વિધાનસભા કોર્ટમાં ફેરવાઈ, સ્પીકરે સંભળાવી સજા, 6 પોલીસકર્મીઓને થઇ કેદ
લગભગ બે દાયકા પહેલા તત્કાલિન BJPના ધારાસભ્ય સલિલ વિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી વિશેષાધિકાર નોટિસના ભંગના સંબંધમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે છ પોલીસકર્મીઓને એક દિવસની જેલની સજા ફટકારી હતી. UP એસેમ્બલીએ BJPના તત્કાલિન ધારાસભ્ય સલિલ વિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી વિશેષાધિકારના ભંગ બદલ છ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બોલાવ્યા હતા અને સજાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ ગૃહમાં હાજર હતા.
વિશેષાધિકાર ભંગની નોટિસ 25 ઓક્ટોબર, 2004ના રોજ આપવામાં આવી હતી. UP વિધાનસભાની વિશેષાધિકાર સમિતિએ આ સભ્યોને દોષિત ગણાવ્યા હતા. કાનપુરના તત્કાલિન સર્કલ ઓફિસર (હવે નિવૃત્ત) અબ્દુલ સમદ સહિત છ પોલીસકર્મીઓને વિશેષાધિકારના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 2004માં BJPના ભૂતપૂર્વ ધારાસભ્ય સલિલ વિશ્નોઈ પર કથિત રીતે અશ્લીલ હુમલો કરવાના આરોપમાં શુક્રવારે એક દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી.
વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ ગૃહની કાર્યવાહી દરમિયાન આ તમામ પોલીસકર્મીઓને સજા સંભળાવી. સંસદીય બાબતોના પ્રધાન સુરેશ ખન્નાએ દોષિતો માટે એક દિવસની કેદ (મધ્યરાત 12 સુધી) માટે દરખાસ્ત રજૂ કરી અને સતીશ મહાનાએ ચુકાદો જાહેર કર્યો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, 6 પોલીસકર્મીઓને મધ્યરાત્રિના 12 વાગ્યે તારીખ બદલવા સુધી વિધાનસભાના જ એક રૂમમાં કેદ રાખવામાં આવશે અને તેમના માટે ભોજન અને અન્ય વ્યવસ્થા કરવામાં આવશે. આ તમામ પોલીસકર્મીઓને વિધાનસભામાં જ બનાવવામાં આવેલા સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યા છે.
આ પહેલા સંસદીય કાર્ય મંત્રી સુરેશ ખન્નાએ 2004માં જનપ્રતિનિધિ વિશ્નોઈને માર મારવા બદલ આ પોલીસકર્મીઓને સજાની માંગ કરી હતી. જ્યારે આ પોલીસકર્મીઓને ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ બિનશરતી માફી માંગી લીધી હતી. સોમવારે મળેલી ગૃહની વિશેષાધિકાર સમિતિની ભલામણ પર આ લોકોને સમન્સ જારી કરવામાં આવ્યા હતા. સમિતિએ આ પોલીસકર્મીઓને જેલની સજાની ભલામણ કરી હતી અને ગૃહ શુક્રવારે જેલની મુદત અંગે નિર્ણય લેવાનું હતું.
તત્કાલિન પોલીસ અધિકારી અબ્દુલ સમદ ઉપરાંત કિદવાઈ નગર (કાનપુર શહેર)ના તત્કાલિન પોલીસ સ્ટેશન અધિકારી ઋષિકાંત શુક્લા, તત્કાલિન સબ ઈન્સ્પેક્ટર (કોતવાલી) ત્રિલોકી સિંહ, કોન્સ્ટેબલ છોટે સિંહ યાદવ (કિડવાઈ નગર) અને કાકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન કોન્સ્ટેબલ વિનોદ મિશ્રા તથા મહેરબાન સિંહનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારી સમદ સિવાયના તમામ પોલીસકર્મીઓ હજુ પણ સેવામાં ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp