લહેંગો ખોલી,પહેરેલા જીન્સે,વરમાળા પહેલા કન્યા પ્રેમી સાથે ભાગી,વરરાજો જોતો રહ્યો

PC: sudamanews.com

આ દિવસોમાં સમગ્ર દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યારે ઘણા યુગલો દરરોજ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, તો ઘણા લગ્ન એવા થતા હોય છે કે, તે થાય એની પહેલાં જ તૂટી જતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો ઝારખંડમાંથી સામે આવ્યો છે, જ્યાં લગ્નની થોડી વાર પહેલા જ એટલે કે વરમાળાની વિધિ પહેલા કન્યા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. લગ્નમાં બનેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

આ ઘટના ઝારખંડના ગિરિડીહ જિલ્લાની છે. આ ઘટના સોમવારે મોડી રાત્રે જિલ્લાના ગવાન બ્લોકની બાદીડીહ પંચાયત હેઠળના બાબા બગલાસોત મંદિરમાં બની હતી. એક લગ્ન સમારોહ દરમિયાન, કન્યા તેના પ્રેમી સાથે મંડપમાંથી જ ભાગી ગઈ હતી. લગ્નની જાન સાથે પહોંચેલા વરરાજાને દુલ્હન વગર જ પરત ફરવું પડ્યું હતું. બનેલી આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. હકીકતમાં, ગવાન બ્લોકના બાદીડીહ ગામના રહેવાસી વીરેન્દ્ર સાવના પુત્ર ત્રિલોક કુમારના લગ્ન આ જ બ્લોકના માલદામાં નક્કી થયા હતા.

બંને પક્ષોએ બાદીડીહના બગલાસોત શિવ મંદિરમાં લગ્ન સમારોહ યોજવાનું નક્કી કર્યું. ગત રાત્રીના સમયે યુવતી પક્ષના લોકો મંદિર પરિસરમાં લગ્નની વિધિ પૂર્ણ કરી રહ્યા હતા. વર પક્ષના લોકો જાન લઈને મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, ત્યારબાદ કન્યા પક્ષ દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું. આ પછી લગ્ન સંબંધિત અન્ય વિધિઓ થઈ ત્યાં સુધી કન્યા તેમની સાથે હતી. જયારે વરમાળાની તૈયારીઓ શરૂ થવા લાગી ત્યારે કન્યા થોડી વાર માટે તે 5 મિનિટમાં આવી જશે, તેમ કહીને તે ભીડમાંથી સાઈડ પર નીકળી ગઈ. પણ જ્યારે કન્યાને વરમાળા માટે બોલાવવામાં આવી ત્યારે તે ગાયબ થઇ ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ભીડથી 300 મીટર દૂર એક છોકરો હાથમાં બે હેલ્મેટ સાથે બાઇક લઈને આવ્યો હતો. અચાનક લહેંગો પહેરેલી દુલ્હન બહાર આવી. તેણે અંદરથી જીન્સ પહેર્યું જ હતું. બહાર આવતાની સાથે જ તેણે લહેંગાને ખોલી નાખ્યો અને કાઢીને ફેંકી દીધો, ત્યારપછી હેલ્મેટ પહેરીને બાઇક પર બેસીને જતી રહી. જો કે, આ બાબતે છોકરીના પિતાએ ગવાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પ્રશાસનને તેમની પુત્રીને શોધી લાવવાની વિનંતી કરી છે.

સમગ્ર જિલ્લામાં આ બાબતે ખુબ ચર્ચાઓ થઇ રહી છે અને લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે. યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગયા પછી વરરાજા પક્ષવાળાઓએ શરમથી ઘરે પરત ફરવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp