈ મેડિકલ કોલેજ નહોતી, એક પણ કેન્દ્રીય વિદ્યાલય નહોતું.

સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, જો તેઓ વાયનાડમાં રહેશે તો અહીંની સ્થિતિ પણ અમેઠી જેવી જ બનાવી દેશે. એટલા માટે તમારે લોકોએ એ નક્કી કરવું પડશે કે તેઓ અહીં ન રહે. રાહુલ જ્યારે અમેઠીથી રાવણ થયા તો આ તમામ સુવિધાઓ લોકોને ઉપલબ્ધ થઇ શકી.

આ પહેલા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, તેમને અમેઠીમાં રાહુલ ગાંધી સામે એટલા માટે કંઈ મેદાનમાં નહોતા ઉતાર્યા હતા કે તેઓ એક મહિલા છે, પરંતુ પાર્ટીને લાગતું હતું કે, માત્ર તેઓ જ તેમને હરાવી શકે છે. સરકારે મહિલા રિયલ એસ્ટેટ ડેવલપર્સને ઝડપી મંજૂરી આપવાનું વિચારવું જોઈએ તેવું કહેવામાં આવ્યા પછી ઈરાનીની આ ટિપ્પણીઓ આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ઈરાનીએ રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન CREDAI દ્વારા આયોજિત કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'હું તેના બદલે પુરૂષ વિકાસકર્તાઓ સાથે સ્પર્ધા કરીશ..., મને અમેઠી એટલે નથી મોકલવામાં આવી કે હું એક મહિલા છું, મને અમેઠી એટલા માટે મોકલવામાં આવી હતી કે, હું એકમાત્ર એવી વ્યક્તિ હતી, જે તે વ્યક્તિ (રાહુલ ગાંધી)ને હરાવી શકું એમ છું.'

2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાંથી રાહુલ ગાંધીને લગભગ 55,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. અમેઠીનો ગાંધી પરિવાર સાથે લાંબો સંબંધ છે, કારણ કે 2004માં રાહુલ ગાંધી અમેઠીના સાંસદ બન્યા તે પહેલાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી બંનેએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 2009 અને 2014માં આ બેઠક જાળવી રાખી હતી.

2019માં રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ બંને બેઠક પરથી ચૂંટણી લડી હતી. અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હાર્યા બાદ રાહુલ ગાંધી વાયનાડના સાંસદ બન્યા હતા. માર્ચમાં રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવ્યા પછી લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. વાયનાડમાં હજુ સુધી પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જો સજા પર રોક લગાવવામાં આવે તો રાહુલ ગાંધીને તેમની લોકસભાની સીટ પાછી મળી શકે છે, પરંતુ કોર્ટે તેમને આ મામલે રાહત આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp