આસમાની આફત, વીજળી પડતા એક સાથે 350 ઘેટા-બકરાના મોત

PC: india.postsen.com

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે મોડી રાત્રે વિજળી પડવાને કારણે 350થી વધારે ઘેટા-બકરાંના મોતથયા છે. મીડિયા રિપોટર્સ મુજબ, ભટવાડી બ્લોકના બારસૂ ગામના 3 લોકો તેમના હજારથી વધારે ઘેટાં-બકરાંને લઇને રૂષિકેશથી ઉત્તરકાશી લઇ જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે આ 3 લોકો તેમના ઘેટાં-બકરાનેં લઇ જઇ રહ્યા ત્યારે ડુંડા તહસીલના ખટ્ટુખાલ પાસે પહોંચ્યા ત્યારે વરસાદ પડી રહ્યો હતો અને જોરદાર પવન ફુંકાતો હતો. એ સમયે રાત્રે 9 વાગ્યે કડાકા ભડાકા સાથે વિજળી પડી અને આ નિદોર્ષ પ્રાણીઓનો ભોગ લેવાઇ ગયો.

એક સાથે આટલી મોટી સંખ્યામા પશુઓના મોતને પગલે ગામના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. લોકોએ ભટવાડી બ્લોકના પ્રમુખ વિનિતા રાવતને ઘટનાની જાણકારી આપી હતી અને વિનિતાએ DM અને ડિઝાઝસ્ટર મેનેજમેન્ટને જાણકારી આપી હતી. ગામના રહેવાસી જગમોહન રાવતે કહ્યું કે આ પહેલાં ક્યારેય પણ વિજળી પડવાને કારણે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થયા નથી.

 આ વિસ્તારના તહસલીદાર ડુંડા પ્રતાપ સિંહ ચૌહાણ કહ્યું કે આસમાની આફતને કારણે ઘેટાં-બકરાના મોત થયા હોવાની માહિતી મળી છે, જિલ્લા તંત્ર અને પશુ ચિકિત્સા વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે. SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ડુંડાના તહસીલદાર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે આજે વહીવટી તંત્ર અને પશુ ચિકિત્સા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચશે. આ પછી જ કુલ નુકસાન અને મૃત્યુનું કારણ જાણી શકાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે જશે અને તેનો રિપોર્ટ જિલ્લા વહીવટીતંત્રને આપશે.

ખેડુતોએ આ નુકશાન માટે સરકાર પાસે વળતરની માંગણી કરી છે. ભાજપના સ્થાનિક નેતાએ કહ્યું કે પશુપાલકો સાથે આવી ઘટના વારંવાર બનતી રહે છે, પરંતુ સરકાર વળતર આપતી નથી.

વિજળી પડવાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021-22માં વિજળી પડવાની સૌથી વધારે ઘટના મધ્ય પ્રદેશમાં બની હતી. એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધીમાં મધ્ય પ્રદેશમાં 6  લાખ 55 બજાર 788 વખત વિજળી પડવાની ઘટના બની હતી.

વિજળી પડે ત્યારે એક વખતમાં તેમાં 10 કરોડથી 100 કરોડ વોલ્ટની ઉર્જા મોજુદ હોય છે. જ્યારે વિજળી પડે છે ત્યારે આસપાસની હવાનું તાપમાન 10000 ડિગ્રી સેલ્સિયસથી 30,000 સેલ્સિયસ સુધી ગરમ થઇ જાય છે.

વિજળી અને ગર્જના વારાફરતી થાય છે. વીજળીનો ઝબકારો પહેલા દેખાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે પ્રકાશની ગતિ ધ્વનિ કરતા વધુ ઝડપી છે. આ દરમિયાન પ્રકાશની ઝડપ લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. તેનાથી વિપરીત, ધ્વનિની ગતિ તેના કરતા ઘણી ઓછી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp