
બૌદ્ધ નેતા દલાઇ લામા હાલના દિવસોમાં વિવાદોના કેન્દ્રમાં છે. તેમના પર એક છોકરા સાથે ગેરવર્તનના આરોપ લાગ્યા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકોએ નારાજગી જાહેર કરી છે. સોશિયલ મીડિયા પર બૌદ્ધ ધર્મ ગુરુને લોકોએ ખરું-ખોટું સંભળાવ્યું છે. સતત નિંદાઓના કારણે દલાઇ લામાએ માફી માગી લીધી છે. દલાઇ લામાના એક વિવાદાસ્પદ વીડિયોના વિરોધમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહ અને કારગિલ શહેરોમાં સોમવારે બંધનું આયોજન કરવામાં આવ્યું.
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર આધ્યાત્મિક નેતાની નિંદા થવા લાગી છે. હવે લેહ અને લદ્દાખના લોકોએ દલાઇ લામાના વાયરલ વીડિયોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે અને કહ્યું કે, આ આધ્યાત્મિક નેતા વિરુદ્ધ ષડયંત્ર છે. બૌદ્ધ સમુદાયના લોકો સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ટ્રોલિંગથી નારાજ છે. દલાઇ લામાએ વાયરલ વીડિયો પર કહ્યું હતું કે જો તેમની વાતોથી બાળકો, તેમના પરિવાર અને મિત્રોની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો તેઓ તેમની પાસે માફી માગે છે.
2 મિનિટ 5 સેકન્ડના વીડિયોમાં દલાઇ લામાએ બાળકોને એ સારા વ્યક્તિ પાસેથી પ્રેરણા લેવા કહ્યું જે શાંતિ અને સુખનો સંચાર કરે છે અને એ લોકોનું અનુકરણ ન કરતા જે લોકોના જીવ લે છે. લદ્દાખ બુદ્ધિસ્ટ એસોસિએશન (LBA)ના નેતૃત્વમાં પ્રદર્શનકારોએ રેલી કાઢી હતી. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે, દલાઇ લામાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ એક ષડયંત્ર છે. પ્રદર્શનકારીઓએ લોકોને શાંતિ, પ્રેમ અને સદ્દભાવથી રહેવાની અપીલ કરી.
લદ્દાખ બુદ્ધિસ્ટ એસોસિએશને કહ્યું કે, લોકો દલાઇ લામાને બદનામ કરવાથી ખૂબ દુઃખી છે. બૌદ્ધ ધર્મવાલમ્બિઓની ભાવનાઓને તેનાથી ઠેસ પહોંચી છે. લોકોએ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધર્મગુરુને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. આ જ કારણ છે કે સંગઠન દ્વારા લેહ અને કારગિલ જિલ્લામાં બધી દુકાનો અને વેપારી પ્રતિષ્ઠાનોને બંધ કરી દેવામાં આવ્યા. રસ્તાઓ પર આ દરમિયાન ગાડીઓ નજરે ન પડી. લેહ અને કારગિલમાં સેકડો લોકોએ તેના વિરોધમાં રેલીઓ કાઢી. દલાઇ લામાને બદનામ કરવાના વિરોધમાં કાઢવામાં આવેલી રેલીમાં લોકો તેમની તસવીરો સાથે બેનરો, ધાર્મિક ઝંડા લઈને હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp