ચમત્કાર: મંદિર પર વીજળી પડી, બધુ વેરાન થઇ ગયુ, પણ હનુમાનજીની પ્રતિમાને આંચ ન આવી

PC: indiatv.in

ચમત્કારો આજે પણ બનતા રહે છે, જેને કારણે લોકોની ભગવાન પરની શ્રદ્ધા વધતી જાય છે. મહારાષ્ટ્રના ધૂલિયામાં એક ગામમાં હનુમાન મંદિર પર વીજળી પડી, બધુ ખેદાન મેદાન થઇ ગયું, પરંતુ પ્રતિમાને જરાય આંચ ન આવી. આવા કિસ્સા અનેક વાર સામે આવ્યા છે, કે પૂરની ઘટનામાં મંદિરનું બધું તણાઇ ગયું હોય, પરંતુ મૂર્તિ અડીખમ ઉભી હોય. ગની દહીંવાળાને એક પંક્તિ અહીં યાદ કરવા જેવી તે હોય વિષય શ્રદ્ધાનો તો પુરાવાની શી જરૂર છે.

હનુમાન ચાલીસાની જાણીતી ચોપાઇ છે કે सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना. આ ચોપાઇ હનુમાન ભક્તો સાથે ચરિતાર્થ થતી જોવા મળી છે.હનુમાન મંદિર પર વીજળી પડી, બધું વેરાન થઇ ગયું, પરંતુ પ્રતિમાને જરાયે આંચ ન આવી. લોકો તો આ જોઇને ગદગદ થઇ ગયા હતા.

હકિકતમાં, મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લામાં આવેલા શિરપુર તહેસીલનું એક ગામ છે ભોયટી. ભોયટીમાં હનુમાન મંદિર આવેલું છે અને લોકો આ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક હનુમાન દાદાની પૂજા-અર્ચના કરતા રહેતા હોય છે. ગુરુવારે સાંજે 5 વાગ્યે બન્યું એવું કે આ ગામમાં જોરદાર વપન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો અને એ દરમિયાન હનુમાન મંદિર પર વીજળી ત્રાટકી હતી અને મંદિરને ભારે નુકશાન પહોંચ્યું. વીજળીની તિવ્રતા એટલી બધી હતી કે દિવાલો પણ જમીનદોસ્ત થઇ ગઇ હતી. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે મંદિરમાં બજરંગબલીની પ્રતિમા સહિતની અન્ય પ્રતિમાઓને જરાયે આંચ નહોતી આવી. ગામના લોકોને ખબર પડી કે હનુમાન મંદિર પર વીજળી પડી છે તો બધા મંદિરે દોડી ગયા હતા. બધુ ખેદાન મેદાન હતું, પરંતુ પ્રતિમા સલામત હતી એ જોઇને લોકોની આંખોમાં હર્ષના અશ્રુ સરી પડ્યા હતા અને લોકો બંજરંગ બલીને નતમસ્તક થઇ ગયા હતા.

મહારાષ્ટ્રના ધૂલિયાથી લગભગ 90 કિ,મી દુર આવેલા ભોયટી ગામની વસ્તી લગભગ 4000 જેટલી છે. હનુમાન દાદામાં લોકોને ભારે આસ્થા છે.ગામ પ્રધાને તંત્રને જાણકારી આપી દીધી છે.

એક તરફ ગુજરાતના સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોમાં હનુમાન દાદાને અપમાનિત કરવાનો મુદ્દો સોશિયલ મીડિયામાં જોરશોરથી ઉછળ્યો હતો તો બીજી તરફ મહારાષ્ટ્રના નાનકડા ગામમાં ચમ્તકારિક ઘટનાની પણ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp