કોંગ્રેસ કાર્યાલયમાં બકરાની બલિ ચઢાવવા દો,AIMIM નેતાએ દિગ્વિજય સિંહને લખ્યો પત્ર

PC: livehindustan.com

ભોપાલમાં AIMIMએ ઈદ પર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બકરાની કુરબાની અને નમાજ પઢવાની પરવાનગી માંગી છે. આ અંગે દિગ્વિજય સિંહને પત્ર લખવામાં આવ્યો છે. AIMIM એ PCC ઓફિસમાં બલિદાન માટે બકરો પણ તૈયાર રાખેલો છે.

AIMIMના નેતા તૌકીર નિઝામીએ દિગ્વિજય સિંહને લખેલા પત્રમાં કહ્યું છે કે, કોંગ્રેસે હિન્દુત્વના એજન્ડા માટે જ પ્રેમની દુકાન ખોલી છે, જો PCC ઓફિસમાં હનુમાન ચાલીસાનો પાઠ થઈ શકે છે તો ઈદની નમાજ કેમ ન થઈ શકે? હનુમાન ચાલીસાના પાઠ કરવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ તમામ ધર્મોની ધાર્મિક માન્યતાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'મજલિસ ભોપાલ મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં પ્રેમની દુકાન ચલાવશે, કુરબાની અને ઈદની વિશેષ નમાજ અદા કરવાની પરવાનગી આપવામાં આવે.'

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-એતેહાદુલ મુસલમીન પાર્ટીના સેક્રેટરી પીરઝાદા તૌકીર નિઝામીએ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ પાસે માંગ કરી છે કે, રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં નફરતને ખતમ કરવા માટે માત્ર પ્રેમની નવી દુકાન ખોલી છે અને મધ્યપ્રદેશની કોંગ્રેસ કટ્ટર હિન્દુત્વ પર ચાલી રહી છે. PCC ઓફિસમાં ચોક્કસ ધર્મના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્યારેક PCC ઓફિસને ભગવો કરવામાં આવે છે, ક્યારેક PCC ઓફિસમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, તો ક્યારેક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું છે કે, તમે બિલકુલ એવું કરો, અમને કોઈ વાંધો નથી, પરંતુ મતના નામે મુસ્લિમ સમાજને ઈમોશનલી બ્લેકમેઈલ કરવાનું બંધ કરો. કોંગ્રેસ જયારે સેક્યુલર હોવાની વાત કરે છે તો પછી શું દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓના તહેવારોમાં ભેદભાવ કેમ થાય છે, તમને આ સમાજના સો ટકા વોટ જોઈએ છે, પણ તમે સંઘ અને BJPના ઈશારે કામ કરી રહ્યા છો.

તેમણે વધુમાં કહ્યું છે કે જો તમે (કોંગ્રેસ) ખરેખર ધર્મનિરપેક્ષ છો અને રાહુલ ગાંધીની વાત માનતા હો તો PCC કાર્યાલય તમારા પ્રેમની દુકાન છે, તો મુસ્લિમ સમાજના આ તહેવાર પર કુરબાની અને વિશેષ નમાજ કરવાની અનુમતિ આપો.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ AIMIMના નેતા દ્વારા PCC (સ્ટેટ કોંગ્રેસ કાર્યાલય)માં બકરાની બલિ ચઢાવવા માટે દિગ્વિજય સિંહને પત્ર લખવા બદલ ઝાટકણી કાઢી છે. દિગ્વિજય સિંહ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, 'એ તો થવાનું જ હતું ચાચાજાન, આખી જિંદગી તમે હિંદુ ધર્મ અને હિંદુત્વના હલાલા કરતા હતા, હવે તમારી પાસે બકરાની હલાલીની માંગણી કરવામાં આવી છે. તમે (દિગ્વિજય સિંહ) સર્વધર્મનો જે ઝભ્ભો પહેરો છો અને તેને પહેરીને તમે જે હિંદુ અને હિંદુત્વને નકારો છો. તે તમારી સાથે દિગ્વિજય સિંહ જી થવાનું જ છે.' નરોત્તમ મિશ્રાએ એક કહેવત કહીને દિગ્વિજય સિંહ પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'ન ખુદા મિલા ન વિસાલ-એ-સનમ, ના ઇધર કે રહે ના ઉધર કે હમ.' હવે દિગ્વિજય સિંહજી AIMIMને જવાબ આપો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp