મિશનરી સ્કૂલના રૂમોમાંથી મળ્યો આપત્તિ સામાન, કોન્ડમ, 16 દારૂની બોટલો..

PC: aajtak.in

મધ્ય પ્રદેશના મૂરૈનામાં મિશનરી શાળાના ફાધર (આચાર્ય) અને મેનેજરના રૂમમાંથી દારૂની બોટલો, મહિલાના અંડરગરમેન્ટ્સ અને આપત્તિજનક સામગ્રી મળી છે. શહેરની પ્રતિષ્ઠિત શાળાઓમાં સામેલ આ શાળામાં બાળ સંરક્ષણ આયોગની ટીમ અચાનક નિરીક્ષણ કરવા માટે પહોંચી હતી. મામલો સામે આવ્યા બાદ કલેક્ટરના આદેશ પર શાળા સીલ કરી દેવામાં આવી છે. શનિવારે મધ્ય પ્રદેશ બાળ સંરક્ષણ આયોગના સભ્ય નિવેદિતા શર્મા નેશનલ હાઇવે નંબર-3 પર સ્થિત મિશનરી શાળામાં નિરક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

તેમની સાથે જિલ્લા શિક્ષણ અધિકારી એ.કે. પાઠક પણ ઉપસ્થિત હતા. નિરીક્ષણ દરમિયાન નિવેદિતા શર્માએ શાળાના ફાધર (પ્રિન્સિપાલ) અને મેનેજરની રૂમોની તપાસ કરી. બંનેની ટીમમાં અલગ-અલગ બ્રાંડના દારૂની 16 બોટલો અને આપત્તિજનક સમાન મળ્યો. ટીમે તાત્કાલિક પોલીસને જાણકારી આપી. શાળા પહોંચેલી ટીમે સામાન જપ્ત કરી લીધો. શાળામાં મળેલી આપત્તિજનક સામગ્રી અને દારૂની બોટલો બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કલેક્ટર અંકિત અસ્થાનાને જાણકારી આપવામાં આવી.

ત્યારબાદ કલેક્ટરે શાળાને સીલ કરવાના આદેશ આપી દીધા. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને સીલ કરી દીધી છે. પોલીસ પણ આ સંદર્ભે તપાસમાં લાગી ગઈ છે કે આખરે સ્કૂલની આડમાં અહી શું ચાલી રહ્યું છે? બાળ સંરક્ષણના સભ્ય નિવેદિતા શર્માએ કહ્યું કે, ધર્મ વિશેષ પ્રચાર-પ્રસારની સામગ્રી, 16 દારૂની બોટલો અને કોન્ડમના પેકેટ્સ મળ્યા છે. આ મામલે DM પાસે ઉચિત કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આખા સ્કૂલ કેમ્પસમાં કેમેરા લાગ્યા છે, પરંતુ આ આવાસો પાસે કેમેરા નથી, જેમાંથી આ બધો સામાન મળ્યો છે.

તેમણે આગળ જણાવ્યું કે, એક વ્યક્તિના રહેવા માટે 7 રૂમોની શું જરૂરિયાત છે? અહી 12 પલંગ પડ્યા છે. કિચન બન્યું છે. રૂમ લાઇબ્રેરીની નજીક છે, મેનેજરનું કહેવું છે કે અહીં તે અને પ્રિન્સિપાલ રહે છે. તો આ બાબતે DEO એ.કે. પાઠકે કહ્યું કે, શાળાની લાઇબ્રેરીની નજીક ફાધર અને મેનેજરના રૂમ હોવાનું જાણવા મળ્યું છે જે નિયમન હિસાબે ખૂબ ખોટું છે. કોઈ પણ શાળા કેમ્પસને ઘર બનાવીને નહીં રહી શકે. કલેક્ટરના આદેશ પર શાળાને સીલ કરી દેવામાં આવી છે. આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેનેજર અને આચાર્યના નિવેદન લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp