ચિત્તા મિત્રએ પદ છોડી કહ્યું કુનોમાં સડેલું માંસ ખાવાથી ચિત્તા મરી રહ્યા છે

PC: hindustantimes.com

કુનો નેશનલ પાર્કમાં છેલ્લાં કેટલાંક સમયથી ચિત્તાઓના ચિંતાજનક હદે મોત થઇ રહ્યા છે. હવે પૂર્વ ડાકુએ ચોંકાવનારો આરોપ લગાવતા કહ્યું છે કે સડેલું માંસ ખાવાને કારણે ચિત્તાઓના કસમયે મોત થઇ રહ્યા છે. પૂર્વ ડાકુએ ચિત્તા મિત્ર તરીકેનું પદ પણ છોડી દીધું છે. તેમણે ડોકટરો અને અધિકારીઓ પર ગંભીર આરોપ મુક્યા છે.

કુનો નેશનલ પાર્કમાં નામિબ્યા અને દક્ષિણ આફ્રીકાના જંગલોમાંથી લાવવામાં આવેલા ચિત્તાઓના અચાનક મોત થઇ રહ્યા છે. ચિત્તાની સુરક્ષા માટે રાખવામાં આવેલા ચિત્તા-મિત્ર અને પૂર્વ ડાકુ રમેશ સિકરવારે આરોપ લગાવ્યો છે કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ સડેલું માંસ ખાઇ રહ્યા છે જેને કારણે તેમના મોત થઇ રહ્યા છે.

ચિત્તા -મિત્ર રમેશ સિકરવારનું કહેવું છે કે ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં 2 થી 3 દિવસ સુધી ભૂખ્યા રાખવામાં આવે છે, ભૂખને કારણે તેઓ સડેલું માંસ ખાય છે અને બીમાર થઈ જાય છે. ચિત્તાના મૃત્યુનું સાચું કારણ આ છે. એક પછી એક થઈ રહેલા ચિત્તાઓના મોતથી ચિતા મિત્ર દુખી છે, તેથી તે પોતાનું પદ છોડી રહ્યા છે.

રમેશ સિકરવાર ભૂતપૂર્વ ડાકુ છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના રક્ષણ માટે લગભગ 90 ગામના 457 લોકોને ચિત્તા મિત્ર બનાવવામાં આવ્યા હતા. જ્યારે રમેશ સિકરવારનું નામ સામે આવ્યું ત્યારે અચાનક લોકો તેના ભૂતકાળ વિશે વાત કરવા લાગ્યા હતા. તેણે 70 થી વધુ હત્યાઓ કરી હતી. ચિત્તાઓના મોતથી દુખી થઇને રમેશ સિકરવારે ચિતા-મિત્ર તરીકેનું પદ છોડી દીધું છે.

ચિત્તા- મિત્ર રમેશ સિકરવાર કહે છે કે  ચિત્તાને તાજું માંસ મળતું નથી. ચિત્તા મિત્રોને સ્વખર્ચે જંગલમાં બેઠક માટે જવું પડે છે. નાસ્તો કરાવીને, ફોટા લઇને તેમને સમજાવી દેવામાં આવે છે. માહિતી આપવા છતા અધિકારીઓ કોઇ પગલાં લેતા નથી. પાર્કમાં ચિત્તાઓને વાસી માંસ ખવડાવવામાં આવે છે. જો ચિત્તા મિત્રોનું ધ્યાન રાખવામાં આવે તો તેઓ કોઈપણ કિંમતે પાર્કની બહાર જવા દેશે નહીં.

કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાઓના મોત થયા છે. એના માટે અલગ-અલગ  દાવોઓ કરવામાં આવી રહ્યા છે. ચિત્તાઓના મોતનું હજુ સુધી સાચું કારણ સામે આવ્યું નથી, પરંતુ મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ચિત્તાઓ ભારતના જંગલમાં સર્વાઇવ થઇ રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp