પત્નીની હત્યામાં આજીવન કેદ, બહાર આવતા બીજી પત્ની સાથે મળી પુત્રની હત્યા કરી!

PC: thelallantop.com

કાનપુરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે 17 સપ્ટેમ્બરે મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી છે. મામલો કાનપુરના ચકેરીનો છે. 24 વર્ષના સુધાંશુ યાદવ ઉર્ફે શનીનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ તેનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. પરંતુ શનિના નાના અને નાની ને શક ગયો. ત્યાર પછી FIR દાખલ કરવામાં આવી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો જેમાં જાણવા મળ્યું કે, મૃત્યુ હાર્ટ એટેકથી નહીં પરંતુ ઝેરના કારણે થયું હતું. આ પછી પોલીસે શનિની સાવકી માતા રોઝી અને તેના ભાઈ ગોલુની ધરપકડ કરી હતી. જ્યારે શનિના પિતા રાજેશ યાદવ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જે પિતા પર પોતાના પુત્રની હત્યાનો આરોપ છે તેણે 1999માં તેની પહેલી પત્નીની પણ હત્યા કરી દીધી હતી. રાજેશ યાદવે તેની પત્નીની હત્યા કરી હતી કારણ કે તે રોઝી સાથે સંબંધમાં હતો. ત્યાર પછી તેણે લગ્ન પણ કરી લીધા. જ્યારે શનિની માતાને ખબર પડી તો તેણે વિરોધ કર્યો. આ પછી રાજેશે તેની હત્યા કરી નાખી. કોર્ટે રાજેશ યાદવને આજીવન કેદની સજા ફટકારી છે. શનિની હત્યા સમયે રાજેશ પેરોલ પર બહાર આવ્યો હતો.

જૂન 2022માં એક દિવસ રાજેશે તેના પુત્રને ફોન કર્યો અને કહ્યું કે, તેના દાદા દાદી તેને ખુબ યાદ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, ભલે તે તેની સાથે સબંધ ના રાખે પણ તેણે તેના દાદા દાદીને તો મળવા આવવું જ જોઈએ. આરોપ છે કે, સની રાજેશની વાતથી ભોળવાઈ ગયો અને તે તેના દાદા-દાદીને મળવા પહોંચી ગયો. તે સમયે ઘરમાં રાજેશ, તેની બીજી પત્ની 'રોઝી' અને તેનો ભાઈ ગોલુ યાદવ હાજર હતા. બીજા દિવસે નાના-નાનીને સમાચાર મળ્યા કે સનીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. રાજેશે જણાવ્યું હતું કે, તેમના પુત્રને હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ તેને હોસ્પિટલ પણ લઈ ગયા હતા. પરંતુ શનિને બચાવી શક્યા ન હતા. રાજેશની વાત નાના-નાની ને સાચી લાગી નહિ અને તેમણે ઈટાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને FIR નોંધાવી. ત્યાર પછી આ કેસ કાનપુર ક્રાઈમ બ્રાન્ચને તપાસ માટે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

DCP ક્રાઈમ સલમાન તાજ પાટીલે જણાવ્યું કે, રાજેશ યાદવને 20 વર્ષની સજા થઈ ચુકી છે. મિલકત માટે તેણે પુત્રની હત્યા કરી નાખી. સાવકી માતા મિલકતમાં પોતાનો હિસ્સો આપવા માંગતી ન હતી, જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી. સનીના મૃત્યુ પછી, આરોપીઓ હોસ્પિટલમાંથી કુદરતી મૃત્યુનું પ્રમાણપત્ર લઈને તેના અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા. પરંતુ નાના-નાની ને શંકા ગઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ તપાસ રિપોર્ટમાં ઝેરની વાત સાબિત થઇ નહોતી. ત્યાર પછી આરોપીઓને લાગ્યું કે, પોલીસ તેમની સાથે કંઈ કરી શકશે નહીં. તેમનો ગુનો ઢંકાઈ ગયો છે. પરંતુ ફરીથી તપાસ કરવામાં આવી તો તેને ઝેરી પદાર્થ ખવડાવ્યાની સાબિતી થઇ હતી. આ ઘટનાનો ખુલાસો કરનાર ટીમને 10,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp