વૃદ્ધાના ઘરમાં દાયકા પછી સળગ્યો બલ્બ, 'મારા જીવનની સ્વદેશ ક્ષણ', IPSએ શેર કર્યું

PC: hrbreakingnews.com

ફિલ્મો ક્યારેક આપણને ખૂબ પ્રભાવિત કરે છે અને તેના કેટલાક દ્રશ્યો હંમેશા યાદ રહે છે. તમને શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ સ્વદેશનું તે દ્રશ્ય યાદ હશે, જેમાં એક વૃદ્ધ મહિલા તેના ઘરમાં વીજળી ચાલુ થતા ખુશીથી સ્માઈલ કરતી જોવા મળે છે. તાજેતરમાં, એક યુવાન મહિલા IPS અધિકારીએ સખત મહેનત કરીને તે ફિલ્મી ક્ષણને વાસ્તવિકતામાં બદલી હતી.

IPS ઓફિસર અનુકૃતિ શર્માની ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેમની સખત મહેનતનું ફળ તેમને મળ્યું અને તે UPના બુલંદશહેરમાં એક 70 વર્ષીય મહિલાના ઘરે વીજળી કનેક્શન લાવવામાં સફળ રહી. તેમણે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાને આધાર બનાવ્યો અને ટ્વિટર પર મહિલા સાથે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'મારા જીવનની સ્વદેશ ક્ષણ. નૂરજહાં આન્ટીના ઘરમાં વીજળીનું કનેક્શન મેળવવું ખરેખર તેમના જીવનમાં પ્રકાશ લાવવા જેવું લાગ્યું. તેમના ચહેરા પરનું સ્મિત અત્યંત આનંદદાયક હતું. તમારા સહકાર બદલ SHO જિતેન્દ્રજી અને સમગ્ર ટીમનો આભાર.' અહીં તમને બતાવી દઈએ કે, અનુકૃતિ 2020 IPS બેચની છે અને તે ઘણીવાર ટ્વિટર પર પોસ્ટ કરે છે.

પોલીસકર્મીઓએ વૃદ્ધ મહિલા નૂરજહાંને વીજળીના બોર્ડ વિષે જાણકારી આપી હતી. ત્યારપછી નૂરજહાંએ IPS અધિકારીને ગળે લગાવી અને પોલીસકર્મીઓએ તેને મીઠાઈ ખવડાવી હતી.

આ પોસ્ટને 9 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને 24 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે. વીડિયો પર કોમેન્ટ કરીને લોકો આ યુવા IPS ઓફિસરના કામના વખાણ કરી રહ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, 'ફ્રેન્ડલી પોલીસિંગ જોઈને આનંદ થયો.' જ્યારે બીજાએ લખ્યું, 'ખૂબ સારું, અમને બધાને તમારા પર ગર્વ છે. અમને તમારા જેવા અધિકારીઓની જરૂર છે. જ્યારે બીજાએ લખ્યું, 'આ ખૂબ જ ક્યૂટ છે.'

એક ટ્વિટર યુઝરે લખ્યું કે, જો પોલીસ આ રીતે લોકોની મદદ કરવા આવશે તો લોકોમાં પોલીસ પ્રત્યે ઘણું સન્માન થશે, @_ShivamBhatt ટ્વિટર યુઝરે લખ્યું કે અદ્ભુત. તે ફરજના કૉલથી આગળ છે, પરંતુ આખરે અમ્માના ચહેરા પર વિશાળ સ્મિત જોઈને સંતોષ થયો. સારું કામ ચાલુ રાખો. @raghavgauri યુઝરે લખ્યું કે, જે કામ ઈલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે ઘણા સમય પહેલા કરવું જોઈતું હતું, હવે પોલીસકર્મીઓએ પણ તે કરવાનું છે. આ કામ આપણને સામાન્ય લોકોથી વિશેષ બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp