'પતિને છોડવો મંજુર, મોબાઈલ નહીં..' સબા ખાતૂને લગ્નના 15 દિવસ પછી પતિને છોડી દીધો

PC: muzaffarpurnow.in

બિહારના હાજીપુરમાં નવપરિણીત દુલ્હન મોબાઈલ માટે તેના પતિના ઘરેને છોડી દીધું હતું. તેમના લગ્નને હજી 15 દિવસ પણ પૂરા થયા ન હતા. પતિ મોબાઈલ ચલાવવાથી પત્નીને રોકતો હતો. આ વાતથી તે નારાજ હતી. તેણે તેના માતા-પિતાને બોલાવ્યા. કન્યાના ભાઈએ તેના જીજા પર બંદૂક તાકી દીધી. હવે મામલો પોલીસ સ્ટેશનમાં છે. ભાઈની ધરપકડ કરવામાં આવી છે અને તેનું હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે, કન્યા તેનું સાસરું છોડીને તેના પિયર ચાલી ગઈ છે.

હકીકતમાં, લગભગ 14 દિવસ પહેલા, હાજીપુરના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇલિયાસના લગ્ન હાજીપુરની રહેવાસી સબા ખાતૂન સાથે થયા હતા. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. તેના સાસરે આવ્યા બાદ સબા હંમેશા તેના હાથમાં મોબાઈલ રાખતી હતી. સબાની આ આદતથી પતિ ઇલ્યાસ અને તેનો પરિવાર કંટાળી ગયો હતો.

સવારથી સાંજ સુધી સબા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી. સબાને ઈન્સ્ટાગ્રામથી લઈને FB અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હંમેશા એક્ટિવ રહેતી જોઈને, ઘરમાં ધ્યાન ન આપવાને કારણે, પતિ ઈલ્યાસે તેને તેના મોબાઈલને લઈને રોકવા ટોકવાનું ચાલુ કર્યું.

સાસુ અને અન્ય સાસરિયાઓએ પણ સબાને મોબાઈલ બાબતે રોકવાનો પ્રયાસ કર્યો હતો. સબાને આ રોક-ટોક ગમી નહીં. તેણે પોતાની માતાને ફોન કરીને રડતા રડતા આખી વાત કહી. દીકરીની વાત સાંભળીને તેની માતા, ભાઈ અને પરિવારના અન્ય સભ્યો દીકરીના સાસરે પહોંચ્યા હતા.

સાસરિયાંમાં સબાને લઈને બધા વચ્ચે દલીલો શરૂ થઈ ગઈ. સાસરિયા પક્ષે પોતાની વાત રાખી. પરંતુ વાત ઠંડી પડવાને બદલે, વધારે બગડી ગઈ, જ્યારે બહેનની આંખોમાં આંસુ જોઈને ભાઈએ તેના જીજા પર બંદૂક તાકી દીધી. ઘરમાં હો હલ્લો મચી ગયો.

આ દરમિયાન કોઈએ લાલગંજ પોલીસ સ્ટેશનમાં લડાઈની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને પોલીસ સ્ટેશન લઈ આવી. બીજી તરફ ઈલ્યાસ પર બંદૂક તાકનાર સાળાની ધરપકડ કરવામાં આવી અને તેની પાસેથી હથિયાર પણ મળી આવ્યું. પોલીસે બંને પક્ષોની વાત સાંભળી હતી. પરંતુ, સબાએ મોબાઈલને નહીં પણ પતિને છોડવાનું યોગ્ય માન્યું. તે તેના માતાપિતા સાથે પછી પિયર આવી ગઈ. અહીં ઇલ્યાસ તેને જતો જોઈ રહ્યો.

સબાની માતાનું કહેવું છે કે, તેમની દીકરીના લગ્નને 15 દિવસ પણ પૂરા થયા નથી અને તેના સાસરિયાઓએ તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું છે. તેનો મોબાઈલ છીનવી લીધો. વાત કરવાની મંજૂરી આપતા નથી. મેં દીકરી સિવાય જમાઈ અને સાસુના નંબર પર ફોન કર્યો તો આ લોકો ખોટું બોલ્યા અને કહેવા લાગ્યા કે, અહીં અમારામાંથી કોઈ નથી રહેતું.

બીજી તરફ ઇલ્યાસની માતાનું કહેવું છે કે, આ બધી વાતો ખોટી છે. વાત માત્ર એટલી છે કે પુત્રવધૂ દિવસભર મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે. અમે ના પાડતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

બીજી તરફ આ મામલે સદર SDOP ઓમ પ્રકાશનું કહેવું છે કે, બે પરિવારો વચ્ચે ઝઘડો હોવાની માહિતી મળી હતી. તાજેતરમાં જ યુવક અને યુવતીના લગ્ન થયા હતા. મોબાઈલને લઈને ઝઘડાનો મામલો સામે આવ્યો છે. પોતાના બનેવી પર બંદૂક તાકી કરનાર સાળાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp